દેશમાં 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચુકી છે. આ સંદર્ભમાં રાહુલ ગાંધીનો એક ભાષણનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કોંગ્રેસ પાર્ટીને ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ગણાવી રહ્યા છે. ફેસબુક યુઝર “રાહુલ ગાંધીએ કોંગ્રેસની પોળ ખોલી” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.

Fact Check / Verification
રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીને ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ગણાવી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા NDTV દ્વારા 30 સપ્ટેમ્બરના રાહુલ ગાંધીની મધ્યપ્રદેશ ખાતે ઓક્સિજયેલ જાહેર સભાનો વિડીયો જોવા મળે છે. અહીંયા રાહુલ ગાંધીએ શિવરાજ સિંહ ચૌહાણની સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે મધ્યપ્રદેશ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે.
આ અંગે વધુ તપાસ કરતા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના યુટ્યુબ ચેનલ પર 30 સપ્ટેમ્બરના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. અહીંયા રાહુલ ગાંધી ભાષણ આપતા 32 મિનિટ પર ભાજપ પાર્ટી અને શિવરાજસિંહ ચૌહાણ સરકારને ભ્રષ્ટાચારની સરકાર ગણાવતા આક્ષેપ કર્યા હતા. આ અંગે વધુ રિપોર્ટ ABP ન્યુઝ અને ETV ભારત પર પણ જોઈ શકાય છે.
Conclusion
રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીને ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ગણાવી રહ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ વિડીયોમાં રાહુલ ગાંધીના ભાષણ સાથે છેડછાડ કરવામાં આવેલ છે.
Result : Altered Video
Our Source
YouTube Video Of NDTV , 30 Sep 2023
YouTube Video Of INC , 30 Sep 2023
Media Report Of ABP ન્યુઝ , 30 Sep 2023
Media Report Of ETV ભારત , 30 Sep 2023
આ પણ વાંચો : શું અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનું નિધન થયું છે? જાણો શું છે સત્ય
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044