Wednesday, April 16, 2025
ગુજરાતી

Fact Check

Fact Check: ‘નીતિશકુમારે NDA છોડતા રાહુલ ગાંધી નવા પીએમ બનશે’ વાઇરલ વીડિયોનું સત્ય

Written By Dipalkumar Shah
Jun 25, 2024
banner_image

Claim – નીતિશકુમારે ફરીથી પલટી મારી, એનડીએ છોડી રહ્યા છે. હવે રાહુલ ગાંધી બનશે નવા પીએમ.


Fact – નીતિશકુમારનો વર્ષ 2022ના નિવેદનનો વીડિયો છે. જૂનો વીડિયો ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવ્યો છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ ચેનલનો વીડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે નીતિશ કુમાર ભાજપના નેતૃત્ત્વવાળી NDA (એનડીએ) ગઠબંધન છોડી રહ્યા છે. વીડિયોમાં નીતિશ કુમાર કહી રહ્યા છે કે, તેમણે “આજે જ એનડીએ છોડવાનો નિર્ણય લીધો છે.”

તપાસમાં જાણવા મળ્યું છે કે, ઉપરોક્ત વાયરલ વીડિયોમાં કરવામાં આવેલો દાવો ખોટા સંદર્ભ સાથે શેર કરાયો છે અને ગેરમાર્ગે દોરનારો છે. ખરેખર વાયરલ વીડિયો વર્ષ 2022નો છે. વર્ષ 2022માં જેડીયુના નેતા નીતીશ કુમાર બિહારમાં ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન તોડીને RJDમાં સામેલ થયા હતા. એ સમયે તેમણે એનડીએ છોડવા મામલે પત્રકારો સમક્ષ એક નિવેદન આપ્યું હતું. જે વીડિયો તાજેતરમાં ફરીથી ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવ્યો છે.

ઉપરાંત, સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઍક્સ પર પણ આ પ્રકારનો જ એક દાવો શેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે નીતીશકુમારે શું ફરી પલટી મારી. તેની સાથે એક વીડિયો બાઇટ અને ગ્રાફિક્સ શેર કરાયા છે. તેમાં નીતિશકુમારનું નિવેદન છે અને તસવીરમાં લખામ છે તેમાં લખાયું છે કે રાહુલ ગાંધી હવે નવા પીએમ બનશે.

યુઝર અનુરાગ_મિશ્રા_સમાજવાદીએ વાયરલ વીડિયો શેર કર્યો છે. વીડિયો પર લખવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધી ભારતના વડા પ્રધાન બનશે. ભારત ગઠબંધન લાઈવ. નીતિશ કુમારે ફરી પલટી મારી છે.

Courtesy – X / @Rathee0013
Courtesy – Instagram / @mira_ali_89

પોસ્ટની આર્કાઇવ લિંક અહીં અને અહીં જુઓ.

Fact Check/ Verification

વાઇરલ દાવાની સત્યતા જાણવા માટે ગૂગલ પર ‘નીતિશકુમાર એનડીએ સરકાર છોડી’ સર્ચ કરતા કેટલાક સમાચાર અહેવાલો મળે છે. તેમાં ‘ન્યૂઝ 24’ની ઑફિશિયલ યુટ્યુબ ચેનલ પર અમને 9 ઑગસ્ટ-2022ના રોજનો વીડિયો અહેવાલ જોવા મળ્યો. તેમાં પ્રસારિત અહેવાલમાં કહેવાયું છે કે, “બિહારના રાજકારણમાં મોટા ફેરબદલ કરતાં નીતિશ કુમારે એનડીએ ગઠબંધન છોડી દીધું હતું અને બિહારના મુખ્યમંત્રી પદ પરથી પણ રાજીનામું પણ આપી દીધું હતું.”

આ ઉપરાંત એનડીટીવી ન્યૂઝનો પણ 9 ઑગસ્ટ-2022ના રોજનો એક વીડિયો સમાચાર અહેવાલ પ્રાપ્ત થયો. જેમાં દાવા સાથે શેર કરાયેલ વીડિયોના જ વિઝ્યૂઅલ હોવાનું સ્પષ્ટ જોવા મળે છે.

Screengrab from NDTV News Video

આ રિપોર્ટ અનુસાર ભારતીય જનતા પાર્ટી અને નીતીશ કુમારની પાર્ટી જેડીયુ વચ્ચે ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો હતો. આથી તેમણે ભાજપ નેતૃત્ત્વવાળા એનડીએમાંથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. બિહારમાં ભાજપથી અલગ થયા બાદ તેમણે આરજેડી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી.

નીતિશ કુમારનો વાયરલ વીડિયો તે સમયનો છે જ્યારે તેમણે બિહારમાં મહાગઠબંધન તોડીને આરજેડી સાથે સરકાર બનાવી હતી. તે દરમિયાન જ તેમણે NDA છોડવાની વાત કરી હતી.

તદુપરાંત એએનઆઈ દ્વારા પણ એક ટ્વિટ કરાયું હતું તે પણ પ્રાપ્ત થયું. તેમાં પણ જોઈ શકાય છે કે વર્ષ 2022માં તેમણે એનડીએ છોડ્યું હતું અને વીડિયો બાઇટમાં નિવેદન આપ્યું હતું.

ઇકૉનૉમિક ટાઇમ્સના 5 જૂન-2024ના અહેવાલ અનુસાર વર્ષ 2017માં નીતિશકુમાર આરજેડી-કૉંગ્રેસવાળા મહાગઠબંધનમાં જોડાયા હતા પણ તેમાંથી એ જ વર્ષમાં બહાર પણ નીકળી ગયા હતા.

અને ફરીથી ભાજપ સાથે જોડાયા હતા. જોકે વર્ષ 2022માં ફરીથી તેમણે એનડીએ છોડી દીધું હતું.

એ બાદ 2024ની લોકસભા ચૂંટણીઓ પૂર્વે તેઓ ફરીથી એનડીએ ગઠબંધનમાં જોડાઈ ગયા હતા. અને એનડીએ સાથે મળીને લોકસભા ચૂંટણી લડી અને તેના સભ્ય રહ્યા.

Conclusion

વાઇરલ વીડિયો અને દાવાની તપાસમાં જાણવા મળે છે કે ખોટા સંદર્ભ સાથે વીડિયો શેર કરવામાં આવ્યો છે. નીતિશકુમારે ભૂતકાળમાં વર્ષ 2022માં એનડીએ છોડ્યું હતું, ત્યારનો એ વીડિયો છે.

Result – Missing Context

Sources
News Report by News24, dated, 9 Aug, 2022
Video Report by NDTV, dated, 9 Aug, 2022
News Report by Economic Times, 05 June, 2024


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
No related articles found
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,795

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.