(Queen) કોરોના વાયરસ પર રસીકરણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભારત દ્વારા અન્ય ઘણા દેશોને વેક્સીન પહોંચાડવામાં આવેલ છે. હાલમાં કેનેડાના ટોરેન્ટોમાં વેક્સીન મુદ્દે PM મોદીનો આભાર વ્યક્ત કરતા રોડ પર બેનર લગાવવામાં આવ્યું હતું. ભારત દ્વારા હાલમાં 10 મિલિયન વેક્સીન ડોઝ UK મોકલવામાં આવેલ છે. ત્યારે આ સંદર્ભે UK Queen એલિઝાબેથ દ્વારા PM મોદીનો વેક્સીન મુદ્દે આભાર માનતા “thank you PM Modi for sending us Covid-19 vacccine” લખાણ સાથે સાઈન બોર્ડ લગાવવામાં આવ્યું હોવાનો દાવો કરતી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.
ફેસબુક પર “કોગ્રેસ ના ચમચાઓ જોવો” કેપશન સાથે તો ટ્વીટર પર “महारानी भी आज मोदीजी को धन्यवाद कह रही है” કેપશન સાથે યુઝર્સ દ્વારા વાયરલ તસ્વીર શેર કરવામાં આવી રહી છે.

Factcheck / Verification
Queen એલિઝાબેથ દ્વારા “thank you PM Modi” પોસ્ટર લગાવવામાં આવ્યું હોવાના દાવા સાથે વાયરલ તસ્વીર જયારે ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા મોટા પ્રમાણમાં સમાન તસ્વીર જોવા મળે છે, જેમાં Queen એલિઝાબેથ દ્વારા કંઈક સંદેશ આપવામાં આવેલ છે. જયારે આ તસ્વીર ધ્યાનપૂર્વક જોતા જાણવા મળે છે કે તમામ તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવેલ છે, અને ભ્રામક લખાણ સાથે શેર કરવામાં આવેલ છે.

જયારે આ તસ્વીર સંદર્ભે inkl , flipboard અને france24 દ્વારા એપ્રિલ 2020માં પબ્લિશ કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ કોરોના વાયરસના શરૂઆતી દિવસોમાં સંક્ર્મણ વધતા UKમાં 14 હજારથી વધુ લોકોના મોત થયા હતા. જે અનુસંધાને Queen એલિઝાબેથ દ્વારા બ્રિટેનને મેસેજ આપવામાં આવ્યો હતો “we will be with our friends, we will be with our families again ; we will meet again“


આ ઉપરાંત BBC London દ્વારા પણ એપ્રિલ 2020ના પોસ્ટ કરવામાં આવેલ તસ્વીર જોવા મળે છે. જેમાં Queen એલિઝાબેથ કોરોના સામે ટકી રહેવા હિંમત આપતો મેસેજ કહેવામાં આવેલ છે. તેમજ વાયરલ તસ્વીર અને અસલ તસ્વીર વચ્ચે સરખામણી કરતા જોવા મળશે કે માત્ર બોર્ડમાં લખાયેલા શબ્દો બદલવામાં આવેલ છે, અને ભ્રામક દાવા સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

આ તસ્વીર મુદ્દે ન્યૂઝ એજન્સી AFP ફોટોગ્રાફર ગ્લીન કિર્કને શ્રેય આપવામાં આવેલા Getty Image પર જુદા-જુદા એન્ગલથી મૂળ બિલબોર્ડની તસ્વીર પણ જોવા મળે છે. આ સાથે આ બિલબોર્ડ સેન્ટ્રલ લંડનના પિકડાડિલી સ્ક્વેરમાં મૂકવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ગુગલ મેપ પર હાલમાં આ જગ્યા પર લગાવવામાં આવેલ બિલબોર્ડ પણ જોઈ શકાય છે.

UK દ્વારા 100 મિલિયન ભારતીય વેક્સીન AstraZeneca’s ઓર્ડર કરવામાં આવેલ છે. જેમાંથી 10 મિલિયન ડોઝ પહોંચાડવામાં આવેલ છે. UK હેલ્થકેર વર્કરને ઓક્સફોર્ડ યુનિવર્સિટીનો એસ્ટ્રાઝેનેકા રસીનો ડોઝ આપવાની તૈયારીમાં છે, જે સીરમ ઇન્સ્ટિટ્યૂટ India (SII) દ્વારા બનાવવામાં આવે છે. આ મુદ્દે ન્યુઝ સંસ્થાન reuters, politico અને livemint દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ પર તમામ માહિતી જોઈ શકાય છે.
Conclusion
Queen એલિઝાબેથ દ્વારા “thank you PM Modi” પોસ્ટર લગાવવામાં આવ્યું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ પોસ્ટમાં છેડછાડ કરવામાં આવેલ છે, વાસ્તવિક લખાણ સાથે ચેડા કરવામાં આવેલ છે. Queen એલિઝાબેથ દ્વારા એપ્રિલ 2020માં કોરોના વાયરસના સંક્ર્મણ સમયે બ્રિટેનમાં થયેલા મોત પર તેમજ કોરોના સામે લાડવા માટે હિંમત આપતો એક સંદેશો આપવામાં આવ્યો હતો.
Result :- False
Our Source
reuters,
politico
livemint
BBC London
inkl
flipboard
france24
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)