Saturday, April 26, 2025
ગુજરાતી

Coronavirus

વેક્સીન ના લેનાર વ્યક્તિના ફેફસાં પર કોરોના વાયરસની અસર આ હદ્દ સુધી થાય છે, જાણો શું કહે છે ડોક્ટર

banner_image

Lungs CTscan Report of Covid-19 Vaccinated Person
ભારતમાં કોવિડ-19 મહામારી દિવસે દિવસે વધુને વધુ કહેર વર્તાવી રહી છે. બીજી તરફ રશિયાએ કોરોનાની સિંગ ડોઝ વેક્સિન બનાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. રશિયાએ સિંગ ડોઝ વેક્સિન ‘સ્પુતનિક લાઇટ’ના ઉપયોગ માટે મંજુરી આપી દીધી છે. આ માહિતી રશિયાના સ્વાસ્થ્ય અધિકારીઓએ આપી છે. વેક્સિનના નિર્માણ માટે આરડીઆઇએફ (ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ) તરફથી નાણાકીય સહાય પુરી પાડવામાં આવી છે.

વેક્સીન લેવા મુદ્દે પણ સોશ્યલ મીડિયા પર ઘણી ભ્રામક અફવાઓ ફેલાયેલ છે. ત્યારે હાલ કોરોના સંક્ર્મણ ક્યાં સ્તર પર પહોંચ્યું છે સંક્ર્મણની અસર જાણવા માટે HRCTC રિપોર્ટ કરવામાં આવે છે. જેમાં ફેફસાં પર કેટલી હદ્દ સુધી વાયરસની અસર થયેલ છે તે જાણવા મળે છે. આ સંદર્ભે ફેસબુક અને ટ્વીટર પર આવા જ એક HRCTC રિપોર્ટ પર બે ફેફસાંની સરખામણી બતાવતો વિડિઓ વાયરલ થયેલ છે. (Lungs CTscan Report of Covid-19 Vaccinated Person)

Lungs CTscan Report of Covid-19 Vaccinated Person
Facebook views :- 1.4 m archive

HRCTC રિપોર્ટ ના વાયરલ વિડિઓમાં એક તરફ વેક્સીન લીધા બાદ કોરોના થયેલ વ્યક્તિના ફેફસાં અને બીજી તરફ વેક્સીન ન લેનાર વ્યક્તિના ફેફસાં પર કોરોના વાયરસની અસર કેટલી હદ્દ સુધી થયેલ છે, તેની સરખામણી બતાવતો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે. ટ્વીટર પર Dr Sumit K Dubey દ્વારા આ પ્રકાર ના દાવા સાથે તસ્વીર શેર કરવામાં આવેલ છે. તેમજ ફેસબુક પર “આ વિડીયો જોયા પછી તમે જાતેજ નક્કી કરજો કે વક્સીન લેવી કે નહિ” કેપશન સાથે શેર કરવામાં આવેલ છે. (Lungs CTscan Report of Covid-19 Vaccinated Person)

ન્યુઝ સંસ્થાન સાંજ સમાચાર દ્વારા પણ આ વિડીઓ 30 એપ્રિલના ફેસબુક વોલ પર “#Video શું તમને પણ બીજાને આવું કહો છો કે વેક્સિન લીધા પછી પણ કોરોના થાઈ છે…તો આ વીડિઓ છેલ્લે સુધી જુઓ” કેપશન સાથે શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification

HRCTC રિપોર્ટ અને ફેફસાંની સરખામણી બતાવતી વાયરલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ પર સર્ચ કરતા richmond-news, tricitynews અને nsnews દ્વારા 22 એપ્રિલ 2020ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ VGH ઇમરજન્સી અને ટ્રોમા રેડિયોલોજીના ડિરેક્ટર નિકોલાઉએ જણાવ્યું કે “હાલમાં, અમે રોગની તીવ્રતા અને વિવિધ દર્દીઓની સંખ્યામાં તેના પ્રભાવની આગાહી કરી શકતા નથી. પરંતુ અમને વિશ્વાસ છે કે આ ટેક્નોલોજી અમને તે કરવામાં મદદ કરશે”.

 Lungs CTscan Report of Covid-19 Vaccinated Person
Lungs CTscan Report of Covid-19 Vaccinated Person – fake

આ અભ્યાસ માંથી ક્લિનિકલ ડેટા એક મોડેલમાં એકીકૃત કરવામાં આવશે, જે ડોક્ટરોને વાયરસનું જોખમ નક્કી કરવામાં મદદ કરી શકે છે. વ્યક્તિ ઘર પર રહીને સારવાર લઇ શકે છે કે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવા અને વેન્ટિલેશનની જરૂર પડી શકે છે.

આ મુદ્દે જ્યારે યુનિવર્સિટી ઓફ બ્રિટીશ કોલમ્બિયા વેબસાઇટ પર આ સંશોધન વિષયે વધુ વિગતો જોવા મળી, જ્યાં સમાન સીટી સ્કેન રિપોર્ટ COVID-19 વાયરસનું સંક્ર્મણ લેવલ ના સંશોધન અભ્યાસમાં એક તુલનાત્મક તસ્વીર પ્રકાશિત કરવામાં આવેલ છે.

Lungs CTscan Report of Covid-19 Vaccinated Person
Lungs CTscan Report of Covid-19 Vaccinated Person – Fake

Vancouver Coastal Health Research 22 એપ્રિલ 2020ના પબ્લિશ કરવામાં આવેલ રિપોર્ટ મુજબ VGH અને UBC દ્વારા સંયુક્ત રીતે કોરોના વાયરસના સંક્ર્મણ અને તેની તીવ્રતા જાણવા માટે આંતરરાષ્ટ્રીય અભ્યાસ કરવામાં આવેલ છે. આ અભ્યાસ સાથે વાયરલ તસ્વીર પણ શેર કરવામાં આવેલ છે. આરોગ્ય પ્રધાન એડ્રિયન ડિક્સ કહે છે, “આપણા પરિવારો, આપણા વડીલો, આરોગ્ય કર્મચારી અને આપણા સમુદાયોની સુરક્ષા માટે બ્રિટિશ કોલમ્બિયાના ચિકિત્સકો અને સંશોધનકારો COVID-19 સામે આપણી વૈશ્વિક લડાઇમાં અગ્રેસર છે તે કાર્ય પર મને ગર્વ છે.”

Lungs CTscan Report of Covid-19 Vaccinated Person
Lungs CTscan Report of Covid-19 Vaccinated Person – Fake

વેક્સીન લેનાર વ્યક્તિના ફેફસાં પર કોરોના વાયરસની અસર અને વેક્સીન ન લેનાર વ્યક્તિના ફેફસાં પર કોરોના વાયરસની અસર દર્શાવતી તસ્વીર મુદ્દે અમે ડો.પિયુષ પટેલ સાથે વાતચીત કરી. આ મુદ્દે તેઓએ સ્પષ્ટતા કરતા કહ્યું કે વેક્સીન લેવાથી કોરોના વાયરસનું સંક્ર્મણ ઓછું થવાની શક્યતા વધુ રહે છે તેમજ ફેફસાં પર ખુબ ઓછી અસર પડે છે. પરંતુ વાયરલ તસ્વીરમાં જે સરખામણી બતાવવામાં આવેલ છે, તે વેક્સીન લીધા બાદ કે પહેલા કરવામાં આવેલ અભ્યાસ નથી. વાયરલ તસ્વીર પરથી માત્ર કોરોના વાયરસનું સંક્ર્મણ કેટલી હદ્દ સુધી ફેલાયું છે તે જાણી શકાય છે.

Conclusion

વેક્સીન લેનાર વ્યક્તિ પર કોરોના વાયરસનું સંક્રમણ અને વેક્સીન ના લેનાર વ્યક્તિ પર વાયરસની અસર મુદ્દે વાયરલ થયેલ તસ્વીર અને વિડિઓ ભ્રામક છે. વાયરલ HRCTC રિપોર્ટ પરથી માત્ર વાયરસનું સંક્ર્મણ કેટલી હદ્દ સુધુ ફેલાયું છે તે જાણી શકાય છે. Vancouver General Hospital અને University of British Columbia દ્વારા ગત વર્ષે એપ્રિલ 2020માં વાયરસનું સંક્ર્મણ કેટલી હદ્દ સુધી ફેલાયું હોવા અંગે કરવામાં આવેલ અભ્યાસ દરમિયાન પબ્લિશ કરવામાં આવેલ તસ્વીર હાલ વેક્સીન ના લેનાર વ્યક્તિના ફેફસાં ની આ હાલત થતી હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

Result :- False


Our Source

richmond
tricitynews
nsnews
યુનિવર્સિટી ઓફ બ્રિટીશ કોલમ્બિયા
Vancouver Coastal Health Research

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,944

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.