Maneka Gandhi lashing out to PM Modi, viral video
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને ફેસબુક પર એક વીડિયો વધુ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક મહિલા મોદી સરકારની ટીકા કરતી જોવા મળી રહી છે. “આ ભયંકર રોગચાળા દરમિયાન, હાલની સરકારની સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. મેં આવા આંધળા વડા પ્રધાન, આંધળા ગૃહ પ્રધાન, આંધળા આરોગ્ય પ્રધાનને ક્યારેય જોયો નથી”
સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે, બંગાળમાં દીદીને હરાવવા જરૂરી છે? ‘દીદી ઓ દીદી’ કરવું જરૂરી છે? પરંતુ દેશની જનતા તરફ ધ્યાન આપવું જરૂરી નથી. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મહિલા ભાજપના નેતા મેનકા ગાંધી છે.

crowdtangle ટૂલ પર કરવામાં આવેલા વિશ્લેષણમાં જોવા મળે છે કે વાયરલ થયેલા વીડિયોને ભાજપના સાંસદ મેનકા ગાંધીના નામથી હજારો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification
વાયરલ વિડિઓની સત્યતા જાણવા માટે, અમે ગુગલ સર્ચ કરતા @Kuldipshrma નામના ટ્વિટર એકાઉન્ટ પર વાયરલ થયેલા વીડિયોથી સંબંધિત એક ટ્વીટ જોવા મળે છે, જે 27 મે 2021 ના રોજ પોસ્ટ કરાઈ હતી. આ વીડિયોમાં દેખાતી મહિલાને ભાજપના નેતા તરીકે નહીં પરંતુ કોંગ્રેસના નેતા ડોલી શર્મા તરીકે વર્ણવવામાં આવી છે.
મળતી માહિતીના આધારે, અમે કેટલાક કીવર્ડ્સ દ્વારા ગૂગલ સર્ચ કરતા કોંગ્રેસના નેતા ડોલી શર્માના ફેસબુક પેજ પર વાયરલ થયેલા વીડિયોનું સંપૂર્ણ સંસ્કરણ જોવા મળે છે. જે 20 એપ્રિલ 2021 ના રોજ પોસ્ટ કરવામાં આવેલ છે. 22 મિનિટ 54 સેકન્ડનો આ વિડિઓ જોયા પછી, અમને જાણવા મળ્યું કે વાયરલ થઈ રહ્યો ભાગ 14 મિનિટ 15 સેકંડથી શરૂ થાય છે.
ઉલ્લેખનીય છે કે ડોલી શર્મા કોંગ્રેસના નેતા છે, અને તેમણે વર્ષ 2019 માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી હતી. પરંતુ તે ભાજપના ઉમેદવાર જનરલ વી.કે.સિંઘની સામે ચૂંટણીમાં હારી ગયા હતા. અહીં એ પણ નોંધવું યોગ્ય છે કે જો મેનકા ગાંધીએ ખરેખર ભાજપ સરકાર અને પીએમ મોદીની આલોચના કરી હોત, તો તમામ પ્રતિષ્ઠિ મીડિયા સંસ્થાનો તેના પર સમાચાર પ્રકાશિત / પ્રસારિત કર્યા હોત. પરંતુ અમને આ દાવા અંગે એક પણ વિશ્વસનીય મીડિયા અહેવાલ જોવા મળ્યો નથી.
શું વાયરલ વીડિયોમાં ભાજપના સાંસદ મેનકા ગાંધી છે?
વાયરલ થયેલા વીડિયોનો સ્ક્રીનશોટ અને ભાજપના સાંસદ મેનકા ગાંધી સાથે સરખાવતાં સ્પષ્ટ થઈ ગયું કે વાયરલ વીડિયોમાં જે મહિલા જોઈ શકાય છે તે મેનકા ગાંધી નથી. નોંધપાત્ર છે કે, વાયરલ થયેલા વીડિયોમાં મહિલાએ પોતાની ઉમર 36 વર્ષ ગણાવી છે. જ્યારે, મેનકા ગાંધીની ઉંમર 62 વર્ષ છે.

Conclusion
ભાજપ સાંસદ મેનકા ગાંધી દ્વારા કોરોના વાયરસની પરિસ્થિતિ પર મોદી સરકારની આલોચના કરી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ માં દેખાઈ રહેલ મહિલા ગાઝિયાબાદ ના લોકસભા ઉમેદવાર કોંગ્રેસ નેતા ડોલી શર્મા છે. ડોલી શર્મા દ્વારા ફેસબુક પર મોદી સરકારની આલોચના કરતો વિડિઓ ભાજપ સાંસદ મેનકા ગાંધી હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
Twitter
Facebook
Dolly Sharma
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044