ગુજરાતના એક ગામમાં મંદિરના પૂજારી સાથે દિપડા રાત્રે મંદિરમાં સુવા આવે છે. સોશ્યલ મીડિયા પર એક વિડિઓ શેર કરવામાં આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો કે આ મંદિરના પૂજારી સાથે સાથે જંગલ માંથી દિપડા સુવા આવે છે. આ ઘટના ગુજરાતના સાવરકુંડલા ગામમાં આવેલ પિપલેશ્વર મહાદેવનાં મંદિરે બનેલ હોવાના દાવા વિડિઓ શેર કરવામાં આવેલ છે.
ફેસબુક અને વોટ્સએપ પર “ગુજરાતમા સાવરકુંડલા નામનું ગામ છે ત્યાં પિપલેશ્વર મહાદેવનાં મંદિરનાં પુજારી રાત્રે સુતા હોય ત્યારે એની પડખે અને ખુબ જ લાડથી દિપડા (ચિત્તાઓ) આવીને સાથે સુવે છે, ત્યાંના વાઈલ્ડ લાઈફ ના સરકારી અધિકારી એ સીસીટીવી કેમેરા ગોઠવીને વિડિયો રેકોર્ડ કર્યો છે” ટાઇટલ સાથે આ વિડિઓ શેર કરવામાં આવેલ છે.
crowdtangle ડેટા અનુસાર આ વાયરલ વિડિઓ ફેસબુક પર 5 હજારથી વધુ લોકો દ્વારા શેર કરવામાં આવેલ છે. જયારે ભ્રામક વિડિઓ અંગે સચોટ જાણકારી માટે newschecker વોટ્સએપ હેલ્પલાઇન નંબર પર પણ આ વિડિઓ કેટલાક યુઝર્સ દ્વારા મોકલવામાં આવેલ છે.

Fact Check / Verification
ગુજરાતના સાવરકુંડલા ગામમાં આવેલ પિપલેશ્વર મહાદેવ મંદિરના પૂજારી સાથે રાત્રે દિપડા સુતા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીઓના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ટ્વીટર પર Parveen Kaswan, IFS દ્વારા જૂન 2020માં પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે.
ટ્વીટ સાથે આપવામાં આવેલ માહિતી પરથી આ વિડિઓ ભારતના કયાં શહેરનો છે, તે જાણવા મળતું નથી. પરંતુ, પોસ્ટ સાથે વિડિઓ કર્ટસી “Dolph C Volker” દ્લખાયેલ જોવા મળે છે.
Dolph C Volker વિષે ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે, તેઓ એક ઝૂલોજી (પ્રાણીશાસ્ત્ર)ના સ્નાતક છે. તેઓ મૂળ અમેરિકાના રહેવાસી છે, અને તેઓ પ્રાણીઓ ના સ્વભાવ અંગે રિસર્ચ કરી રહ્યા છે. તેમની ફેસબુક અને ટ્વીટર પ્રોફાઈલ પર ચિત્તાઓ અને દિપડાઓ સાથે તેમના અન્ય વિડિઓ પણ જોવા મળે છે.

યુટ્યુબ પર Dolph C Volker દ્વારા જાન્યુઆરી 2019માં વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં તેઓ ત્રણ ચિત્તાઓ સાથે રાત્રે સુતા હતા. વિડિઓ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ આ ચિત્તાઓ દક્ષિણ આફ્રિકામાં ચિત્તા સંવર્ધન કેન્દ્રોમાં ઉછેર અને જન્મ્યા હતા.

Conclusion
ગુજરાતના સાવરકુંડલા ગામમાં આવેલ પિપલેશ્વર મહાદેવ મંદિરના પૂજારી સાથે રાત્રે દિપડા સુતા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીઓ તદ્દન ભ્રામક છે. આ વિડિઓ ઝૂલોજી (પ્રાણીશાસ્ત્ર)ના સ્નાતક Dolph C Volker દ્વારા જાન્યુઆરી 2019માં દક્ષિણ આફ્રિકામાં ચિત્તા સંવર્ધન કેન્દ્ર પર લેવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર આ વિડિઓ ગુજરાતના એક મંદિરના પૂજારીનો હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
Dolph C Volker – Facebook, Youtube
Parveen Kaswan, IFS – Twitter
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044