દિવાળીની ઉજવણી આ વર્ષે ખુબ જ હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી છે, કોરોના કેસ નિયંત્રણમાં હોવાથી સરકાર દ્વારા અનેક છૂટછાટ આપવામાં આવેલ છે. વડાપ્રધાન મોદી દરેક વર્ષે સેનાના જવાનો સાથે દિવાળી મનાવે છે, આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં આવેલ નૌશેરા સેક્ટર ખાતે દિવાળીની ઉજવણી કરી હતી. સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારે દિવાળીની શુભેચ્છા અને ઉજવણીની પોસ્ટ શેર થયેલ છે, આ ક્રમમાં ભારત-પાક બોર્ડર પર દિવાળીની ઉજવણી નિમિતે બન્ને દેશના જવાનો એ એકબીજા ને મીઠાઈ આપી હોવાના દાવા સાથે વિડિઓ પોસ્ટ વાયરલ થયેલ છે.
ન્યુઝ સંસ્થાન ‘અબતક ન્યુઝ‘ દ્વારા 5 સપ્ટેમ્બરના “ભારત-પાક બોર્ડર પર દિવાળીની ઉજવણી, બંને દેશના જવાનોએ આપી એકબીજાને મીઠાઈ” ટાઇટલ સાથે ફેસબુક પર એક વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે. વિડીઓમાં બન્ને દેશના જવાનો એકબીજાને મીઠાઈ અને ગિફ્ટ પેકેટ ભેટ આપી દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. વિડિઓ કુલ 129k લોકો દ્વારા જોવામાં આવ્યો છે, અહીંયા crowdtangle ડેટા પણ જોઈ શકાય છે.
Factcheck / Verification
ભારત-પાક બોર્ડર પર દિવાળીની ઉજવણી કરવામાં આવી અને બન્ને દેશના જવાનોએ મીઠાઈ ભેટ આપી હોવાના દાવા સાથે પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ અંગે ગુગલ સર્ચ કરતા ANI અને NDTV દ્વારા 4 નવેમ્બરના કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે, જેમાં આ વર્ષે LOC ખાતે બન્ને દેશના જવાનો દ્વારા ભેટ આપવામાં આવી હોવાનો વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
આ પણ વાંચો :- ભારત 100 કરોડ વેક્સીન ડોઝ આપનાર દુનિયામાં પ્રથમ દેશ હોવાના ભ્રામક દાવા સાથે મંત્રી અને TV એન્કરની ટ્વીટ વાયરલ
જયારે, વાયરલ વિડિઓના કિફ્રેમ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા Headlines Today દ્વારા 26 જાન્યુઆરી 2015ના યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. મળતી માહિતી મુજબ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગ રૂપે બન્ને દેશના જવાનો મીઠાઈ ભેટ આપે છે.
26 જાન્યુઆરીના ભારત અને પાકિસ્તાન જવાનો વચ્ચે મીઠાઈ ભેટ આપવામાં આવી હોવા અંગે ગુગલ સર્ચ કરતા indianexpress, ANI અને rediff દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ મુજબ જમ્મુના ઉરી સેક્ટર ખાતે કમાન બ્રિજ પર બન્ને દેશના જવાનો દ્વારા 66માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિતે મીઠાઈ ભેટ આપવામાં આવી હતી.

Conclusion
ન્યુઝ સંસ્થાન દ્વારા ભારત-પાક બોર્ડર પર જવાનો દ્વારા દિવાળીના દિવસે એકબીજાને મીઠાઈ આપી ઉજવણી કરી હોવાના દાવા સાથે 2015નો વિડિઓ શેર કરવામાં આવેલ છે. 2015માં 26મી જાન્યુઆરીના દિવસે બન્ને દેશના જવાનોએ મીઠાઈ ભેટ આપી હતી, વાયરલ વિડિઓ ઉરી સેકટરના કમાન બ્રિજ પર 2015ના લેવામાં આવેલ છે.
Result :- Misplaced Context
Our Source
ANI
rediff
Headlines Today
indianexpress
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044