Saturday, April 26, 2025
ગુજરાતી

Fact Check

પુરષોતમ રૂપાલા દ્વારા 2017માં એમ્બ્યુલન્સ અંગે કરવામાં આવેલ વાત હાલ કોરોના પરિસ્થિતિ સંદર્ભે વાયરલ

banner_image

Parshottam Rupala viral video જાણો શું બોલ્યા એમ્બ્યુલન્સ પરિસ્થિતિ પર
કોરોના સુનામી વચ્ચે કોવિડ હોસ્પિટલ બહાર 108 એમ્બ્યુલન્સની લાઈનો યથાવત છે. ગુજરાતના અનેક શહેરોમાં કોરોનાના કહેર વચ્ચે 108 એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીઓએ સારવાર મેળવવા માટે પણ રાહ જોવી પડી રહી છે. તમામ 108 એમ્બ્યુલન્સ દર્દીઓને સેવા આપવા માટે તત્પર અને કટિબદ્ધ છે. 108 તરફથી કોઈ દરદીને તકલીફ ન પડે તેના પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે.

દેશના અનેક રાજ્યો સહિત ગુજરાતમાં કોરોનાની બીજી લહેર કાળો કહેર વર્તાવી રહી છે. જેની લીધે રાજ્યમાં સંક્રમણના નવા કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને રોજ સામે આવી રહેલા નવા કેસના આંકડા પણ દર્શાવે છે રાજ્યમાં કોરોના હવે બેકાબૂ બની ગયો છે, સરકાર તો પગલા લઇ રહી છે, પરંતુ નાગરિકોએ જાતે પણ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. (Parshottam Rupala viral video)

માહિતી મુજબ છેલ્લા વિતેલા દિવસોમાં અનેક ગામડાંએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે. જેમાં બનાસકાંઠાના ભાભર, મોરબીના ખાખરેચી અને હડમતીયા ગામ, દેવભૂમિના દેવળીયા, કલ્યાણપુર, રાવલ અને કાનપર શેરડી સહિત ગામડાં સામેલ છે. જ્યાં ગામ પ્રશાસને જ સ્વંયભૂ લોકડાઉન પાળવાનો નિર્ણય લીધો છે.

Parshottam Rupala viral video

ત્યારે સોશ્યલ મીડિયા પર આ તમામ પરિસ્થિતિ અંગે અનેક વિડિઓ પોસ્ટ વાયરલ થયેલ છે. ત્યારે હાલમાં Union Minister પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ભાષણ નો વિડિઓ વાયરલ થયેલ છે. જેમાં તેઓ કહે છે કે “108માં ફોન કરવો નહીં રીક્ષા પકડી લેવી અથવા ટ્રેકટરમાં પહોંચી જવું” ફેસબુક પર આ વિડિઓ હાલમાં કોરોના વાયરસ ના કારણે સર્જયેલ પરિસ્થિતિ સંદર્ભે શેર કરવામાં આવેલ છે. (Parshottam Rupala viral video)

Parshottam Rupala viral video
Facebook archive Facebook

ફેસબુક પર પુરુષોત્તમ રૂપાલા નો વિડિઓ કેટલા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો હોવાની માહિતી માટે C rowdtangle Data સર્ચ કરતા નીચે મુજબના ફેસબુક ગ્રુપ જોઈ શકાય છે.

Parshottam Rupala viral video

Factcheck / Verification

108માં ફોન કરવો નહીં રીક્ષા પકડી લેવી અથવા ટ્રેકટરમાં પહોંચી જવું જેવા દાવા સાથે વાયરલ થયેલ પુરુષોત્તમ રૂપાલાના વાયરલ વિડિઓ અંગે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ઘણા પરિણામો જેમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી સમયે કરવામાં આવેલ ભાષણના વિડિઓ જોવા મળે છે. (Parshottam Rupala viral video)

વાયરલ વિડિઓ ચૂંટણી સમયના ભાષણ નો હોવાનું જણાતા ફેસબુક પર પુરુષોત્તમ રૂપાલા ના ઓફિશ્યલ એકાઉન્ટ પર સર્ચ કરતા 26 નવેમ્બર 2017 ના કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જે પરથી સાબિત થાય છે કે આ વિડિઓ રાજકોટ ખાતે ચૂંટણી સમયે કરવામાં આવેલ ભાષણ છે.

Parshottam Rupala viral video

વાયરલ વિડિઓ પોસ્ટમાં કરવામાં આવેલ 20 સેકન્ડ ના વિડિઓ જેમાં 108 અંગે રૂપાલા દ્વારા બોલવામાં આવેલ લાઈન ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. અહીંયા અમે વાયરલ વિડિઓમાં કરવામાં આવેલ વાત નો સંપૂર્ણ વિડિઓ બનાવેલ છે, જેમાં જોઈ શકાય છે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી સમયે કોંગ્રેસ પર પ્રહાર કરતા આ પ્રકારે ભાષણ આપેલ છે.

વાયરલ વિડિઓ પોસ્ટમાં કરવામાં આવેલ 20 સેકન્ડ ના વિડિઓ જેમાં 108 અંગે રૂપાલા દ્વારા બોલવામાં આવેલ લાઈન ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. અહીંયા અમે વાયરલ વિડિઓમાં કરવામાં આવેલ વાત નો સંપૂર્ણ વિડિઓ બનાવેલ છે, જેમાં જોઈ શકાય છે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી સમયે કોંગ્રેસ પર પ્રહાર કરતા આ પ્રકારે ભાષણ આપેલ છે. (Parshottam Rupala viral video)

ભારત કોરોના સંક્રમણની બીજી લહેર રોકવામાં નિષ્ફળ કઈ રીતે રહ્યું?

ભારતમાં કોરોનાથી થનારાં મૃત્યુનો સાપ્તાહિક આંકડો સરેરાશ 100 જેટલો રહી ગયો હતો. ત્યારે પાંચ રાજ્યોમાં ચૂંટણી, ક્રિકેટ મૅચોના કારણે કોરોના સંક્રમણમાં ઉછાળો આવ્યો છે. ચૂંટણી માટે ભવ્ય રીતે પ્રચાર પણ ચાલી રહ્યો છે. પ્રચાર દરમ્યાન કોવિડ-19ને લઈને સુરક્ષાના નિયમો અને સોશિયલ ડિસ્ટન્સિંગનો કોઈ પત્તો નથી.

માર્ચ મહિનાના મધ્યમાં ક્રિકેટ બોર્ડે 1,30,000 પ્રશંસકોને જેમાંથી મોટાભાગના લોકોએ માસ્ક નહોતા પહેર્યા, તેમની હાજરીમાં ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી બે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચો યોજી હતી.

રસીકરણની શરૂઆતમાં ભારતની સ્વદેશી રસીની અસરકારકતાને લઈને વિવાદ થયો હતો. હવે જ્યારે સરકાર મુજબ દેશમાં 10 કરોડ લોકોનું રસીકરણ થઈ ગયું છે ત્યારે રસીની અછતના સમાચાર પણ આવી રહ્યા છે.ભારતમાં કોરોના સંક્રમણ વધતાં, રસીની માગમાં પણ ઉછાળો આવ્યો છે અને સરકારે ઑક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની કોરોનાની રસીના નિકાસ પર હાલ પૂરતી રોક લગાવી છે. એટલું જ નહીં સરકારે વિદેશી રસીના આયાતને પણ મંજૂરી આપી દીધી છે.

Conclusion

ગુજરાતમાં હાલ કોરોના વાયરસના કારણે હોસ્પિટલમાં બેડ ની અછત અને 108માં દર્દીઓ હોસ્પિટલની બહાર લાઈન તેમજ ઓક્સિજન ની અછત પર સોશ્યલ મીડિયા પર અનેક વિડિઓ વાયરલ થયા હતા. જે સંદર્ભે પુર્ષોત્તમ રૂપાલા દ્વારા 2017માં ચૂંટણી સમયે આપવામાં આવેલ ભાષણમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા 108 મુદ્દે કરવામાં આવેલ વાત હાલ ગુજરાતની વકરતી પરિસ્થતિ સંદર્ભે ભ્રામક રીતે શેર કરવામાં આવેલ છે. (Parshottam Rupala viral video)

Result :- Misleading


Our Source

Google Search
Facebook Account of Parshottam Rupala

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,944

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.