Saturday, April 26, 2025
ગુજરાતી

Fact Check

વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ ઉમેદવારનો 2017નો જૂનો વિડીયો વાયરલ

banner_image

પાટણ જિલ્લાના રાધનપુર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લવિંગજી ઠાકોરની ઉમેદવારી નક્કી થઈ છે. સોશ્યલ મીડિયા પર લવિંગજી ઠાકોરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓને એક ભાષણ દરમિયાન “ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવે છે” બોલતા સાંભળી શકાય છે. યુઝર્સ આ વીડિયોને વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં શેર કરી રહ્યા છે.

ફેસબુક પર “હાંભળો ભાજપ ના રાધનપુર ના ઉમેદવાર હુ કે હે?” ટાઇટલ સાથે રાધનપુર બેઠકના ઉમેદવાર લવિંગજી ઠાકોરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ન્યુઝ ચેનલ ABP અસ્મિતાના દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વીડિયોના એક ભાગને અહીંયા ગુજરાત વિધાનસભા ચૂંટણી સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે.

વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ ઉમેદવારનો 2017નો જૂનો વિડીયો વાયરલ

ઉલ્લેખનીય છે કે ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી 2017 વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માંથી લડ્યા હતા અને જીત મેળવી હતી. જો..કે પાછળથી તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણની બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે, અને સ્થાનિક નેતા તરીકે રાધનપુર બેઠક પરથી લવિંગજી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ પર Newschecker દ્વારા કરવામાં આવેલ ફેકટચેક

Fact Check / Verification

ભાજપના રાધનપુર બેઠકના ઉમેદવાર લવિંગજી ઠાકોરના વાયરલ વિડીયો અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા યુટ્યુબ પર ABP અસ્મિતા દ્વારા ડિસેમ્બર 2017ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે.

અહીંયા, લવિંગજી ઠાકોરના ભાષણની શરૂઆત પોતાને ટિકિટ મળવા બદલ ભાજપને ધ્યાનવાદ આપવાથી થાય છે. ભાષણ સમયે વચ્ચે લવિંગજી દ્વારા ‘ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવે છે‘ બોલવામાં આવે છે. જો..કે પાછળથી તેઓએ દ્વારા ‘ગુજરાતમાં ભાજપની સરકાર આવે છે‘ બોલવામાં આવ્યું હતું.

આ અંગે GSTV અને Mantavyanews ન્યુઝ ચેનલ દ્વારા 2017માં પ્રકાશિત કરાયેલા અહેવાલ પણ જોવા મળે છે. જે મુજબ, રાધનપુર વિધાનસભાના ઉમેદવાર લવિંગજી ઠાકોરની જીભ લપસી હતી. સભાના સંબોધન દરમ્યાન તેમણે ઉત્સાહમાં કહી નાખ્યુ કે, આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે.

વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ ઉમેદવારનો 2017નો જૂનો વિડીયો વાયરલ

Conclusion

ભાજપના રાધનપુર બેઠકના ઉમેદવાર લવિંગજી ઠાકોરના ભાષણની વિડીયો 2017ની વિધાનસભા ચૂંટણી સમયે બનેલ ઘટના છે. લવિંગજી ઠાકોરની જીભ લપસી હતી અને ભાષણ દરમ્યાન તેમણે કહ્યું હતું કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે. સોશ્યલ મીડિયા યુઝર્સ 2017ના આ વિડીયોને ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં શેર કરી રહ્યા છે.

Result : Missing Context

Our Source

YouTube Video Of ABP Asmita, DEC 2017
Media Report of GSTV અને Mantavyanews

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
No related articles found
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,924

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.