Friday, April 25, 2025
ગુજરાતી

Fact Check

Amit Shah દ્વારા રાષ્ટ્રપતિનું અપમાન કર્યું હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ

banner_image

અમદાવાદ ખાતે Narendra Modi સ્ટેડિયમનું હાલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે સોશ્યલ મીડિયા પર આ પ્રંસગ પર Amit Shah દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અપમાન કરવાના સંદર્ભમાં બે તસ્વીર શેર કરવામાં આવેલ છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અમિત શાહ એકલા રેડ કાર્પેટ પર ચાલી રહ્યા છે જયારે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સાઈડમાં. ફેસબુક પર “ડાબી બાજુ ભારતનાં રાષ્ટ્રપતિ છે અને જમણી બાજુ ગુજરાતનાં રાજ્યપાલ અને વચ્ચે રેડ કાર્પેટ પર ચાલી રહ્યા છે એ છે અમિત શાહ” કેપશન સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

Amit Shah
Facebook Twitter

બંધારણીય રૂપે ભારતના રાષ્ટ્રપતિ એ દેશના પ્રથમ નાગરિક છે. રાષ્ટ્રપતિની કચેરીને આદરથી જોવામાં આવે છે અને રાષ્ટ્રપતિને સામાન્ય રીતે રાજકીય દુશ્મનાવટથી દૂર રાખવામાં આવે છે. પરંતુ તે પછી પણ તમને સોશિયલ મીડિયા પર સરળતાથી ભારતના વિવિધ રાષ્ટ્રપતિઓ વિશે સેંકડો અપમાનજનક ટિપ્પણીઓ મળશે. આ પહેલીવાર નથી જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેમની રાજકીય વિચારધારા સામે દોષી ઠેરવવામાં આવે છે. ભૂતકાળમાં પણ ઘણા એવા કિસ્સા બન્યા છે કે જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિશે ભ્રામક દાવા કરવામાં આવ્યા છે.

Factcheck / Verification

વાયરલ દાવાની તપાસ કરવા માટે કેટલાક કીવર્ડ્સ સાથે ગુગલ સર્ચ કરતા હાલમાં મોટેરા સ્ટેડિયમનું નામ બદલાવઈને Narendra Modi સ્ટેડિયમ રાખવામાં આવ્યું અને સ્ટેડિયમના ઉદ્ઘાટનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહ મંત્રી Amit Shah હાજર રહ્યા હતા.

Amit Shah

ત્યારબાદ અમને ભારતના રાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં ઉપરોક્ત ઉદ્ઘાટન સમારોહમાં પોતાની ઉપસ્થિતિ વિશે માહિતી આપતા જણાવ્યું કે “ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા નિર્મિત વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરીને મને ખૂબ આનંદ થયો છે.

વાયરલ તસ્વીર પર વધુ માહિતી માટે ઉદઘાટન સમારોહનો વિડિઓ સર્ચ કરતા રાષ્ટ્રપતિ ભવનની સત્તાવાર યુટ્યુબ ચેનલ દ્વારા પ્રકાશિત ઉદ્ઘાટન કાર્યક્રમનો સંપૂર્ણ વિડિઓ જોવા મળે છે. જો કે, આ યુ-ટ્યુબ વીડિયોમાં રાષ્ટ્રપતિ કોવિંદ અને ગૃહ પ્રધાન Amit Shah પાછળથી કેમેરામાં ઝડપાયા છે. તેથી, કાર્પેટ પર ચાલતી વખતે રાષ્ટ્રપતિ અને Amit Shahની ગતિવિધિઓ જોવી શક્ય નથી. પરંતુ ઉપરોક્ત વીડિયોમાં 1 મિનિટ 10 સેકંડ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગળ વધતા જોઇ શકાય છે. જે સમયે ગૃહ પ્રધાન અમિત શાહ પ્રોટોકોલ હેઠળ રાષ્ટ્રપતિની પાછળ તેને અનુસરે છે.

NDTVના સ્ક્રીન શોટ સાથે વાયરલ થયેલ દાવા પર એનડીટીવી દ્વારા અપલોડ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જેમાં 6 મિનિટ અને 30 સેકંડ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઘણી વખત રેડ કાર્પેટ પર ચાલતા જોઇ શકાય છે.

એનડીટીવી દ્વારા અપલોડ કરાયેલ વીડિયો જોયા પછી કહી શકાય છે કે રાષ્ટ્રપતિ અને Amit Shah બન્ને રેડ કાર્પેટના અંત સુધી તેના પર ચાલતા નથી. તેમજ રાષ્ટ્રપતિ રેડ કાર્પેટની સાઈડમાં ચાલી રહ્યા હોવાનો દાવો ભ્રામક છે.

વાયરલ તસ્વીર પર હિન્દી ફેક્ટ ચેક માટે : – क्या राष्ट्रपति Ramnath Kovind ने गृह मंत्री अमित शाह के लिए खाली किया रेड कार्पेट?

Conclusion

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાષ્ટ્રપતિ કોવિંદનું અપમાન કરવામાં આવ્યું હોવાનો દાવો તદ્દન ખોટો છે. અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ઉદ્ઘાટન સમયે રેડ કાર્પેટ પર ચાલતા આવતા ગૃહ પ્રધાન અને રાષ્ટ્રપતિના વિડિઓ માંથી એક સ્ક્રીન શોટ ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે, જે સમયે રાષ્ટ્ર્પતિ રેડ કાર્પેટની બહાર ચાલતા-ચાલતા નીકળી ગયા હતા.

Result :- Misleading


Our Source

NDTV Youtube
રાષ્ટ્રપતિ ભવન Youtube
President of India

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,924

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.