Wednesday, April 23, 2025
ગુજરાતી

Fact Check

Fact Check: મોદી ભાજપની જીતની ઉજવણીમાં તમામ ભારતીયોને ફ્રી રિચાર્જ આપી રહ્યા છે? શું છે સત્ય

Written By Komal Singh, Translated By Dipalkumar Shah, Edited By JP Tripathi
Jun 11, 2024
banner_image

Claim – ભાજપની જીતની ઉજવણી કરવા માટે નરેન્દ્ર મોદી તમામ ભારતીય વપરાશકર્તાઓને ફ્રી રિચાર્જ આપી રહ્યાં છે.

Fact – ફ્રી રિચાર્જ આપવાનો દાવો ખોટો છે.

જ્યારથી લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે ત્યારથી નરેન્દ્ર મોદી દ્વારા ભાજપની જીતની ઉજવણીમાં તમામ ભારતીય વપરાશકર્તાઓને ફ્રી રિચાર્જ આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

COURTESY : WHATSAPP

અમને આ દાવો  WhatsApp ટીપ લાઇન (9999499044) પર પણ મળ્યો છે.

Courtesy : WhatsApp

Fact Check/Verification

આ દાવાની તપાસ કરવા માટે અમે Google પર કેટલાક કીવર્ડ્સ શોધ્યા. અમને દાવાની પુષ્ટિ કરતા કોઈ વિશ્વસનીય અહેવાલો શોધી શક્યા નથી.

વધુ તપાસમાં, અમે  નરેન્દ્ર મોદી અને બીજેપીના અધિકૃત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ  અને બીજેપીની સત્તાવાર વેબસાઇટ પર સર્ચ કર્યું . પરંતુ આ દાવાની પુષ્ટિ કરતી કોઈ માહિતી પણ મળી નથી.

હવે અમે શેર કરેલી લિંક પર ક્લિક કર્યું. આ લિંક ‘mahirfacts’ નામની વેબસાઈટ પર ખુલે છે. આ વેબસાઇટ અમને શંકાસ્પદ લાગી, તેથી અમે  તેને સ્કેમ ડિટેક્ટર  પર તપાસી . સ્કેમ ડિટેક્ટર આ વેબસાઇટને  અસુરક્ષિત અને જોખમી તરીકે  વર્ણવે છે.

Courtesy : Scam Detector

વધુ તપાસમાં, જ્યારે અમે આ વેબસાઇટ પર રિચાર્જનો લાભ મેળવવા માટે આપેલા બટન પર ક્લિક કરીએ છીએ, ત્યારે અમને જાણવા મળે છે કે તે એક ફિશિંગ લિંક છે, જે બ્લોગ સ્પોટની વેબસાઇટ પર લઈ જાય છે. બ્લોગ સ્પોટની મદદથી બનાવવામાં આવેલ આ પેજ પર યુઝર્સને તેમનો મોબાઈલ નંબર પૂછવામાં આવે છે.

Also Read : Fact Check: લોકસભા ચૂંટણી 2024માં નરેન્દ્ર મોદી જીત્યા તે વારાસણી બેઠક પર EVM કૌભાંડનો દાવો ખોટો  

તપાસમાં આગળ, અમે  ‘કોણ છે’ પર આ વેબસાઇટ સંબંધિત અન્ય માહિતીની પણ તપાસ કરીએ છીએ . અત્રે ઉલ્લેખનિય છે કે આ ડોમેઇન 30 મે-2023 ના રોજ ‘HOSTINGER ઓપરેશન્સ, UAB’ ના નામે નોંધાયેલું હતું.

Conclusion

અમારી તપાસમાંથી, અમે એવા નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે નરેન્દ્ર મોદીનો ભાજપની જીતની ઉજવણીમાં તમામ ભારતીય વપરાશકર્તાઓને ફ્રી રિચાર્જ આપવાનો વાયરલ દાવો ખોટો છે. અમે અમારા વાચકોને અપીલ કરીએ છીએ કે કૃપા કરીને કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરતા પહેલા તેની અધિકૃતતા તપાસો. આવી લિંક્સ જોખમી હોઈ શકે છે.

Result – False

Sources
Official website of BJP.
Official X handles of Narendra Modi and BJP.
Scam Detector
Whois.com


image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,862

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.