ગુજરાતમાં નવા મુખ્યમંત્રી સાથે નવા કેબિનેટ મંડળની રચના કરવામાં આવી છે, ભાજપની નો રિપીટ થિયરી હેઠળ તમામ નવા ચહેરાઓ મંત્રી તરીકે ઉભા કરવામાં આવ્યા છે. આ ક્રમમાં એક સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે. બિહારના 8 પાસ મંત્રી IPS અને IAS સાથે મિટિંગ કરી રહ્યા હોવાના દાવા સાથે એક તસ્વીર શેર કરવામાં આવેલ છે.
ફેસબુક પર 1હજારથી વધુ લોકો દ્વારા “દિલ્હીમાં ભણેલા નેતાને ચૂંટવા બાદ થયેલો વિકાસ આપણી સામે છે, હવે દેશના બીજા ભાગોમાં પણ આવા નેતાઓ ચૂંટવા પડશે” ટાઇટલ સાથે IPS અને મંત્રી વચ્ચેની મિટિંગની તસ્વીર શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
બિહારના 8 પાસ મંત્રી IPS અને IAS સાથે મિટિંગ કરી રહ્યા હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ તસ્વીરને ધ્યાનપૂર્વક જોતા મિટિંગ લઇ રહેલા નેતા ગુજરાતના નવા બનેલા હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી હોવાનું જણાય છે. જે મુદ્દે તેમના ઓફિશ્યલ ફેસબુક એકાઉન્ટ પર સર્ચ કરતા 25 સપ્ટેમ્બરના ગુજરાત પોલીસના વડાઓ સાથે થયેલ મિટિંગ અંગે જાણકારી આપતી પોસ્ટ જોવા મળે છે, જ્યાં વાયરલ તસ્વીર પણ જોઈ શકાય છે.

આ પણ વાંચો :- શું ખરેખર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર લગાવવામાં આવતા ટેક્ષ હટાવ્યા?
જયારે, હર્ષ સંઘવી વિષે ગુગલ સર્ચ કરતા ourneta અને myneta વેબસાઈટ પર આપવામાં આવેલ માહિતી જોવા મળે છે, જે મુજબ હાલના ગુજરાત હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી માત્ર 8 ધોરણ પાસ હોવાની માહિતી મળે છે. તેમનો જન્મ ગુજરાતના સુરત શહેર ખાતે થયેલ છે, અને તેઓ 2010માં ગુજરાત ભાજપ યુવા મોર્ચાના પ્રમુખ પણ રહી ચુક્યા છે.

Conclusion
બિહારના 8 પાસ મંત્રી IPS અને IAS સાથે મિટિંગ કરી રહ્યા હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીરમાં દેખાઈ રહેલા નેતા ગુજરાતના નવા બનેલા હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી છે.
Result :- Misleading
Our Source
HMO Harsh Sanghvi Facebook
MyNeta & OurNeta
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044


