Wednesday, April 16, 2025
ગુજરાતી

Fact Check

Fact Check: શું નહેરુએ ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે ‘આઝાદીની લડાઈમાં હું સામેલ નહોતો’? શું છે સત્ય

Written By Dipalkumar Shah, Edited By JP Tripathi
Jun 27, 2024
banner_image

Claim – જવાહરલાલ નહેરુએ એક ઇન્ટરવ્યૂમાં કબૂલ્યું હતું કે, ‘ભારતની આઝાદીની લડાઈમાં હું સામેલ નહોતો.’


Fact – જવાહરલાલ નહેરુના જૂના આર્કાઇવ ઇન્ટરવ્યૂની વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. ઑરિજિનિલ વીડિયોમાં નહેરુ કહે છે કે, ‘મિસ્ટર જિન્નાહ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સામેલ નહોતા.’

સોશિયલ મીડિયા પર વેરિફાઈડ હેન્ડલ્સ સહિતના કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે ભારતના પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના ઈન્ટરવ્યુના બ્લેક એન્ડ વ્હાઇટ ફૂટેજ શેર કર્યા છે. જેમાં તેઓ કબૂલ કરતા બતાવાયા છે કે, તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ ન હતા. આ જૂના આર્કાઇવ વીડિયોમાં નેહરુ મુસ્લિમ લીગ અને ભારત-પાકિસ્તાનના વિભાજન વિશે પણ વાત કરતા સાંભળવા મળે છે.

જોકે, ન્યૂઝચેકરને તેની તપાસમાં નહેરુના જૂના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેની સાથે ડિજિટલી રીતે છેડછાડ કરાઈ છે.

કેટલાક X, ફેસબુક અને ઇસ્ટાગ્રામ યુઝર્સે 49 સેકન્ડ લાંબા વિડિયોને શેર કર્યો છે. જેમાં નહેરુ એક ટિપ્પણી કરતા સંભળાય છે. વાઇરલ વીડિયોમાં નહેરુ કહે છે, “હું આઝાદીની લડાઈમાં બિલકુલ સામેલ નહોતો. મેં ખરેખર તેનો વિરોધ કર્યો હતો.” વીડિયોમાં કહેવાયું નેહરુએ વિદેશી પત્રકાર સમક્ષ આવું સ્વીકાર્યું છે.

વાઇરલ વીડિયો સાથેના દાવાની પોસ્ટ્સ અહીં, અહીં, અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે.

Fact Check/ Verification

વાઇરલ વીડિયો ફૂટેજનું કાળજીપૂર્વક વિષ્લેષણ કરતા અમને તેમાં જોવા મળ્યું કે નહેરુ ખરેખરે એવું બોલી રહ્યા છે કે, “ખરેખર તેમણે વિરોધ કર્યો હતો.” આ તેમના શબ્દો છે. નહેરુ વીડિયોમાં એવું નથી કહી રહ્યા કે, “મેં વિરોધ કર્યો હતો.” વળી વાઇરલ વીડિયોમાં સબટાઇટલ્સ પણ ખોટી રીતે લખાયા છે.

Screengrab from viral video

અમે વીડિયોમાં મુસ્લિમ લીગ અને વિભાજનની વાત પણ સાંભળી. અમે કિવર્ડ પણ સર્ચ કરી. જેમાં અમે યુટ્યુબ પર “Nehru “Interview,” “Partition” અને “Muslim League” કીવર્ડ્સ સર્ચ કર્યા. જેમાં અમને 27 મે-2024 ના રોજ પ્રસાર ભારતી આર્કાઇવ્ઝનો એક વિડિયો જોવા મળ્યો. તેના વર્ણનમાં જણાવ્યું હતું કે, “પ્રસાર ભારતી આર્કાઈવ્ઝનો સ્વતંત્રતા અને વિભાજનની પરિસ્થિતિ વિશે બોલતા તત્કાલિન વડાપ્રધાન જવાહર લાલનેહરુનો છેલ્લો ઈન્ટરવ્યુ.”

ઇન્ટરવ્યૂ ક્લિપનું બેકગ્રાઉન્ડ નેહરુના વાઇરલ ફૂટેજની સાથે મૅચ થાય છે. અને ઑરિજિનિલ વીડિયોમાં તેઓ એવું કહેતા સાંભળવામાં આવે છે કે, “મિસ્ટર (મોહમ્મદ અલી) જિન્નાહ આઝાદીની લડતમાં બિલકુલ સામેલ ન હતા. હકીકતમાં, તેમણે તેનો વિરોધ કર્યો હતો.” તે પછી દાવો કરે છે કે, “મુસ્લિમ લીગની શરૂઆત થઈ હતી … લગભગ 1911માં, મને લાગે છે, તે ખરેખર અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવી હતી, તેમના દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતી. જેથી જૂથબંધી ઊબી કરી શકે. જેમાં તેઓ અમુક અંશે સફળ થયા. અને છેવટે (ભારત-પાકિસ્તાનનું) વિભાજન થયું.”

આગળ ઇન્ટરવ્યૂ લેનાર તેમને વધુમાં પૂછે છે કે, “શું તમે અને શ્રીમાન ગાંધી તેની (વિભાજનની) તરફેણમાં હતા?”

ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, “શ્રીમાન ગાંધી અંત સુધી તેની તરફેણમાં ન હતા. તે થયું ત્યારે પણ તેઓ તેની તરફેણમાં નહોતા. હું પણ તેની તરફેણમાં નહોતો. પરંતુ આખરે મેં પણ નિર્ણય લઈ લીધો જે રીતે અન્ય લોકોએ લીધો હતો. એ નિર્ણય કે સતત મુશ્કેલી કરતાં વિભાજન સારું.”

પ્રસાર ભારતી આર્કાઈવ્સ વિડિયો અને વાયરલ ફૂટેજ વચ્ચેની સરખામણી નીચે જોઈ શકાય છે.

(L-R) Screengrab from viral video and screengrab from YouTube video by Prasar Bharati Archives

અમને જાણવા મળ્યું કે સંપૂર્ણ ઇન્ટરવ્યુ મે-2019માં એ જ યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવ્યો હતો. તેનું વર્ણન આ રીતે કરાયું છે, “અમેરિકન ટીવી હોસ્ટ આર્નોલ્ડ મિચ દ્વારા જવાહરલાલ નેહરુનો કદાચ છેલ્લો ટીવી ઇન્ટરવ્યૂ. પંડિત જવાહરલાલ નેહરુની છેલ્લી નોંધપાત્ર મુલાકાતનું સંપૂર્ણ વિડિયો રેકોર્ડિંગ – મે-1964. ચંદ્રિકા પ્રસાદનું બીજું એક પુસ્તક 18મી મે-1964ની તારીખનો ઉલ્લેખ કરે છે, જ્યારે ન્યૂયોર્કમાં ઇન્ટરવ્યુ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ 27મી મે-1964ના રોજ પંડિત નેહરુના મૃત્યુના થોડા દિવસો પહેલાની વાત છે.

Screengrab from YouTube video by Prasar Bharati Archives

લગભગ 14:34 મિનિટના વિડિયોમાં અમે ઇન્ટરવ્યુઅરને પૂછતા સાંભળ્યા, “હવે… તમે, અને મિસ્ટર ગાંધી અને મિસ્ટર જિન્નાહ, તમે બધા તે સમયે… સ્વતંત્રતાની લડત અને વિભાજન મામલેની લડતમાં સામેલ હતા. બ્રિટિશ વર્ચસ્વ સામેની ભારતની આઝાદીની લડત.”

ત્યારે નેહરુએ યજમાનને વળતો જવાબ આપતા કહ્યું કે, જિન્નાહ આઝાદીની લડાઈમાં સામેલ ન હતા. ત્યારપછી તે ઉપર જણાવ્યા મુજબ મુસ્લિમ લીગ અને વિભાજન વિશે વાત કરે છે.

આથી સ્પષ્ટ છે વાઇરલ વીડિયોમાં, “મિસ્ટર જિન્નાહ” શબ્દને ડિજિટલી “હું” શબ્દ સાથે બદલવામાં આવ્યો છે. અને ખોટો દાવો કરવામાં આવ્યો છે કે, નહેરુએ કહ્યું હતું કે, “હું આઝાદીની લડાઈમાં બિલકુલ સામેલ નહોતો.”

Read Also : Fact Check: ગુજરાતના TET/TATના વિરોધ પ્રદર્શનનો વીડિયો NEET ઉમેદવારોના વિરોધ પ્રદર્શન તરીકે વાઇરલ

Conclusion

અમે આમ કહી શકીએ કે જવાહરલાલ નેહરુને ભારતીય સ્વતંત્રતાની લડાઈમાં તેઓ સામેલ નહોતા દર્શાવવાનો દાવો કરતા વાયરલ ફૂટેજ ડિજિટલી છેડછાડ કરવામાં આવ્યા છે.

Result – Altered Video

Sources
YouTube Video By Prasar Bharati Archives, Dated May 27, 2024
YouTube Video By Prasar Bharati Archives, Dated May 14, 2019


(અહેવાલ ન્યૂઝચેકર ઇંગ્લિશના વસુધા બેરી દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,795

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.