જયપુરના આઝમગઢ કિલ્લામાં ભગવો ધ્વજ કોંગ્રેસના ધારાસભ્ય રામકેશ મીના(Ramkesh meena)ના નેતૃત્વમાં ફાડી નાખવામાં આવ્યો હતો. આ ઘટના પછી, તમામ રાજકીય પક્ષો અને સંગઠનો વચ્ચે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો હતો. હિન્દુવાદી સંગઠનોએ પણ આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી હતી. રામકેશ મીનાની ધરપકડની માંગ કરી છે. આ જ ક્રમમાં આ વીડિયો કોંગ્રેસના ધારાસભ્યને માર મારવાના દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.
આ સંદર્ભે ફેસબુક પર એક આધેડ વ્યક્તિને માર મારતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ગુસ્સે ભરાયેલું ટોળું વ્યક્તિને લાકડી વડે માર મારતા જોવા મળે છે. વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય રામકેશ મીના છે, જેમણે થોડા દિવસો પહેલા જયપુરમાં ભગવો ધ્વજ ફાડી નાખ્યો હતો. આ મુદ્દે રોષે ભરાયેલ લોકોએ આ ધારાસભ્યને ભર બજારમાં માર મારવાનું શરૂ કર્યું.

CrowdTangle ટૂલની મદદથી મળતી માહિતી મુજબ, આ દાવો સોશિયલ મીડિયા પર અનેક લોકો દ્વારા શેર કરવામાં આવ્યો છે. વાયરલ વિડિઓ ફેસબુક પર 4 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે.
Factcheck / Verification
કોંગ્રેસ નેતા રામકેશ મીના દ્વારા ભગવા ઝંડાને ફાડી નાખવા મુદ્દે તેમને લોકે માર માર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા રોયલ સ્ટાર નામના યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો જોવા મળે છે, જે 10 મી એપ્રિલ 2018 ના રોજ અપલોડ થયો હતો. કેપ્શનમાં આપેલી માહિતી અનુસાર, આ વીડિયો જયપુરના ગંગાપુર શહેરનો છે.
આ પણ વાંચો :- શું ખરેખર હિમાચલમાં ફરવા ગયેલા પ્રવાસીઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે આ ટ્રાફિક જામ થયો હતો?
મળતી માહિતીના આધારે, કેટલાક ગુગલ કીવર્ડ્સ સર્ચ કરતા વાયરલ દાવા સંબંધિત 7 એપ્રિલ 2018 ના રોજ પ્રકાશિત ન્યુઝ18નો અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ, 2 એપ્રિલ, 2018ના રોજ, કેટલાક લોકો જયપુરના માધોપુર જિલ્લામાં એસટી-એસસી એક્ટમાં થયેલા બદલાવ સામે વિરોધ કરી રહ્યા હતા. ધારાસભ્ય રામકેશ મીના આ વિરોધને ટેકો આપી રહ્યા હતા. પરંતુ પ્રદર્શનએ હિંસક રૂપ ધારણ કર્યા પછી જ લોકો ગુસ્સે થયા અને પથ્થરમારો શરૂ કરી દીધો. આ દરમિયાન જ્યારે રામકેશ મીના ત્રાસવાદીઓને સમજાવવા અને શાંત પાડવા પહોંચ્યો ત્યારે ગુસ્સે ભરાયેલા લોકોએ તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું.
આ દાવા અંગે વધુ માહિતી માટે જયપુરના ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશનના એસએચઓ નરેશસિંહ સાથે વાત કરી, તેમણે જણાવ્યું કે, “આ દાવા અંગે વધુ માહિતી માટે જયપુરના ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશનના એસએચઓ નરેશસિંહ સાથે વાત કરી, તેમણે જણાવ્યું કે, વાયરલ દાવો ખોટો છે, ધારાસભ્ય રામકેશ મીના સંપૂર્ણપણે સ્વસ્થ છે, તેમના પર હુમલો કરવાની કોઈ ઘટના સામે આવી નથી. કિલ્લા પરથી ધ્વજ નીચે ઉતારવાની બાબતમાં બંને તરફથી એફઆઈઆર નોંધાઈ છે. અમે આ મામલાની ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યા છીએ, સાથે સાથે પોલીસ તરફથી શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા આપીલ કરવામાં આવી છે”
Conclusion
ધારાસભ્ય Ramkesh meenaનો 4 વર્ષ જુનો વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોનો તાજેતરના બનાવ સાથે કોઈ સંબંધ નથી. વર્ષ 2018 માં, એક આંદોલન દરમિયાન ટોળાએ ગુસ્સામાં રામકેશ મીના પર હુમલો કર્યો હતો. જયારે હાલ ભગવા ઝંડાને ફાડી નાખવાના મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
ન્યુઝ18
Youtube
Phone Verification
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044