Claim : બિપરજોય ચક્રવાતના કારણે જામનગરમાં દરિયાનું પાણી ફરી વળ્યું
Fact : વાયરલ થઈ રહેલો વિડીયો 2021માં ભારે વરસાદના કારણે સર્જાયેલ સ્થિતિ છે.
ગુજરાતના કચ્છ નજીક બિપરજોય ટકરાયું છે. સોશ્યલ મીડિયા પર દરિયા કિનારાના વિસ્તારોના અનેક વિડીયો જોવા મળી રહ્યા છે. આ ક્રમમાં એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં સમગ્ર ગામમાં પાણી ઘુસી ગયા છે. યુઝર્સ દાવો કરી રહ્યા છે કે બિપરજોય ચક્રવાતના કારણે જામનગરમાં દરિયાનું પાણી ફરી વળ્યું છે.
Fact check / Verification
બિપરજોય ચક્રવાતના કારણે જામનગરમાં દરિયાનું પાણી ફરી વળ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર 13 સપ્ટેમ્બર 2021ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. અહીંયા આપેલ માહિતી મુજબ, જામનગરના અલિયાબડા, જાંબુડા, બલચડી, મોટી બનુગર, સપડા, પસાયા બેરજા પંથકમાં હોનારત જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
વધુમાં, જામનગરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયા હોવાના અન્ય વિડીયો ફેસબુક યુઝર દ્વારા પણ શેર કરવામાં આવેલા છે.
આ અંગે વધુ તપાસ કરતા zeenews અને bbc દ્વારા સપ્ટેમ્બર 2021ના જામનગરમાં સર્જયેલ પૂરની પરિસ્થિતિનું વર્ણન કરતા અહેવાલો જોવા મળે છે. જે મુજબ, ભારે વરસાદના પગલે રાજકોટ, જામનગર, જેતપુર સહિતના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.

Conclusion
બિપરજોય ચક્રવાતના કારણે જામનગરમાં દરિયાનું પાણી ફરી વળ્યું હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલો વિડીયો 2021માં ભારે વરસાદના કારણે સર્જાયેલ સ્થિતિ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ ઘટનાને બિપરજોય વાવાઝોડાના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
YouTube Video Of vadhiya bhai369, 13 Sept 2021
Facebook Post of VIRAL #ગુજરાત, 13 Sept 2021
Media Report Of zeenews, 23 Sept 2021
Media Report Of bbc, 14 Sept 2021
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044