સોશ્યલ મીડિયા પર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના એક ઇન્ટરવ્યૂની તસ્વીર વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે રોનાલ્ડોને એન્કર દ્વારા પૂછવામાં આવ્યું કે તે સૌથી વધુ કોને પ્રેમ કરે છે ત્યારે રોનાલ્ડોને કહ્યું કે તે ઈસ્લામને સૌથી વધુ પ્રેમ કરે છે. યુઝર્સ રોનાલ્ડોની આ તસ્વીરને ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Fact Check / Verification
રોનાલ્ડોને લઈને વાયરલ થયેલ ઈમેજને ગુગલ રિવર્સ સર્ચ કરવા પર, અમને 28 જાન્યુઆરી 2022ના રોજ ગલ્ફ ન્યૂઝ દ્વારા પ્રકાશિત અહેવાલ જોવા મળે છે. રિપોર્ટ અનુસાર, આ તસ્વીર દુબઈમાં આયોજિત એક એક્સપોની છે. એક્સપોના ચીફ એક્સપિરિયન્સ ઓફિસર માર્જાન ફરૈદોનીએ રોનાલ્ડોનું ઇન્ટરવ્યુ લીધું હતું. જો..કે રિપોર્ટમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેના ઇસ્લામ પ્રેમ અંગે કોઈપણ ઉલ્લેખ જોવા મળતો નથી.

આ અંગે, યુટ્યુબ ચેનલ CR7 Bound પર 28 જાન્યુઆરી 2022ના રોજ અપલોડ કરવામાં આવેલ એક વિડિયો જોવા મળે છે. આ વીડિયોમાં વાયરલ તસ્વીરના ભાગ દેખાઈ રહ્યા છે. આમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો દુબઈ એક્સપોના માર્જાન ફરૈદૂનીને ઈન્ટરવ્યુ આપતા જોવા મળે છે. જેમાં તેમના જીવનના લક્ષ્યો અને મહત્વકાંક્ષાઓ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પરંતુ આ ઇન્ટરવ્યૂમાં ક્રિસ્ટિયાનોએ ક્યાંય પણ તેના ઇસ્લામને સૌથી વધુ પ્રેમ કરવા અંગેનો ઉલ્લેખ જોવા મળતો નથી.
Conclusion
ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના દુબઈ એક્સપોના ઈન્ટરવ્યુ દરમિયાનની તસ્વીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.
Result : False
Our Source
Report by Gulf News
Youtube Video by CR7 Bound
Youtube Video by virtualexpodubai
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044