“પાકિસ્તાન નાગરિકો આંતરિક યુદ્ધ લડી રહ્યા છે”, “પાકિસ્તાનના લોકો રસ્તાઓ પર ઉતર્યા છે” , આવા કેટલાક દાવાઓ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. આ તમામ દાવાઓ વચ્ચે એક ચિત્ર ખાસ શેર કરવામાં આવી રહ્યું છે. જે લોકોએ ચિત્ર શેર કર્યું છે તે દાવો કરે છે કે કરાચીની એક રેલીમાં ભારતનો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
Crowdtangleના ડેટા અનુસાર, આ ફોટો સાથેનો આ દાવો 20 ઓક્ટોબર 2010 ના રોજ બપોરે 2.50 વાગ્યે ટ્વિટર પર ‘મોસાદ’ નામના હેન્ડલ સાથે પોસ્ટ કરાયો હતો.

તે જ સમયે, આ તસવીર ફેસબુક પર આ દાવા સાથે શેર કરવામાં આવી રહી છે કે પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધ શરૂ થયું છે, કરાચી પોલીસ અને પાકિસ્તાની સૈન્ય વચ્ચેની અથડામણમાં ભારતનો તિરંગો લહેરાયો હતો.

Factcheck / Verification
આ બધા દાવાઓમાં સમાન ચિત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ લખવામાં આવ્યું છે કે ‘કાલે કરાચીમાં…’. સૌ પ્રથમ, અમે જાણવાનો પ્રયત્ન કર્યો કે કરાચીમાં ક્યારે રેલી થઈ અને આ રેલીનું નેતૃત્વ કોણ કરી રહ્યું હતું. આ માટે અમે પાકિસ્તાની મીડિયા અહેવાલો તપાસવાનું શરૂ કર્યું.
પાકિસ્તાનના પ્રતિષ્ઠિત અખબાર ડોનની વેબસાઇટ્સ પર મૂકવામાં આવેલા અહેવાલ મુજબ, 18 ઓક્ટોબરે લગભગ 13 પક્ષો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ વિરોધ કરવા એકઠા થયા હતા. આ રેલીમાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ શરીફે પણ હાજરી આપી હતી.

જે બાદ ટ્વિટર પર પાકિસ્તાની પોલિટિકલ પાર્ટીના એકાઉન્ટની શોધખોળ શરૂ કરી. જેમાં પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ દ્વારા કરવામાં આવેલી રેલીની કેટલીક તસવીરો મળી આવે છે, પરંતુ આ તસવીરોમાં ભારતીય ત્રિરંગો ક્યાંય જોવા મળ્યો ન હતો.

પાકિસ્તાન મુસ્લિમ લીગ દ્વારા આ રેલીના ડ્રોનમાંથી લેવામાં આવેલા કેટલાક વીડિયો પણ પોસ્ટ કરાયા હતા. આમાં પણ આપણે ક્યાંય ત્રિરંગો જોયો ન હતો.
અમે આ રેલીના વીડિયો યુ ટ્યુબ પર પણ જોયા હતા જ્યાં આ રેલીના સમાચાર ઘણા આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા પ્રાપ્ત થયા હતા. આમાં પણ આપણે ક્યાંય ભારતનો ધ્વજ જોઈ શક્યા નહીં.
ભારત કે પાકિસ્તાન ન તો મુખ્ય પ્રવાહના માધ્યમોએ પણ આવા કોઈ સમાચાર બતાવ્યા ન હતા જ્યાં જણાવાયું હતું કે આ રેલીમાં ભારતનો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે. પાકિસ્તાનના કેટલાક રાજકીય પક્ષનો ધ્વજ હોય જે દૂરથી ભારતના ત્રિરંગો જેવો દેખાય જેના પર ગુગલ સર્ચ કરતા પાકિસ્તાન અવામી તેહરીકનો ધ્વજ પણ ભારતના ધ્વજ જેવો સમાન જોવા મળે છે, જેમાં માત્ર અશોક ચક્રનો ફરક જોવા મળે છે.


Conclusion
તમામ તસવીરો અને વીડિયો જોયા પછી સ્પષ્ટ થઈ જાય છે કે પાકિસ્તાનના કરાચીમાં રેલી દરમિયાન ભારતના ધ્વજ લહેરાયા નહોતા. રેલીનો ફોટો એડિટ કરીને સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે.
Result :- False
Our Source
PML’s Twitter Handle: https://twitter.com/pmln_org/status/1317851727127740416?s=20
Dawn: https://www.dawn.com/news/1585757/pdm-stages-second-tour-de-force-in-karachi
Ruptly: https://youtu.be/2cT9-TC4_hA
Latestly: https://youtu.be/palqxUuHXaQ
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)