#atmanirbharbharat : video of boy pushing stretcher
ગુજરાતમાં કોરોના વાઇરસને કારણે મૃત્યુ સતત વધી રહ્યાં છે ત્યારે રાજ્યમાં કોરોનાની કામગીરીને લઈને હાઈકોર્ટે ગુજરાત સરકારની ટીકા કરી છે. ગુજરાત હાઈકોર્ટે કડક નિરીક્ષણ કરતા કહ્યુ છે કે, સરકારી હૉસ્પિટલોમાં ગરીબ લોકો સારવાર કરાવવા આવે છે એટલે એમની જિંદગીની કોઈ કિંમત નથી એમ ન સમજવું જોઈએ. સરકારે વધારે તકેદારી લેવાની જરૂર છે. સરકારી હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ઊંચો મૃત્યુ આંક ચિંતાનો વિષય છે.
ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ગુજરાત સરકાર સરકારી હૉસ્પિટલમાં ગરીબોને સેવા આપવામાં ઊણી ઊતરી છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં અપાતી સેવાઓ કથળેલી સ્થિતિમાં છે. સિવિલ હૉસ્પિટલમાં વૅન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધામાં વધારો કરવો જોઈએ. આ તમામ મુદ્દાઓ વચ્ચે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયેલ છે, જેમાં એક નાનું બાળક હોસ્પિટલની અંદર સ્ટ્રેચર લઇ જતા દેખાઈ રહ્યો છે. (atmanirbharbharat video of boy pushing stretcher)
ફેસબુક અને ટ્વીટર પર અનેક યુઝર્સ દ્વારા વાયરલ વિડિઓ “આત્મનિર્ભર ભારત” ટેગ સાથે ખુબ જ શેર કરવામાં આવેલ છે. ફેસબુક પર આ વિડિઓ “સરમ કરો અલગવાદી ની બીજેપી સરકાર તમે નાના ને માસૂમ બાળક નું તો જોવો દેશ ના ગદારો ..તડીપાર અને ફેકુ ને પાણી વીના નો રૂપાણી.દયાકરો કૃપાનાથ હવે આનાથી કેટલુંક આત્મનિર્ભર” કેપશન સાથે આ ઘટના ગુજરાતના સંદર્ભમાં પોસ્ટ કરવામાં આવેલ છે. (atmanirbharbharat video of boy pushing stretcher)

આ ઉપરાંત crowdtangle પર વાયરલ વિડિઓ મુદ્દે સર્ચ કરતા નીચે મુજબ ના ફેસબુક ગ્રુપ દ્વારા આ વિડિઓ atmanirbharbharat video of boy pushing stretcher શેર કરવામાં આવેલ છે.

Factcheck
હોસ્પિટલમાં સ્ટ્રેચરને ધક્કો મારતા બાળકના વાયરલ વિડિઓ મુદ્દે જાણકારી માટે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ટ્વીટર પર ઉત્તરપ્રદેશ બારાબંકી MP P L Punia દ્વારા જુલાઈ 2020 ના કરવામાં આવેલ સમાન વાયરલ વિડિઓ પોસ્ટ જોવા મળે છે. જ્યાં આ ઘટના ઉત્તરપ્રેદશ ની હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
વાયરલ વિડિઓ પર વધુ માહિતી માટે ગુગલ કીવર્ડ સર્ચ કરતા timesofindia અને news18 દ્વારા જુલાઈ 2020ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ ઉત્તરપ્રદેશના દેવરીયા જિલ્લા સરકારી હોસ્પિટલ ખાતે આ બનવા બનેલ છે. જ્યાં નાના બાળક દ્વારા પોતાના દાદા ને સ્ટ્રેચર પર હોસ્પિટલ ની અંદર લઇ જવામાં આવી રહ્યા છે.

આ અંગે યુટ્યુબ પર Aaj Tak HD ચેનલ દ્વારા આ ઘટના પર પ્રકાશિત કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન પણ જોવા મળે છે. જે મુજબ UP દેવરિયા ખાતે આ બનાવ બનેલ છે, જે અંગે સરકાર દ્વારા નોંધ લેવાતા ફરજ પર હાજર વોર્ડ બોય ને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :- જો તમે 10 સેકન્ડ સુધી શ્વાસ રોકી શકો છો તો તમારા ફેફસાં સ્વસ્થ છે, જાણો WHO અને ડોક્ટર શું કહે છે આ વાયરલ દાવા પર
આ ઉપરાંત ફેસબુક પર ટ્વીટર પર વાયરલ થનાર તમામ વિડિઓમાં પણ જોઈ શકાય છે કે ‘દેવરિયા UP’ લખેલું જોવા મળે છે. atmanirbharbharat video of boy pushing stretcher)

Conclusion
હોસ્પિટલમાં સ્ટ્રેચર ને ધક્કો મારતા નાના બાળકના વાયરલ વિડિઓ સાથે કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક છે. આ ઘટના UP દેવરિયા સરકારી હોસ્પિટલ ખાતે જુલાઈ 2020 માં બનેલ છે. જયારે સોશ્યલ મીડિયા પર આત્મનિર્ભર ભારત ટેગલાઈન સાથે ગુજરાતના સંદર્ભે શેર કરવામાં આવેલ છે. હાલની પરિસ્થિતિ મુજબ કોઈપણ ભ્રામક ખબર અને દાવાઓ માનસિક અને સામાજિક રીતે ખુબ જ ખરાબ અસર કરી શકે છે.
Result :- Misleading
Our Source
Aaj Tak HD
timesofindia
news18
MP P L Punia
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)