Monday, April 28, 2025
ગુજરાતી

Fact Check

Fact Check – ISISનો જૂનો વીડિયો સાઉદીમાં પાકિસ્તાની નાગરિકોને રેપની સજા તરીકે વાઇરલ

Written By Dipalkumar Shah, Edited By JP Tripathi
Aug 20, 2024
banner_image

Claim – સાઉદીમાં 7 પાકિસ્તાનીને કિશોરીના બળાત્કાર બદલ માથા કાપી મોતને ઘાટ ઉતારી નાખ્યા હોવાનો દાવો કરતો વીડિયો
Fact – તપાસમાં વીડિયો વર્ષ 2016માં આતંકી સંગઠન આઈએસઆઈએસ દ્વારા જાસૂસીના આરોપસર ઇરાકી નાગરિકોને અપાયેલી સજાનો હોવાનું જાણવા મળ્યું છે. ખોટી માહિતી સાથે વીડિયો શેર કરાયો છે.

તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં જૂનિયર ડૉક્ટરના બળાત્કાર અને હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધો છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર બળાત્કારની અન્ય ઘટનાઓ અને દોષિતોની સજા મામલે ચર્ચા જાગી છે.

પરંતુ તેની સાથે સાથે કેટલીક ફેક માહિતીઓ પણ વાઇરલ થઈ છે.

Courtesy – X/@fiza_khan786S

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સાઉદી અરેબિયામાં 16 વર્ષની કિશોરીનો બળાત્કાર કરનારા 7 પાકિસ્તાની નાગરિકોને સજારૂપે તેમના માથા ધડથી અલગ કરીને મોતને ઘાટ ઉતારી દેવાયા. આ પોસ્ટ સાથે એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.

જોકે, ન્યૂઝચેકરને તેની તપાસમાં આ વીડિયો જૂનો હોવાનો અને આતંકી સંગઠન દ્વારા એક અન્ય ઘટના સંદર્ભે રિલીઝ કરાયો હોવાનું જાણવા મળ્યું છે.

Courtesy – Newschecker Tipline

ન્યૂઝચેકરને વોટ્સએપ ટિપલાઈન (+91 9999499044) પર પણ આ દાવો ફૅક્ટચેક માટે મોકલવામાં આવ્યો છે અને તેની હકીકત તપાસવાની વિનંતી કરવામાં આવી છે.

Fact Check/Verification

વીડિયોની તપાસ માટે સૌપ્રથમ તેના કિફ્રેમ્સની મદદથી ગૂગલ રિવર્સ ઇમેજ ટુલ થકી સર્ચ રિઝલ્ટ મેળવવાની કોશિશ કરવામાં આવી.

જેમાં મધ્ય પૂર્વ (મિડલ ઇસ્ટ)ના કેટલાક મીડિયા દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયા.

તેમાં અમને અબુ ધાબીના 24 મીડિયા ચૅનલ દ્વારા પ્રકાશિત અહેવાલ મળ્યો. 20 સપ્ટેમ્બર-2016ના રોજ પ્રકાશિત આ અહેવાલમાં શીર્ષક – આઈએસઆઈએસ દ્વારા 16 ઇરાકી લોકોની નિર્મમ હત્યા સાથે ઘટનાના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

Courtesy –

અહેવાલની વિગતો અને તસવીરને જોતા એ સ્પષ્ટ દેખાય છે કે, તેમાં દર્શાવેલ પીડિતો અને વિઝ્યૂઅલ વાઇરલ વીડિયોની સાથે। મૅચ થાય છે.

વાઇરલ વીડિયોમાં કેસરી રંગના કપડાં પહેરેલી બે વ્યક્તિ અને અહેવાલમાં દર્શાવવામાં આવેલ વ્યક્તિની તસવીરો મૅચ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડર ફેલાવવા માટે આતંકી સંગઠન આઈએસઆઈએસ આ રીતે ક્રૂર હત્યા કરતા વીડિયો રિલીઝ કરવા માટે જાણીતું છે. પત્રકારોથી લઈને ઘણા બંધકોની આ રીતે તેણે હત્યા કર્યાના અહેવાલ નોંધાયા છે.

વળી આ ઘટના મામલે અમને અન્ય આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો પણ જોવા મળ્યા. જેમાં એ સ્પષ્ટ તસવીરો દર્શાવાઈ છે જે વાઇરલ વીડિયોના કીફ્રેમ્સ સાથે મૅચ થાય છે. આ અહેવાલ અહીં, અહીં, અહીં જોઈ શકાય છે.

ઉપરોક્ત મીડિયા અહેવાલો પરથી એ વાત સ્પષ્ટ છે કે જે દાવા સાથે વીડિયો શેર કરવામાં આવ્યો છે તે સંદર્ભ ખોટો છે. વળી વીડિયો વર્ષ 2016નો છે. એટલે કે જૂનો વીડિયો છે અને ઘટના પણ અલગ છે.

વધુમાં અમે સાઉદી અરેબિયામાં પાકિસ્તાની નાગરિકોને થયેલી સજા મામલે પણ તપાસ કરી તેમાં અમે પાછલા કેટલાક વર્ષોના અહેવાલો પ્રાપ્ત થયા. જોકે, કોઈ પણ અહેવાલમાં 7 પાકિસ્તાનીને એક સાથે આ રીતે સજા કરાઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

વર્ષ 2015માં એક સાઉદીના જ નાગરિકને સજા આપી હતી. ટાઇમ મૅગેઝિન દ્વારા અહેવાલ પ્રકાશિત કરાયો હતો.

વર્ષ 2018માં 4 પાકિસ્તાની નાગરિકોને બળાત્કાર બદલ સજા થઈ હતી. આ મામલે ટ્રિબ્યૂનનો 8 ફેબ્રુઆરી-2018નો અહેવાલ પણ પ્રાપ્ત થયો. આ અહેવાલમાં દર્શાવવામાં આવેલ તસવીર પણ વાઇરલ વીડિયો સાથે મૅચ થતી નથી. ઉપરાંત સજા જાહેરમાં આપવામાં આવી હતી.

સાઉદી અરેબિયામાં બળાત્કાર જેવા જઘન્ય અપરાધો મામલે મોતની સજાની જોગવાઈ છે. જોકે વર્ષ 2018 બાદ 7 પાકિસ્તાની નાગરિકોને એક સાથે માથા કાપીને મોતને ઘાટ ઉતારી સજા અપાઈ હોવાની ઘટનાના અહેવાલ અમને તપાસ દરમિયાન પ્રાપ્ત થયા નથી. સાઉદી તાજેતરમાં પણ એક સાથે કોઈ 7 પાકિસ્તાનીને બળાત્કારની સજા આપવામાં આવી નથી.

Fact Check – ‘મુસ્લિમો યુકે સહિત ભારતમાં વસ્તી વધારી તેને મુસ્લિમ રાષ્ટ્રો બનાવી રહ્યાં છે?’ શું છે વાઇરલ મૅસેજનું સત્ય

Conclusion

અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે વાઇરલ દાવાનો વીડિયો ખરેખર જૂનો છે અને તે એક અલગ ઘટનાનો વીડિયો છે. તેને ખોટી માહિતી સાથે શેર કરવામાં આવ્યો છે.

Result – False

Sources
News Report by 24 Media
News Report by ABNA Media
News Report by Al Bawaba
News Report by Atlast Press
News Report by Tribune
News Report by Time

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,946

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.