Claim : બિપરજોય વાવાઝોડામાં દરિયાઈ તોફાન વચ્ચે ફસાયેલ જહાજ
Fact : વાયરલ વિડીયો 2022થી ઇન્ટરનેટ પર હાજર છે. યુઝર્સ વાયરલ વિડીયોને બિપરજોય વાવાઝોડાના સંદર્ભમાં ભ્રામક રીતે શેર કરી રહ્યા છે.
બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે તબાહી મચાવી રહ્યું છે, અને પોર્ટ વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક જહાજ દરિયાઈ તોફાન વચ્ચે ફસાયેલ જોવા મળે છે. દાવો કરવામાં આવ્યો છે કે આ દ્રશ્યો ગુજરાતના કંડલા પોર્ટના છે. યુઝર્સ અને ન્યુઝ ચેનલો “કંડલા પોર્ટ પાસેના ભયાવહ દ્રશ્યો” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.
Fact Check / Verification
દરિયાઈ તોફાન વચ્ચે ફસાયેલ જહાજના વાયરલ વિડીયોના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ ચેનલ Underworld પર 28 સપ્ટેમ્બર 2022ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. અહીંયા વીડિયોમાં 8 મિનિટ બાદ વાયરલ વિડીયોમાં જોવા મળતું જહાજ જોઈ શકાય છે. જે દરિયાઈ તોફાન વચ્ચે ફસાયેલ છે.

આ ઉપરાંત, યુટ્યુબ પર અલગ-અલગ યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો પણ જોઈ શકાય છે. પરંતુ, અહીંયા આ વિડીયોની અન્ય માહિતી સ્પષ્ટ નથી. જેમ કે આ વીડિયો ક્યારે અને ક્યાં દરિયામાં આવેલા તોફાન સમયે લેવામાં આવેલ છે. પરંતુ અહીંયા એક વાત સ્પષ્ટ છે કે વાયરલ વિડીયોને હાલમાં આવેલ બિપરજોય વાવાઝોડા સાથે કોઈ સંબંધ નથી.
Conclusion
દરિયાઈ તોફાન વચ્ચે ફસાયેલ જહાજનો વિડીયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડીયો કંડલા પોર્ટ નહીં પરંતુ અન્ય જગ્યાએ લેવામાં આવેલ છે. યુઝર્સ વાયરલ વિડીયોને બિપરજોય વાવાઝોડાના સંદર્ભમાં ભ્રામક રીતે શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
YouTube Video Of Underworld , 28 Sept 2022
YouTube Video Of Video-Venture81
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044