Thursday, April 17, 2025
ગુજરાતી

Fact Check

Fact Check – મહારાષ્ટ્ર ચૂંટણીમાં અવધાન ગામમાં કૉંગ્રેસના ઉમેદવારને ઝીરો વોટ મળ્યા?

Written By Dipalkumar Shah, Edited By JP Tripathi
Nov 27, 2024
banner_image

Claim – મહારાષ્ટ્ર ચૂંટણીમાં અવધાન ગામમાં કૉંગ્રેસના ઉમેદવારને ઝીરો મત મળ્યા બાદ ગામમાં વિરોધ  
Fact – કૉંગ્રેસના ઉમેદવાર કુણાલબાબા પાટીલને અવધાન ગામમાં 1,057 મત મળ્યા હતા.

તાજેતરમાં યોજાયેલ મતદાનમાં કૉંગ્રેસના ઉમેદવારને કથિત રીતે શૂન્ય મત મળ્યા બાદ મહારાષ્ટ્રના અવધાન ગામમાં વિરોધ દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. કારણ કે, વિપક્ષ ચૂંટણી પરાજય બાદ EVM અનિયમિતતાનો આક્ષેપ કરે છે.

વેરિફાઈડ પ્રોફાઈલ સહિત કેટલાક એક્સ અને ફેસબુક યુઝર્સે એવો દાવો કર્યો હતો કે કોંગ્રેસના ઉમેદવાર કુણાલબાબા પાટીલને અવધાન ગામમાં શૂન્ય મત મળ્યા હતા જેના કારણે આ વિસ્તારમાં વિરોધ થયો હતો. ન્યૂઝચેકર, જો કે, દાવો અંશતઃ ખોટો હોવાનું જણાયું હતું.

Screengrab from X post by @VarshaEGaikwad
Screengrab from Facebook post by user reporter_masami

 આવી પોસ્ટ અહીં , અહીં , અહીં અને અહીં જોઈ શકાય છે.

ન્યૂઝચેકરને અમારી વોટ્સએપ ટીપલાઈન (+91-9999499044) પર તથ્ય તપાસવાની વિનંતી કરતો દાવો પણ મળ્યો છે.

Congress Candidate Got Zero Votes ?

Fact Check/Verification

અમે ધુલે ગ્રામીણ વિધાનસભા બેઠક માટે મહારાષ્ટ્ર મતદાનના પરિણામો શોધવા માટે ચૂંટણી પંચની અધિકૃત વેબસાઈટ જોઈને શરૂઆત કરી – અવધાન ગામ એ જ મતવિસ્તાર હેઠળ આવે છે.

વેબસાઈટ અનુસાર કૉંગ્રેસના કુણાલબાબા રોહિદાસ પાટીલ ભાજપના રાઘવેન્દ્ર (રામદાદા) મનોહર પાટીલ સામે 66,000 થી વધુ મતોના માર્જિનથી સીટ હારી ગયા હતા.

Screengrab from ECI website

ગૂગલ સર્ચ થકી સંબંધિત કીવર્ડ્સ માટે અમને 25 નવેમ્બર-2024ના રોજ મુંબઈ તક દ્વારા કરાયેલી X પોસ્ટ તરફ દોરી ગઈ, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કુણાલબાબા પાટીલે અવધાન ગામમાં 1057 મત મેળવ્યા હતા અને વ્યાપકપણે જે વાઇરલ દાવો કરવામાં આવ્યો હતો તે પ્રમાણે શૂન્ય નહીં.

ત્યારબાદ અમે સ્થાનિક પત્રકાર વિશાલ ઠાકુરનો સંપર્ક કર્યો જેમણે અમને કહ્યું, “પાર્ટી કાર્યકરોએ આંદોલન કર્યું, પરંતુ કુણાલબાબા પાટીલને શૂન્ય નહીં પણ 1057 મત મળ્યા.”

ન્યૂઝચેકરે કુણાલબાબા પાટીલનો પણ સંપર્ક કર્યો, જેમણે અમને મતદાન ડેટા શીટ પ્રદાન કરી. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે કોંગ્રેસના ઉમેદવારે અવધાન ગામના બૂથ નંબર 247, 248, 249 અને 250માં કુલ 1057 મત મેળવ્યા છે. તે જ નીચે જોઈ શકાય છે.

Polling data accessed by Newschecker

X પોસ્ટ્સની શ્રેણીમાં જિલ્લા માહિતી કાર્યાલય-ધુલેએ પણ વાઇરલ દાવાને ખોટી માહિતી ગણાવી અને સ્પષ્ટતા કરી કે અવધાન ગામમાં પાટીલને 1057 મત મળ્યા છે.

Fact Check – યુએસમાં આરોપો વચ્ચે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ધરપકડની AI જનરેટેડ ઇમેજ વાઇરલ

Conclusion

આથી તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કુણાલબાબા પાટીલને અવધાન ગામમાં 1057 મત મળ્યા હતા.

Result: Partly False

Sources
X Post By Mumbai Tak, Dated November 25, 2024
Conversation With Local Journalist Vishal Thakur
Correspondence With The Office Of Kunalbaba Patil
X Post By District Information Office, Dhule, Dated November 25, 2024

(અહેવાલ ન્યૂઝચેકર મરાઠી પ્રસાદ પ્રભુ દ્વારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,830

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.