Claim : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોકીદાર ચોર હૈ ના નારા લાગ્યા
Fact : ચોકીદાર ચોર હૈ ના નારા લાગ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો 2019માં જયપુર સ્ટેડિયમ ખાતે લેવામાં આવેલ છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ના મેચો શરૂ થઈ ચુક્યા છે. ત્યારે આ વખતે કુલ 7 મેચ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજીત છે. સોશ્યલ મીડિયા પર ક્રિકેટ ફેન અવનવી પોસ્ટ શેર કરતા હોય છે. આ ક્રમમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે “નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોકીદાર ચોર હૈ ના નારા લાગ્યા”

ફેસબુક યુઝર્સ દ્વારા “સાહેબ નાં સ્ટેડિયમ માં સાહેબ નું અપમાન.ગુજરાત ની જનતા સહન નઈ કરે.” ટાઇટલ સાથે વિડીયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં સ્ટેડિયમમાં બેઠેલા લોકો દ્વારા ‘ચોકીદાર ચોર હૈ’ ના નારા લગાવવાની શરૂઆત કરવામાં આવે છે.
Fact Check / Verification
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોકીદાર ચોર હૈ ના નારા લાગ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયોના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ફેસબુક પર SIN ન્યુઝ વેબસાઈટ દ્વારા 11 એપ્રિલ 2019ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. પરંતુ અહીંયા વિડીયો સાથે જગ્યા કે સ્ટેડિયમના નામનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી.

આ અંગે કેટલાક કીવર્ડ સર્ચ કરતા thequint અને bbc ન્યુઝ દ્વારા માર્ચ 2019ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની આઈપીએલ મેચ દરમિયાન ‘ચોકીદાર ચોર હૈ’ના નારા લાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે IPL મેચ સિરીઝના 7 મેચ અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગોઠવવામાં આવેલા છે. જે સંદર્ભમાં ભ્રામક વિડીયો શેર કરવામાં આવેલ છે. ઉપરાંત વાયરલ વિડીયો કેટલાક કોંગ્રેસ નેતાઓ દ્વારા પણ 2019માં શેર કરવામાં આવ્યા હતા.
Conclusion
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોકીદાર ચોર હૈ ના નારા લાગ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો 2019માં જયપુર સ્ટેડિયમ ખાતે લેવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ જુના વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
Facebook Post of SIN News, APR 11, 2019
Media Reports Of thequint , MAR 26, 2019
Media Reports Of bbc , MAR 27, 2019
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044