ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી માટે નેતાઓ દ્વારા પ્રચાર કાર્યક્રમો કરી રહ્યા હતા, ત્યારે માણાવદર વિધાનસભા બેઠક પર નીતિન કુમાર ફળદુ માટે પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. આ જાહેર સભાનો એક વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે, જેમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા કહેવામાં આવ્યું કે ‘અહીંયા પાણી નથી, સ્ત્રીઓ સલામત નથી, બેરોજગારી છે, ગુજરાતમાં ભૂખમરો જ છે’ ફેસબુક પર આ ભાષણનો 10 સેકન્ડનો વિડિઓ યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને યુટ્યુબ પર Parshottam Rupala દ્વારા 8 ડિસેમ્બર, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો જોવા મળે છે. જેમાં પુરુષોત્તમ રૂપાલા ગુજરાતની ચૂંટણી સમયે માણાવદર ખાતે જાહેરસભાને સંબોધન કરી રહ્યા છે. આ સભામાં તેઓ એવું કહી રહ્યા છે કે, કોંગ્રેસ દ્વારા આ વખતે એવો જ પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં વીજળી, પાણી, રસ્તા, કાયદો અને વ્યવસ્થા નથી. વધુમાં તેઓ એ પણ કહે છે કે, ગુજરાતમાં બહેનો સલામત નથી અને ભૂખમરો પણ છે. આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અધૂરો છે.
આ મુદ્દે વધુ તપાસ કરતા tube2 વેબસાઈટ પર પણ સમાન વિડિઓ જોવા મળે છે, જે મુજબ આ ભાષણ 2017માં થયેલ ચૂંટણી સમયે કોંગ્રેસ પર કરવામાં આવેલ ટિપ્પણી છે.
Conclusion
પુરષોતમ રૂપાલાના વાયરલ થયેલ ભાષણનો વિડિઓ એડિટેડ અને જૂનો છે. 2017માં ચૂંટણી સમયે આપવામાં આવેલ ભાષણનો વિડિઓ માંથી 10 સેકન્ડનો એક ભાગ ફેસબુક પર ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે. વાયરલ ભાષણનો પૂરો વિડિઓ પુરષોતમ રૂપાલા દ્વારા યુટ્યૂબ પર 2017માં પબ્લિશ કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)