દેશ આખો ઇંધણના ભાવ વધારથી વિરોધ નોંધાવી રહ્યો છે, ગેસ-પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે અનેક ચર્ચા સોશ્યલ મીડિયા પર ચાલી રહી છે. આ ક્રમમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલ TV9 ગુજરાતીની બ્રેકીંગ ન્યુઝ પ્લેટ વાયરલ થયેલ છે. ફેસબુક અને વોટસએપ પર “વાહ મૂખ્ય મંત્રી હોય તો આવા સીધો ધડાકો કરીયો હો” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલ ભ્રામક દાવા મુજબ નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર લગાવવામાં આવતા ટેક્ષ હટાવ્યા અને હવેથી પેટ્રોલ રૂ 72 અને ડીઝલ રૂ 68 મળશે.


Factcheck / Verification
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર લગાવવામાં આવતા ટેક્ષ હટાવ્યા અને હવેથી પેટ્રોલ રૂ 72 અને ડીઝલ રૂ 68 મળવાનું હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા TV9 ગુજરાતી દ્વારા પોસ્ટ કરવામાં આવેલ અનેક ન્યુઝ બ્રેકીંગ પ્લેટ જોવા મળે છે. જયારે વાયરલ ન્યુઝ બ્રેકીંગ પ્લેટને ધ્યાન પૂર્વક જોતા જાણવા મળે છે કે અહીંયા તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવેલ છે.

ન્યુઝ ચેનલ TV9 દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ખબર ઉપર એડિટિંગ મારફતે ભ્રામક લખાણ લખવામાં આવ્યું છે. અહીંયા વાયરલ તસ્વીર અને ન્યુઝ ચેનલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ તસ્વીર પણ જોઈ શકાય છે. જયારે હકીકતમાં ગાંધીનગર ખાતે સરકારી ગાડીમાં દારૂની હેરાફેરી કરતા કર ચાલકની ધરપકડ કરવામાં આવી હતી, જે અંગે સમાચાર અહેવાલો પણ જોવા મળે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હોવાના દાવા પર વધુ સચોટ માહિતી માટે CMO ગુજરાત અને પેટ્રોલિયમ મિનિસ્ટ્રીની ઓફિશ્યલ વેબસાઈટ સર્ચ કરતા આ પ્રકારે પેટ્રોલ પર લગતા ટેક્ષ કે તેના ભાવમાં ઘટાડો કરાયો હોવા અંગે માહિતી જોવા મળતી નથી.
Conclusion
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર લગાવવામાં આવતા ટેક્ષ હટાવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ ન્યુઝ ચેનલ બ્રેકીંગ પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવેલ છે. એડિટિંગ મારફતે ન્યુઝ ચેનલ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ખબર પર ભ્રામક લખાણ લખવામાં આવેલ છે. મુખ્યમંત્રી કે ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ ઘટાડો કરવામાં આવ્યો નથી.
Result :- False
Our Source
Google Reverse Image Search
CMO Gujarat
ppac.gov.in
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044