આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. આ તરફ ચૂંટણી પ્રચારના ઘોંઘાટ શાંત પડી ગયા છે, તો બીજી તરફ સોશ્યલ મીડિયા પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. આ ક્રમમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈશુદાન ગઢવીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઈશુદાનના રોડ-શોના વાયરલ વિડીયોને યુઝર્સ દ્વારા કટાક્ષ સાથે શેર કરવામાં આવ્યો છે કે “મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈશુદાનના રોડ-શો જોવા જાણે આખું ગુજરાતી ઉમટી પડ્યું હોય તેવું લાગે છે.“

ફેસબુક યુઝર્સ વાયરલ વીડિયોને “AAPના ગુજરાતના સીએમ ઉમેદવારના રોડ શોની તસવીરો, જાણે આખું ગુજરાત ઊમટી પડ્યું હતું” ટાઇટલ સાથે શેર કરી રહ્યા છે. વાયરલ વિડીયોમાં ઈશુદાન ગઢવી એક રોડ-શો કરી રહ્યા છે જેમાં લોકોની ભીડ જોવા મળતી નથી. આ ઘટનાને સોશ્યલ મીડિયા યુઝર્સ અને કોંગ્રેસ પાર્ટીના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈશુદાન ગઢવી રોડ-શો હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.



ગુજરાત વિધાનસભા સાથે જોડાયેલ અનેક ભ્રામક ખબરો અંગે Newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક
Fact Check / Verification
મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈશુદાનના રોડ-શો જોવા જાણે આખું ગુજરાતી ઉમટી પડ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયો અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા યુટ્યુબ પર આપ ગુજરાતની ઓફિશ્યલ ચેનલ પરથી 17 મેં 2022ના પોસ્ટ કરવામાં આવેલ રોડ-શોના આ વિડીયોને જોઈ શકાય છે.
” #પરિવર્તન_યાત્રા ના ત્રીજા દિવસે નેતાશ્રી ઈસુદાનભાઈ ગઢવીજી ની હાજરીમાં પોરબંદર ખાતેથી શરૂઆત” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ વીડિયો સાથે આપવામાં આવેલ માહિતી અનુસાર, ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ પરિવર્તન યાત્રાના ભાગરૂપે પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી તરીકે પોરબંદર ખાતે રોડ-શોમાં હાજર રહ્યા હતા.
આ અંગે વધુ તપાસ કરતા આમ આદમી પાર્ટીના ફેસબુક એકાઉન્ટ પરથી 17 મેં 2022ના પોસ્ટ કરવામાં આવેલ પરિવર્તન યાત્રાના વીડિયોને જોઈ શકાય છે.
જયારે, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઇસુદાન ગઢવીને પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે 4 નવેમ્બર 2022ના જાહેર કર્યા હતા.
Conclusion
મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈશુદાનના રોડ-શો જોવા જાણે આખું ગુજરાતી ઉમટી પડ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો 17 મેં 2022ના આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલ પરિવર્તન યાત્રા સમયે લેવામાં આવેલ છે. આ સમયે ઈશુદાન ગઢવી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા ન હતા. ઇસુદાન ગઢવીનું નામ પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે 4 નવેમ્બર 2022ના જાહેર કરવામાં આવેલ છે.
Result : Missing Context
Our Source
YouTube Video Of Aam Aadmi Party Gujarat, On 17 MAY 2022
Facebook Video Of Aam Aadmi Party Gujarat, On 17 MAY 2022
Media Report Of TOI, 4 NOV 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044