Claim : હૈદરાબાદ પોલીસ દ્વારા સૂચના, ઠંડા પીણામાં ઈબોલા વાયરસનું દૂષિત લોહી ભેળવવામાં આવ્યું છે.
Fact : હૈદરાબાદ શહેર પોલીસે ટ્વીટમાં વાયરલ દાવાને ખોટો ગણાવ્યો હતો.
દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં ઠંડા પીણા ન પીવાની અપીલ કરતી ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ અને વોટ્સએપ મેસેજ વાયરલ થાય છે. આ ક્રમમાં હૈદરાબાદ પોલીસના નામે ઠંડા પીણા ન પીવાની અપીલ કરતી પોસ્ટ વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવ્યો છે કે “હૈદરાબાદ પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે કે આગામી કેટલાક દિવસો સુધી 7U, ફેન્ટા, કોકાકોલા પેપ્સી જેવા ઠંડા પીણા ન પીશો, કારણ કે કંપનીના એક કામદારે ઇબોલા વાયરસનું દૂષિત લોહી તેમાં ભેળવ્યું છે.” આ ઉપરાંત, હૈદરાબાદ પોલીસે આ દાવો NDTV ન્યુઝના રિપોર્ટના આધારે કર્યો હોવાનું જણાવ્યું છે.

Fact Check / Verification
હૈદરાબાદ પોલીસના નામે ઠંડા પીણા ન પીવાની અપીલ કરતી પોસ્ટ અંગે હૈદરાબાદ પોલીસે 13 જુલાઈ, 2019ના રોજ શેર કરેલા એક ટ્વીટમાં વાયરલ દાવાને ખોટો ગણાવ્યો હતો. જણાવ્યું હતું કે “ઠંડા પીણા ન પીવાની અપીલ કરતી પોસ્ટ તદ્દન ભ્રામક છે, હૈદરાબાદ શહેર પોલીસે આ અંગે ક્યારેય કોઈ સંદેશ જાહેર કર્યો નથી.”
એનડીટીવીએ ઠંડા પીણામાં મળેલા ઇબોલા દૂષિત લોહી અંગે કોઈ અહેવાલ પ્રકાશિત કર્યો નથી. હકીકતમાં, આ દાવો છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપ પર શેર કરવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં, ઠંડા પીણામાં એચઆઈવી એઇડ્સના વાયરસ મળી આવવાના નામે પણ આ દાવો શેર કરવામાં આવ્યો છે. 17 ઓક્ટોબર, 2016ના રોજ ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત એક અહેવાલ અનુસાર, અગાઉ પણ આ સંદેશ NDTVના સમાચારના નામે શેર કરવામાં આવ્યો હતો.

Conclusion
ઠંડા પીણામાં ઈબોલા વાયરસનું દૂષિત લોહી ભેળવવામાં આવ્યું હોવાનો દાવો ખોટો છે. હૈદરાબાદ પોલીસના નામે ઠંડા પીણા ન પીવાની અપીલ કરી હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Result : False
Our Source
Media Reports Of New Indian Express, OCT 17, 2016
Official Tweet Of Hyderabad City Police, on JUL 13, 2019
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044