ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈ દેશના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતા. સોશ્યલ મીડિયા પર મોરારજી દેસાઈ અંગે અનેક માહિતી શેર થતી હોય છે. આ ક્રમમાં ફેસબુક પર ‘ભૂતપૂર્વ PM મોરારજી દેસાઈનો ગરબે ઝૂમતો વિડીયો’ ટાઇટલ સાથે વિડિઓ વાયરલ થયેલ છે. 66 વર્ષની ઉંમર છતાં મોરારજી દેસાઈ પોતાના જોડીદાર સાથે એટલી જ સ્ફૂર્તિથી ગરબે રમી રહ્યા હોવાના દાવા સાથે વિડીઓમાં બે મોટી ઉમર ધરાવતા વ્યક્તિ ગરબે ઝુમતા દેખાઈ રહ્યા છે.

ન્યુઝ સંસ્થાન Rajkot Mirror News દ્વારા ‘ભૂતપૂર્વ PM મોરારજી દેસાઈનો ગરબે ઝૂમતો વિડીયો‘ ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે, જે Crowdtangle ડેટા મુજબ 1.7M થી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે. જયારે, વાયરલ દાવા અંગે ગુગલ સર્ચ કરતા Divyabhaskar અને Zee 24 Kalak દ્વારા સમાન ભ્રામક દાવા સાથે 2018માં પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ અને અહેવાલ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, 2018માં પણ નવરાત્રિના સમયગાળા દરમિયાન પ્રથમ વખત આ વિડિઓ વાયરલ થયો હતો.


Fact Check / Verification
ભૂતપૂર્વ PM મોરારજી દેસાઈનો ગરબે ઝૂમતો વાયરલ વિડીયો અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન Deshgujarat દ્વારા ઓક્ટોબર 2018ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. મળતી માહિતી અનુસાર, વાયરલ વિડિઓ તદ્દન ભ્રામક ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ છે.

Deshgujarat એ મોરારજી દેસાઈના પર પૌત્ર મધુકેશ્વર દેસાઈનો સંપર્ક કર્યો હતો, જેમણે આ વીડિયો જોયા પછી પુષ્ટિ કરી કે આ મોરારજી દેસાઈ નથી. ઉપરાંત, તેમણે કહ્યું કે મોરારજી દેસાઈ હંમેશા ચૂડીદાર પહેરતા અને માત્ર પહેરવેશ નહીં, ઊંચાઈ, શરીરનું બંધારણ, રંગ બધું મોરારજી દેસાઈના દેખાવ કરતાં અલગ છે. વિડીઓમાં દેખાઈ રહેલ વ્યક્તિ કુંવરજી નરશી લોડ્યા છે, જેઓ મુંબઈ ખાતે 1995માં એક લગ્ન પ્રસંગે ગરબા રમી રહ્યા છે.
આ પણ વાંચો :- અશોકવાટિકામાં માતા સીતા જે શિલા પર બિરાજતા હતા તે પરત લાવવામાં આવી હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
VTV ન્યુઝ દ્વારા 13 નવેમ્બરના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ તેઓએ વાયરલ વિડીઓના તથ્યો માટે કુંવરજી નરશી લોડ્યાના દિકરા ચંદ્રકાન્ત લોડ્યાનો સંપર્ક કર્યો હતો. જ્યાં તેમને જાણવા મળ્યું કે આ વિડીયો અંદાજીત 26 વર્ષ જૂનો છે, જે એક લગ્ન પ્રસંગમાં ઉતારવામાં આવ્યો હતો. વિડીયોમાં જે ચશ્માં પહેરેલી વડીલ વ્યક્તિ છે, તે અન્ય કોઈ નહિ તેમના પિતા કુંવરજી નરશી લોડ્યા છે.

આ તમામ ઉપરાંત, અમે મોરારજી દેસાઈના પર પૌત્ર મધુકેશ્વર દેસાઈનો સંપર્ક કર્યો હતો. જ્યાં તેઓએ જણાવ્યું કે વાયરલ વિડિઓ છેલ્લા ઘણા વર્ષોથી ભ્રામક દાવા સાથે નવરાત્રીના સમયગાળા દરમિયાન શેર કરવામાં આવે છે. વિડીઓમાં દેખાઈ રહેલ વ્યક્તિ કુંવરજી નરશી લોડ્યા છે, જે અંગે અગાઉ પણ સ્પષ્ટતા આપવામાં આવેલ છે.
Conclusion
ભૂતપૂર્વ PM મોરારજી દેસાઈનો ગરબે ઝૂમતો વાયરલ વિડીયો તદ્દન ભ્રામક છે. મોરારજી દેસાઈના પર પૌત્ર મધુકેશ્વર દેસાઈ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે, વાયરલ વિડીઓમાં દેખાઈ રહેલ વ્યક્તિ કુંવરજી નરશી લોડ્યા છે. તેમજ આ વિડિઓ 1995માં મુંબઈ ખાતે એક લગ્ન પ્રસંગે લેવામાં આવેલ છે. ભૂતપૂર્વ PM મોરારજી દેસાઈ ગરબા રમી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ ન્યુઝ સંસ્થાન અને સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
Vtvgujarati :- (https://www.vtvgujarati.com/news-details/fact-check-is-morarji-desai-playing-hard-learn-the-truth-about-viral-videos)
Deshgujarat :- (https://www.deshgujarat.com/2018/10/22/raas-dance-video-viral-in-name-of-morarji-desai-is-fake-it-hasnt-morarji-desai-in-it/)
Phone Verification
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044