26/11 મુંબઈ પર થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો માટે લોકોએ હાલમાં શ્રદ્ધાંજલિ પાઠવાતી પોસ્ટ શેર કરી હતી. ફેસબુક અને ટ્વીટર પર “૨૬/૧૧ ના થયેલ મુંબઇ હુમલા મા શહિદ થયેલા અમર વિર જવાનો ને સલામ સાથે શ્રદ્ધાંજલિ” ટાઇટલ સાથે શહીદ કોન્સેટબલ તુકારામ ઓબલેની તસ્વીર શેર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વાયરલ પોસ્ટ વર્ષ 2019થી સોશ્યલ મીડિયા પર 26/11 આતંકી હુમલાની વર્ષગાંઠ સંદર્ભે શેર કરવામાં આવતી હોય છે. આ વિષય પર newschecker દ્વારા અગાઉ પણ ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.

Fact Check / Verification :-
26/11 મુંબઈ પર થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા કોન્સેટબલ તુકારામ ઓબલેને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા, ગુગલ સર્ચ રિઝલ્ટ પર તુકારામ અંગે થોડી માહિતી અને તેમની તસ્વીર જોવા મળે છે. મળતી માહિતી પરથી, વાયરલ તસ્વીર અને ગુગલ રિઝલ્ટ બન્ને અલગ તસ્વીર છે.

સોશ્યલ મીડિયા પર તુકારામ ઓબલેના નામે વાયરલ થયેલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા 26/11 હુમલા પર બનવવામાં આવેલ ફિલ્મના કેટલાક દર્શ્યો જોવા મળે છે. જે પરથી વધુ તપાસ કરતા, યુટ્યુબ ચેનલ Eros Now Music પર 26/11 મુંબઈ હુમલા પર બનાવવામાં આવેલ ફિલ્મનો એક ભાગ જોવા મળે છે. જ્યાં વિડીઓના અંતમાં તુકારામ ઓબલેને કઈ રીતે ગોળી વાગી અને તેમનું મૃત્યુ થયું છે, તેનું નાટકીય રૂપાંતરણ જોવા મળે છે.

કોન્સ્ટેબલ તુકારામ ઓબલે અંગે અનેક ન્યુઝ સંસ્થાનો દ્વારા અહેવાલો પ્રકાશિત કરવામાં આવેલ છે, જ્યાં તુકારામની અસલ તસ્વીર પણ જોઈ શકાય છે.

Conclusion
26/11 મુંબઈ પર થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો માટે શ્રદ્ધાંજલિ પાઠવાતી પોસ્ટ સાથે કોન્સ્ટેબલ તુકારામ ઓબલેની ભ્રામક તસ્વીર શેર કરવામાં આવેલ છે. 26/11 હુમલા પર બનાવવામાં આવેલ ફિલ્મના એક ભાગને શહિદ તુકારામ હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
અપડેટ :- 2019માં પ્રકાશિત કરવામાં આવેલ એહવાલ નવા સોશ્યલ મીડિયા દવાઓ સાથે અને નવા પુરાવા સાથે સુધારો કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
Eros Now Music :- (https://www.youtube.com/watch?v=74jqEfiZ1K0)
Google Search Result
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044