Claim: નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી
Fact: વાયરલ બન્ને તસ્વીરમાં એડિટિંગ મારફતે પીએમ મોદીને મુસ્લિમ ધર્મની ટોપી પહેરાવવામાં આવેલ છે.
સોશ્યલ મીડિયા પર નરેન્દ્ર મોદીની બે તસ્વીર વાયરલ થઈ રહી છે. વાયરલ તસ્વીરમાં નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરેલી જોવા મળે છે. ફેસબુક યુઝર્સ “જય શ્રીરામ, અંધ ભક્તો” ટાઇટલ સાથે કટાક્ષ કરતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ તસ્વીર એડિટ કરાયેલ હોવાનું જણાય છે.

Fact Check / Verification
નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી હોવાના દાવા સાથે વાયરલ થયેલી તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ટ્વીટર પર નરેન્દ્ર મોદીના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી 10 ફેબ્રુઆરી 2023ના શેર કરવામાં આવેલ કેટલીક તસ્વીર જોવા મળે છે. પોસ્ટ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ મોદીએ મુંબઈ ખાતે એક અરેબિક ઇન્સ્ટિટ્યૂટના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. નોંધનીય છે કે અહીંયા નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરેલી જોવા મળતી નથી.
જયારે બીજી વાયરલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ANI દ્વારા 25 જૂન 2023ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. માહિતી મુજબ, પીએમ મોદીએ ઇજિપ્ત ખાતે અલ-હકીમ મસ્જિદની મુલાકાત લીધી હતી.અહીંયા પણ વાયરલ તસ્વીરમાં મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરેલી જોવા મળતી નથી. પીએમ મોદીની આ મુલાકાત અંગે વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર પણ 25 જુનાના માહિતી પ્રકાશિત કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : શું કપિલ દેવનું અપહરણ કરવામાં આવ્યું છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય
Conclusion
નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી હોવાના દાવા સાથે વાયરલ થયેલી તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવેલ છે. વાયરલ બન્ને તસ્વીરમાં એડિટિંગ મારફતે પીએમ મોદીને મુસ્લિમ ધર્મની ટોપી પહેરાવવામાં આવેલ છે.
Result : Altered Image
Our Source
Official Tweet Of Narendra Modi, 10 Feb 2023
Media Report Of ANI, 25 Jun 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044