Claim : મંદિરમાં હરિજન જાતિના લોકોને પ્રવેશ કરવાની મનાઈ કરવામાં આવી
Fact : આ તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવેલ છે. કથિત લખાણ મંદિરની દીવાલ પર લખવામાં આવેલ નથી.
સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે. આ એક મંદિરની તસ્વીર છે, અને અહીંયા હરિજન જાતિના લોકોને પ્રવેશ કરવાની મનાઈ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાયરલ તસ્વીરમાં મંદિરની દિવાલ પર કથિત લખાણ લખાયેલું જોવા મળે છે.

આ પણ વાંચો : શું 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી જ માન્ય રહેશે? જાણો શું છે સત્ય
Fact Check / Verification
મંદિરમાં હરિજન જાતિના લોકોને પ્રવેશ કરવાની મનાઈ કરવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ટ્વીટર પર વાયરલ તસ્વીરનો જવાબ આપતા Swami Ramsarnacharya Pandey દ્વારા ટ્વીટ કરવામાં આવેલ છે. સ્વામી રામશર્ણાચાર્ય દ્વારા 26મેં ના મંદિરની તસ્વીર શેર કરવામાં આવેલ છે.
અહીંયા, મંદિરની દીવાલ પર કોઈ પણ જાતિ વિષય પર લખાણ લખાયેલ જોવા મળતું નથી. ઉપરાંત, સ્વામી દ્વારા આ ઘટના પર ફરિયાદ નોંધાવવામાં આવી હોવા અંગે જાણ કરવામાં આવેલ છે.
વધુમાં આ તસ્વીરને લઈને સિરોહી પોલીસ દ્વારા પણ સોશ્યલ મીડિયા મારફતે સ્પષ્ટતા કરવામાં આવેલ છે. સિરોહી પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને લેવામાં આવેલ મંદિરની તસ્વીર શેર કરવામાં આવેલ છે. સાથે જણાવવામાં આવ્યું છે કે “પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ આ તસ્વીર લેવામાં આવી છે, જેમાં કથિત લખાણ જોવા મળતું નથી.“
Conclusion
મંદિરમાં હરિજન જાતિના લોકોને પ્રવેશ કરવાની મનાઈ કરવામાં આવી હોવાના લખાણ પર વાયરલ થયેલ તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવેલ છે. સ્વામી રામશર્ણાચાર્ય અને સિરોહી પોલીસ દ્વારા શેર કરવામાં આવેલ તસ્વીર મુજબ આવું કોઈપણ કથિત લખાણ મંદિરની દીવાલ પર લખવામાં આવેલ નથી.
Result : Altered Image
Our Source
Tweet Of Ramsarnacharya Pandey, on 26 MAY 2023
Tweet Of Police Sirohi, on 26 MAY 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044