ગુજરાતના (Gujarat) ખેડૂતો દ્વારા ખાતરના ભાવ વધારા મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો સુત્રોચાર કરવામાં આવ્યા હતા. સોશ્યલ મીડિયા પર ખાતરના ભાવ અંગે એક પોસ્ટ શેર કરવામાં આવેલ છે, જેમાં DAP, NPK, અને ASP ખાતરના જુના ભાવ અને નવા ભાવ લખવામાં આવ્યા છે. ખાતરના ભાવ વધારા અંગે ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ ભ્રામક ન્યુઝ શેર કરવામાં આવેલ છે.

(Gujarat) કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા, જોઇતાભાઈ પટેલ ( Board of director OF Banas dairy ) તેમજ અન્ય નેતાઓ દ્વારા “રાસાયણીક ખાતરમાં ભાવ વધારા સ્વરૂપે ખેડૂતો ઉપર ભાજપનો વધુ એક આર્થિક પ્રહાર!” કેપશન સાથે સંદેશ ન્યુઝ દ્વારા ભાવ વધારા અંગે કરવામાં આવેલ ન્યુઝ બુલેટિનનો વિડિઓ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
ખાતરના ભાવ વધારા અંગે વાયરલ થયેલ પોસ્ટ પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા vtvgujarati દ્વારા 27 ફેબ્રુઆરીના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ ખાતરના ભાવ વધારા અંગે વાયરલ થયેલ પોસ્ટ ભ્રામક અને એક અફવા હોવાની સ્પષ્ટતા ગુજરાત કૃષિ મંત્રી RC ફળદુ દ્વારા કરવામાં આવેલ છે. તેમજ ગુજરાત પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી દ્વારા પણ ખાતરના ભાવ વધારા અંગે અફવા ફેલાવવામાં આવી હોવાની માહિતી આપોતો વિડિઓ જોવા મળે છે.
આ મુદ્દે TV9 Gujarati દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ પણ જોવા મળે છે . જેમાં કૃષિ મંત્રી RC ફળદુ દ્વારા મીડિયા સમક્ષ ખાતરના ભાવ વધારા અંગેની માહિતી ખોટી અને ભ્રામક હોવાની સ્પષ્ટતા આપતા કહે છે ” ખાતરના ભાવમાં હાલ કોઈ વધારો નહીં થાય. તેમણે કહ્યુ કે આ અહેવાલ એક અફવા છે અને કૉંગ્રેસ દ્વારા ખેડૂતોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે અફવા ફેલાવવામાં આવી છે.“
ખાતરના ભાવ વધારા અંગે ટ્વીટર પર Parshottam Sabariya દ્વારા પણ એક ટ્વીટ શેર કરવામાં આવેલ છે, જેમાં તતેમણે જણાવ્યું કે “ગુજરાત રાજ્યમાં D.A.P.અને N.P.K.ખાતરોમાં નથી કરાયો ભાવ વધારો” , નોંધનીય છે આ ટ્વીટને RC ફળદુ દ્વારા પણ શેર કરવામાં આવેલ છે.
Conclusion
(Gujarat)માં ખાતરના ભાવ વધારા અંગે વાયરલ થયેલ પોસ્ટ એક અફવા છે. કૃષિ મંત્રી RC ફળદુ દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ માહિતી ભ્રામક હોવાની સ્પષ્ટતા આપવામાં આવેલ છે. ઉપરાંત પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી દ્વારા પણ ખાતરના ભાવ વધારા અંગેની માહિતી ખોટી અફવા હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે. ગુજરાતમાં કોઈપણ ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી.
Result :- False
Our Source
Parshottam Sabariya
TV9 Gujarati
કૃષિ મંત્રી RC ફળદુ
vtvgujarati
દિલીપ સંઘાણી
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)