Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ 2023 નો ક્રિકેટ વર્લ્ડકપ રમવા માટે ભારતના હૈદરાબાદ ખાતે પહોંચી હતી, આ સંદર્ભમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બાબર આઝમે ઉજ્જૈન મહાકાલના દર્શન કર્યા હતા. વાયરલ તસ્વીરમાં બાબર આઝમે કાપડ પર તિલક અને ગળામાં ભગવો ખેસ પહેર્યો છે. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ દાવો તદ્દન ભ્રામક હોવાનું જણાયું છે.

પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે ઉજ્જૈન મહાકાલના દર્શન કર્યા હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલી તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા thefauxy નામની વેબસાઈટ પર પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. 29 સપ્ટેમ્બરના આ અહેવાલમાં હૈદરાબાદ ખાતે પાકિસ્તાની ટિમ આવ્યા બાદ બાબર આઝમ ઉજ્જૈન પહોંચ્યા હોવાની જાણકારી આપવામાં આવેલ છે.

આ વેબસાઈટના બાયો મુજબ thefauxy પર તમામ પોસ્ટ એક મૌલિક અને મનોરંજન હેતુ માટે છે. જેથી…સાબિત થાય છે કે બાબર આઝમ ઉજ્જૈનમાં હોવાની વાત તદ્દન ભ્રામક છે.

ફેસબુક પોસ્ટ સાથે વાયરલ થયેલી તસ્વીરમાં બાબર આઝમના કપાળ પર તિલક અને ગળામાં ભગવો ખેસ રાખ્યો હોવાના દાવા પર ANI દ્વારા 28 સપ્ટેમ્બરના પાકિસ્તન ટિમનો ભારત આગમનનો વિડીયો શેર કરવામાં આવેલો છે. અહીંયા વીડિયોમાં જોઈ શકાય છે કે બાબર આઝમ તેમજ અન્ય ક્રિકેટરોનું સ્વાગત ભગવા રંગના ખેસ પહેરવાની કરવામાં આવ્યું હતું, પરંતુ તેમના કપાળ પર કોઈ તિલક જોવા મળતું નથી.
પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે ઉજ્જૈન મહાકાલના દર્શન કર્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીરને એડિટ કરવામાં આવેલ છે, તેમજ આ પોસ્ટ મનોરંજન હેતુ માટે બનવવામાં આવેલ છે.
Our Source
Media Report Of thefauxy , 29 Sep 2023
YouTube Video Of ANI , 28 Sep 2023
(આ પણ વાંચો : શું નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી હતી? જાણો વાયરલ તસ્વીરોનું સત્ય)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044