Friday, April 25, 2025
ગુજરાતી

Fact Check

મોરબીમાં જનતા પ્રચાર માટે નીકળેલા ભાજપના લોકોને માર મારી રહી હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ

banner_image

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ મોરબીમાં કેબલ બ્રિજ તૂટવાની દુઃખદ ઘટના બની હતી. ત્યારે આ સંદર્ભમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં જનતા ભાજપના ઝંડા લઈને આવેલા લોકોને માર મારતા જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મોરબીમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના લોકોને જનતા માર મારી રહી છે.

ફેસબુક યુઝર્સ “ગુજરાતના મોરબીમાં મોરબીની જનતા ભાજપ વાળા નું હાર્દિક સ્વાગત કરી રહી છે” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે. વાયરલ વીડિયોના અંદર લખવામાં આવ્યું છે કે “હવે ક્યાંઈ ભાજપનો પ્રચાર સંભળાઈ તો લોકો મારવા દોડે છે

મોરબીમાં જનતા પ્રચાર માટે નીકળેલા ભાજપના લોકોને માર મારી રહી હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
Screen Shot Of Facebook User Jignesh sinh Vaghela

ગુજરાત વિધાનસભા ચૂંટણી સંદર્ભે ફેલાયેલા ભ્રામક દાવા પર Newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક રિપોર્ટ અહીંયા વાંચો

Fact Check / Verification

મોરબીમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના લોકોને જનતા માર મારી રહી હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ વિડીયોના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા 6 ઓગષ્ટ 2022ના રોજ ટાઈમ્સ નાઉની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ આ વિડિયો જોવા મળે છે. જે મુજબ ટીએમસી ધારાસભ્ય અસિત મજુમદાર અને તેમના સમર્થકોએ પશ્ચિમ બંગાળમાં બીજેપી કાર્યકર્તાઓ સાથે અથડામણ કરી હતી. આ વીડિયોમાં વાયરલ વીડિયોના અંશો જોઈ શકાય છે.

વધુમાં, અમને 6 ઓગસ્ટના રોજ પશ્ચિમ બંગાળના નંદીગ્રામના બીજેપી ધારાસભ્ય શુભેન્દુ અધિકારી દ્વારા પણ ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કરતા તેમણે TMC ધારાસભ્ય અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચેની અથડામણનો ઉલ્લેખ કર્યો હતો.

આ ઉપરાંત, પ્રભાત ખબર અને એક્સપ્રેસ ગ્રૂપની બંગાળી વેબસાઈટ દ્વારા પણ આ અંગેના અહેવાલો પ્રકાશિત કર્યા હતા. જે અનુસાર, અસિત મજુમદારે આરોપ લગાવ્યો હતો કે તેઓ વિધાનસભા માંથી પાછા ફરી રહ્યા હતા ત્યારે બીજી બાજુથી આવતા બીજેપી સમર્થકોના સરઘસએ તેમની કારને ઘેરી લીધી હતી અને તેમને માર માર્યો હતો. જયારે ભાજપે ટીએમસી ધારાસભ્યના આ આરોપોને નકારી કાઢ્યા હતા.

Conclusion

મોરબીમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના લોકોને જનતા માર મારી રહી હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ વિડીયો ખેરખર પશ્ચિમ બંગાળમાં બનેલ ઘટના છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસી ધારાસભ્ય અને ભાજપ સમર્થકો વચ્ચેની અથડામણનો જૂનો વીડિયો ગુજરાતનું મોરબીનો હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

Result : False

Our Source

Youtube Video by Times Now
Tweet by Suvendu Adhikari
Report by Prabhat Khabar & Expree Bangla

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,908

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.