ભારત સરકાર દ્વારા થોડા દિવસ પહેલા પદ્મશ્રી, પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં કેટલાક દિગ્ગ્જ્જોને મરણોપરાંત સન્માનિત કરવામાં આવ્યા છે. આ ક્રમમાં બોલીવુડ એક્ટર કંગના રનૌતને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે, જે બાદ સોશ્યલ મીડિયા પર અનેક ચર્ચાઓ થવા લાગી હતી. કેટલાક લોકો કંગના રનૌતને પદ્મશ્રી એવોર્ડ આપવાના વિરોધમાં પણ પોસ્ટ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કંગનાએ એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે “ભારતને ખરી આઝાદી 2014માં મળી છે” જે બાદ સોશ્યલ મીડિયા પર કંગના રનૌતને એવોર્ડ આપવા મુદ્દે ખુબ જ ટ્રોલ શરૂ થયા હતા.
એક્ટર કંગના રનૌતને પદ્મશ્રી એવોર્ડ આપવાના વિરોધમાં ફેસબુક પર એક વિડિઓ વાયરલ થયેલ છે, વિડીઓમાં કેટલીક મહિલાઓ કંગના રનૌતના પોસ્ટર પર ચપ્પલ અને કાળો રંગ લગાવી વિરોધ નોંધાવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક પર “કંગના ને પદ્મશ્રી પુરસ્કાર મળ્યા ની ખુશી વ્યક્ત કરતાં ભારતીયો” ટાઇટલ સાથે વાયરલ થયેલ વિડિઓ 1k થી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે. જયારે, crowdtangle ડેટા અનુસાર વાયરલ વિડિઓ કેટલાક કોંગ્રેસ ફેસબુક ગ્રુપ દ્વારા પણ શેર કરવામાં આવેલ છે.
Fact check / Verification
કંગના રનૌતને પદ્મશ્રી એવોર્ડ આપવાના વિરોધમાં વાયરલ થયેલ વિડીઓના કિફ્રેમ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા abplive અને etvbharat દ્વારા સપ્ટેમ્બર 2020ના પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે. જે મુજબ, કંગના દ્વારા મુંબઈને પાકિસ્તાન અને તાલિબાન સાથે સરખાવી આપવામાં આવેલ વિવાદિત નિવેદન પર શિવસેના કાર્યકર્તાઓ દ્વારા પોસ્ટ પર ચપ્પલનો હાર અને કાળો રંગ લગાવી વિરોધ નોંધાવી રહ્યા હતા.

આ પણ વાંચો :- ભૂતપૂર્વ PM મોરારજી દેસાઈ ગરબે રમી રહ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ, જાણો શું છે સત્ય
મળતી માહિતી પરથી ગુગલ સર્ચ કરતા India Today અને theweek દ્વારા પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે. જે મુજબ થાણે શિવસેનાની મહિલા કાર્યકર્તાઓ દ્વારા ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત સામે મુંબઈને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે સરખાવીને આપવામાં આવેલ નિવેદન પર વિરોધ કર્યો હતો.
Conclusion
કંગના રનૌતને પદ્મશ્રી એવોર્ડ આપવાના વિરોધમાં વાયરલ થયેલ વિડીઓ તદ્દન ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. સપ્ટેમ્બર 2020ના કંગના દ્વારા મુંબઈ-પાકિસ્તાનની સરખામણી કરતા વિવાદિત નિવેદન પર શિવસેના કાર્યકરો દ્વારા કંગના રનૌતના પોસ્ટર પર ચપ્પલ અને કાળો રંગ લાગવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
Result :- Misplaced Context
Our Source
India Today :- (https://www.youtube.com/watch?v=cotxyBBYpoo)
theweek :- (https://www.theweek.in/wire-updates/national/2020/09/04/bes13-mh-kangana-protest.html)
abplive :- (https://news.abplive.com/videos/news/women-supporters-of-shiv-sena-stage-protest-against-kangana-1330806)
etvbharat :- (https://www.etvbharat.com/english/national/videos/sitara/sena-women-protest-over-kanganas-comments-on-mumbai-police/na20200904184150588)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044