ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો EVMમાં કેદ થઈ ગયા છે, 8 ડિસેમ્બરના ચૂંટણી પરિણામો જાહેર થવાના છે. આ પહેલા સોશ્યલ મીડિયા પર તેમજ ન્યુઝ ચેનલો દ્વારા જાહેર કરવામાં આવેલ એક્ઝિટ પોલની કેટલીક તસ્વીર વાયરલ થઈ રહી છે.

આ ક્રમમાં એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાત ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ આવી ગયો છે અને પોલ પ્રમાણે આમ આદમી પાર્ટીને 125, ભાજપને 42 અને કોંગ્રેસ 14 બેઠકો મળશે.

Fact Check / Verification
સૌપ્રથમ વાયરલ સ્ક્રીનશોટને નજીકથી જોયો અને જાણવા મળ્યું કે સ્ક્રીનશોટ પર એબીપી ન્યૂઝનો લોગો છે અને ન્યુઝ એન્કર રૂબિકા લિયાકતની તસ્વીર જોવા મળે છે.

આ અંગે વધુ તપાસ કરતા અમને 8 ઑક્ટોબર 2021ના રોજ એબીપી ન્યૂઝ દ્વારા અપલોડ કરાયેલા સમાન ગ્રાફિક સાથેનો એક્ઝિટ પોલ જોવા મળે છે. એબીપી ન્યૂઝના ઓફિશિયલ યુટ્યુબ એકાઉન્ટ પર પ્રકાશિત થયેલા સમાચારમાં એન્કર રૂબિકા લિયાકત ઉત્તર પ્રદેશ, પંજાબ, મણિપુર, ગોવા અને ઉત્તરાખંડ ચૂંટણી સંબંધિત એક્ઝિટ પોલની માહિતી આપી રહી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું, મતદાન બાદ એક્ઝિટ પોલના પરિણામો આવવાનું શરૂ થઈ ગયા છે. જો..કે આ સમાચાર પ્રકાશિત થયા ત્યાં સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોઈ એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવ્યા નથી. વધુમાં અહીંયા ન્યુઝ બુલેટિનમાં જોવા મળતો સર્વે અને વાયરલ પોસ્ટને સરખાવતાં જાણી શકાય છે કે ન્યુઝ ચેનલના એક્ઝિટ પોલની તસ્વીર સાથે છેડછાડ કરીને આંકડાઓ બદલાવવામાં આવેલ છે.

એબીપી ન્યૂઝ દ્વારા કોઈ સર્વે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે કે નહીં તેની પણ અમે શોધ કરી. શોધ દરમિયાન અમને એબીપી ન્યૂઝ સી-વોટર સર્વે રિપોર્ટ જોવા મળ્યો. 4 નવેમ્બર, 2022ના રોજ જાહેર થયેલા સર્વે અનુસાર, રાજ્યમાં 182 બેઠકોમાંથી ભાજપને 131-139, કોંગ્રેસને 31-39, AAPને 7-15 અને અન્યને 0-2 બેઠકો મળવાની ધારણા છે.
Conclusion
ગુજરાત ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ જાહેર થયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ ન્યુઝ બ્રેકીંગ પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવેલ છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, મણિપુર, ગોવા અને ઉત્તરાખંડ ચૂંટણી સંબંધિત એક્ઝિટ પોલની માહિતીને ગુજરાત વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોળ હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result : Altered Image
Our Source
YouTube Video uploaded by ABP News on October 8,2021
Media report published by The Quint on December 5,2022
Self Analysis
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044