Claim : બાગેશ્વર ધામમાંથી દરેકને 999 રૂપિયા મફતમાં આપવામાં આવી રહ્યા છે.
Fact : બાગેશ્વર ધામમાંથી દરેકને 999 રૂપિયા મફત આપવાના નામે શેર કરવામાં આવી રહેલો આ દાવો તદ્દન ખોટો છે.
સોશિયલ મીડિયા પર એક લિંક શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે બાગેશ્વર ધામમાંથી દરેકને 999 રૂપિયા મફતમાં આપવામાં આવી રહ્યા છે. ફેસબુક પર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની તસ્વીર સાથે 999 રૂપિયા મફતમાં આપવાની વાત કરવામાં આવી છે.

Fact Check / Verification
બાગેશ્વર ધામમાંથી દરેકને 999 રૂપિયા મફતમાં આપવામાં આવી રહ્યા હોવાના દાવાની ચકાસણી કરવા માટે અમે વાયરલ પોસ્ટમાં આપવામાં આવેલ લિંક પર ક્લિક કર્યું. જ્યાં જાણવા મળ્યું કે લિંક પર ક્લિક કર્યા પછી, એક નકલી વેબસાઇટ ખુલે છે, જે સ્ક્રૅચ કાર્ડને સ્ક્રેચ કરવાનું કહે છે.

નોંધનીય છે કે દાવો શેર કરતા પેજ અંગે સર્ચ કરતા જાણવા મળ્યું કે તે એક નકલી છે, આ પહેલા આ ફેસબુક પેજનું નામ ‘Sức Khỏe 24h’ હતું. 20 ઓગષ્ટ 2023ના રોજ આ નામ બદલીને ‘બાગેશ્વર ધામ’ કરવામાં આવ્યું હતું.
વાયરલ દાવા વિશે વધુ માહિતી માટે, ન્યૂઝચેકરે બાગેશ્વર ધામના જનસંપર્ક અધિકારી કમલ અવસ્થી સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યું કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. કોઈપણ ધાર્મિક સંસ્થા દ્વારા આવી યોજના ચલાવવાનો કોઈ અર્થ નથી. આ પેજ કેટલાક તોફાની તત્વો દ્વારા બનાવવામાં આવ્યું છે, જે સંસ્થાની લોકપ્રિયતાના નામે લોકોને છેતરે છે. સંસ્થા આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવા પણ વિચારી રહી છે. જ્યારે અમે સંસ્થાની સત્તાવાર વેબસાઇટ વિશે પૂછ્યું, ત્યારે કમલ અવસ્થીએ કહ્યું કે સંસ્થાએ વેબસાઇટ બનાવી છે, પરંતુ પૂરતા સંસાધનોના અભાવને કારણે હાલમાં વેબસાઇટ ઉપલબ્ધ નથી.
(આ પણ વાંચો : વાયરલ દાવા અંગે ન્યૂઝચેકર હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત થયેલો અહેવાલ અહીં વાંચો)
Conclusion
અમારી તપાસમાં તે સ્પષ્ટ થાય છે કે બાગેશ્વર ધામમાંથી દરેકને 999 રૂપિયા મફત આપવાના નામે શેર કરવામાં આવી રહેલો આ દાવો તદ્દન ખોટો છે. વાસ્તવમાં આ દાવો બાગેશ્વર ધામના નામના નકલી પેજ દ્વારા કરવામાં આવ્યો છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી લિંક પણ નકલી વેબસાઇટની છે.
Result : False
Our Source
Newschecker’s analysis
Newschecker’s conversation with Kamal Awasthi, Media Coordinator, Bageshwar Dham
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044