સોશિયલ મીડિયા એપ્સ જેવી કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટસએપ થોડા દિવસો પહેલા કેટલીક કલાકો માટે બંધ થયું હતું. આ કારણે ઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ત્રણે પ્લેટફોર્મની માલિકી ફેસબુક પાસે છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થોડા કલાકો માટે બંધ થતા ટ્વિટર પર #માર્ક ઝુકરબર્ગ અને વોટસએપની સમસ્યા અંગે લોકોએ પોસ્ટ શેર કરી હતી.
સોશિયલ મીડિયા એપ્સ બંધ થયાની ઘટના બાદ અનેક પ્રકારે ચર્ચાઓ ચાલી રહી હતી, જેમાં કેટલાક ભ્રામક મેસેજ પણ વાયરલ થયેલા છે. આ ક્રમમાં એક વોટસએપના નવા નિયમો અંગે ઓડીઓ કલીપ ખુબ જ શેર થઈ રહી છે, જે મુજબ વોટસએપ મેસેજ સુવિધા માટે હવે 499નો ચાર્જ ચૂકવવો પડશે અને દરરોજ રાત્રે 11:30 થી સવારે 6 વાગ્યા સુધી સર્વિસ બંધ રહેશે. સાથે જ આ મેસેજ PM મોદી દ્વારા આપવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ઓડીઓ કલીપ સાથે કરવામાં આવેલ દાવા મુજબ “વોટ્સએપ મેસેન્જર દરરોજ રાત્રે 11:30 થી 6:00 સુધી બંધ રહેશે, આ સંદેશ કેન્દ્ર સરકાર, પીએમ મોદી દ્વારા આપવામાં આવ્યો છે, જો તમે આ સમસ્યાથી બચવા માંગતા હો, તો તમારે આ મેસેજ તમારી તમામ કોન્ટેક્ટ લિસ્ટમાં મોકલવો પડશે. , આપણે જાણીએ છીએ કે આવતીકાલે રાતથી વોટ્સએપ પર વિડીયો સ્ટેટસ અને ફોટો ડાઉનલોડ બંધ થઈ ગયા છે, વોટ્સએપ પર તેના યુઝર્સની સંખ્યામાં સતત વધારો થયો છે અને તેનો ઉપયોગ પણ ખૂબ જ વધી રહ્યો છે જે દેશ માટે હાનિકારક છે.”
Factcheck / Verification
સોશિયલ મીડિયા એપ્સ વોટસએપ માટે હવે ચાર્જ ચૂકવવો પડશે તેમજ રાત્રીના ચોક્કસ સમય માટે સેવા બંધ રાખવામાં આવશે જેવા દાવા સાથે વાયરલ થયેલ ઓડીઓ કલીપ અંગે ગુગલ સર્ચ કરતા indianexpress, firstpost અને amarujala દ્વારા જુલાઈ 2019માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ વોટસએપ અથવા PM ઓફિસ તરફથી કોઈપણ ઓફિશ્યલ જાહેરાત કરવામાં આવેલ નથી. વાયરલ દાવો તદ્દન ભ્રામક છે, માત્ર થોડા સમય માટે આ સોશિયલ મીડિયા એપ્સની સેવા બંધ કરવામાં આવી હતી.



વાયરલ મેસેજ અંગે વધુ માહિતી યુટ્યુબ પર IndiaTV દ્વારા સપ્ટેમ્બર 2019માં પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન પર જોવા મળે છે. અહીંયા ન્યુઝ સંસ્થાન દ્વારા વાયરલ દાવા પર ફેકટચેક કરવામાં આવ્યું છે, તેમજ સોશ્યલ મીડિયા એક્સપર્ટ સાથે પણ વાતચીત કરવામાં આવેલ છે. જે મુજબ વોટસએપ અંગે વાયરલ થયેલ મેસેજ તદ્દન ભ્રામક છે.
ઉપરાંત, વાયરલ ઓડીઓ કલીપ અને ન્યુઝ બુલેટિનમાં સંભળાય રહેલ અવાજ ધ્યાન પૂર્વક સાંભળતા જાણવા મળે છે કે IndiaTVના એન્કર દ્વારા ન્યુઝ બુલેટિન સમયે બોલવામાં આવેલ વાયરલ ક્લેમના ભાગને ભ્રામક રીતે વાયરલ કરવામાં આવેલ છે.
વોટસએપ અને ઇન્સ્ટાગ્રામ આ બન્ને પર ફેસબુકની માલિકી છે, જેથી ટ્વીટર પર ઓફિશ્યલ એકાઉન્ટ પર વાયરલ દાવા અંગે સર્ચ કરતા જુલાઈ 2019માં કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જ્યાં તેઓએ વોટસએપ અને ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર કે વિડિઓ અપલોડ ના થઈ શકવાની પોતાની ક્ષતિ અંગે જાણકારી આપતા કહ્યું છે કે આ સમસ્યાને ટૂંક સમયમાં ઉકેલવામાં આવશે.
જયારે હાલમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટસએપ સર્વિસ થોડા કલાકો માટે બંધ થવા પર ફેસબુકે 4 ઓક્ટોબરના ટ્વીટ મારફતે જાણકારી આપી હતી, અને લોકોને આવતી સમસ્યા માટે માફી માંગી હતી. તેમજ તમામ સોશિયલ મીડિયા સર્વિસ જલ્દી તમામ યુઝર્સ માટે ફરી શરૂ થવા અંગે માહિતી આપવામાં આવી હતી.
વધુ માહિતી માટે વોટસએપ દ્વારા પબ્લિશ કરવામાં આવેલ બ્લોગ અહીંયા જોઈ શકાય છે, જ્યાં એપ્સ પર આપવામાં આવતી તમામ સુવિધા અને ફંક્શન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે. અહીંયા વોટસએપ દરરોજ રાત્રે બંધ થશે તેમજ 499રૂ ચાર્જ ચૂકવવો પડશે વગેરે જેવા દાવાઓ અંગે કોઈપણ માહિતી જોવા મળતી નથી.
Conclusion
PM મોદી દ્વારા મેસેજ આપવામાં આવ્યો હોવાના દાવા સાથે વોટસએપના નિયમો અંગેનો વાયરલ મેસેજ કે ઓડીઓ કલીપ તદ્દન ભ્રામક છે. દરરોજ રાત્રે વોટસએપ બંધ થશે તેમજ દર મહિને 499રૂ ચાર્જ ચૂકવવો પડશે જેવા તમામ દાવાઓ ભ્રામક છે. વોટસએપ ગ્રુપ દ્વારા આ પ્રકારે કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી, તેમજ PMO ઓફિસ તરફથી પણ વોટસએપ મેસેજ સર્વિસ મુદ્દે કોઈપણ જાહેરાત કરવામાં આવેલ નથી.
Result :- False
Our Source
indianexpress
firstpost
IndiaTV
Facebook Tweet
whatsapp blog
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044