Friday, April 25, 2025
ગુજરાતી

Fact Check

2013માં બનેલ ઘટનાનો વિડીયો હાલમાં બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદશન હોવાના દાવા સાથે વાયરલ

banner_image

બાંગ્લાદેશની આર્થિક કથળેલી હાલત વચ્ચે પેટ્રોલના ભાવમાં ધરખમ વધારો થતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. રાજકીય પક્ષો હોય કે સામાન્ય માણસ આ ભાવ વધારાનો વિરોધ નોંધાવી રહ્યો છે. આશ્ચર્યની વાત છે કે છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ 51%, ડીઝલ 42% મોંઘુ થયું છે, જે ક્રમમાં સોશ્યલ મીડિયા પર અનેક કટાક્ષ કરતી વાયરલ પોસ્ટ જોઈ શકાય છે. જ્યાં, કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા બાંગ્લાદેશમાં પેટ્રોલના ભાવ વધારા અંગે થતા વિરોધ પ્રદશનનો એક વિડીયો શેર કરવામાં આવ્યો છે.

ફેસબુક પર ‘Sampurna Samachar Seva‘ નામની ન્યુઝ ચેનલ દ્વારા “બાંગ્લાદેશમાં કથળતી હાલત” ટાઇટલ સાથે એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કેટલાક પ્રદશનકારીઓ પથ્થર મારો કરી રહ્યા છે, બીજી બાજુ પોલીસ તંત્ર ટીયર ગેસ છોડી રહી છે. નોંધનીય છે કે વાયરલ વિડીયોના એક સ્ક્રીન શોટ સાથે પેટ્રોલના ભાવ વધારા અંગે zeenews દ્વારા પણ “બાંગ્લાદેશમાં ફ્યૂલના ભાવ વધારા બાદ બબાલ, લોકો રસ્તા પર ઉતર્યા, સરકાર સામે વિરોધ પ્રદર્શન” હેડલાઈન સાથે એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે. અહેવાલ સાથે દાવો કરવામાં આવ્યો છે કે બાંગ્લાદેશમાં પેટ્રોલના ભાવ વધારા મુદ્દે લોકો રસ્તા પર ઉતરીને તોડફોડ કરી રહ્યા છે.

2013માં બનેલ ઘટનાનો વિડીયો હાલમાં બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદશન હોવાના દાવા સાથે વાયરલ
Image Courtesy : Facebook / Zee24Kalak

આ પણ વાંચો : શું આંબેડકરે આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બને તો અનામત નાબૂદ કરવાની વાત કરી હતી?

Fact Check / Verification

બાંગ્લાદેશમાં પેટ્રોલના ભાવ વધારા મુદ્દે થઈ રહેલા પ્રદશનો મુદ્દે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા જાણવા મળે છે કે આ ઘટના 2013માં બનેલ છે. યુટ્યુબ પર Channel 4 News દ્વારા મે 2013માં પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોઈ શકાય છે, અહીંયા આપવામાં આવેલ માહિતી મુજબ ‘બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓ ઇશનિંદા વિરોધી કાયદાની માંગણી માટે પોલીસ સાથે લડાઈ કરી રહ્યા છે.’

વધુમાં, બાંગ્લાદેશમાં ઇશનિંદા વિરોધી કાયદા અંગે અમને cnn અને The Telegraph દ્વારા મેં 2013ના પોસ્ટ કરવામાં આવેલ વિડીયો તેમજ અહેવાલ જોઈ શકાય છે. ઢાકા પોલીસના પ્રવક્તા મસુદુર રહેમાને જણાવ્યું હતું કે, નવા ઇશનિંદા કાયદાના વિરોધમાં આવેલા ઓછામાં ઓછા 70,000 ઈસ્લામવાદીઓને વિખેરવા પોલીસે સાઉન્ડ ગ્રેનેડ, વોટર કેનન, ટીયર ગેસ અને રબર બુલેટનો ઉપયોગ કર્યો હતો.

નોંધનીય છે કે ઇસ્લામિક કાર્યકર્તાઓ સરકાર પાસે ઇશનિંદા વિરોધી કાયદો ઘડવાની માગણી માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

2013માં બનેલ ઘટનાનો વિડીયો હાલમાં બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદશન હોવાના દાવા સાથે વાયરલ

જયારે, સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વિડીયો સાથે કરવામાં આવેલ દાવા મુજબ પેટ્રોલના ભાવ વધારા મુદ્દે આંદોલન અને પ્રદશન થઈ રહ્યા હોવા અંગે તપાસ કરતા Hindustan Times દ્વારા ઓગષ્ટ 2022ના પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોઈ શકાય છે. અહીંયા આપવામાં આવેલ માહિતી અનુસાર, શેખ હસીનાની સરકારે ઈંધણના ભાવમાં 51.7% સુધીનો વધારો કર્યા બાદ બાંગ્લાદેશના લોકોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે.

Conclusion

બાંગ્લાદેશમાં પેટ્રોલના ભાવ વધારા મુદ્દે થઈ રહેલા પ્રદશનનો વાયરલ વિડીયો ખરેખર 2013માં બનેલ ઘટના છે. વાયરલ વિડીયો મેં 2013ના ઇસ્લામિક કાર્યકર્તાઓ સરકાર પાસે ઇશનિંદા વિરોધી કાયદો ઘડવાની માગણી માટે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન સમયે લેવામાં આવેલ છે.

Result : False

Our Source

Media Reports of Channel 4 News, May 2013
YouTube News Videos of cnn and The Telegraph, May 2013


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,908

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.