Wednesday, April 16, 2025
ગુજરાતી

Fact Check

2019માં લેવામાં આવેલ રવીશ કુમારના એક ઇન્ટરવ્યૂનો ભાગ હાલના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે વાયરલ

Written By Prathmesh Khunt
Aug 26, 2022
banner_image

ન્યુઝ ચેનલ NDTVનો 29% હિસ્સો અદાણી ગ્રુપ દ્વારા ખરીદવામાં આવ્યા છે. આ સમાચાર મળતા સાથે સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ ક્રમમાં NDTV ચેનલના એન્કર રવીશ કુમાર ચેનલ છોડી રહ્યા છે, જે અંગે newschecker દ્વારા ફેકટચેક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવેલ છે.

2019માં લેવામાં આવેલ રવીશ કુમારના એક ઇન્ટરવ્યૂનો ભાગ હાલના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે વાયરલ
Screen Shot of Facebook user CA Hari Arora

રવીશ કુમાર પર ફેલાતી ભ્રામક અફવાઓના ક્રમમાં ફેસબુક પર “NDTV વેચ્યા પછી રવીશ કુમાર” ટાઇટલ સાથે એક વિડીયો વાયરલ થયેલ છે. વીડિયોમાં રવીશ કુમાર કહી રહ્યા છે કે ‘NDTV વેચાઈ જશે તો તેઓ રસ્તા પર ઉભા રહીને ન્યુઝ વાંચશે‘ વાયરલ વિડીયો હાલમાં અદાણી ગ્રુપ દ્વારા ન્યુઝ ચેનલનો 29% હિસ્સો ખરીદવાના સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યો છે.

Fact Check / Verification

NDTV વેચાઈ જશે તો રવીશ કુમાર રસ્તા પર ઉભા રહીને ન્યુઝ વાંચશેના દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોમાં “સાહિત્ય તક” નામનો લોગો જોઈ શકાય છે. આ અંગે ગુગલ સર્ચ કરતા યુટ્યુબ ચેનલ ‘Sahitya Tak‘ દ્વારા ઓગષ્ટ 2019ના “NDTV पर बैन लगा तो क्या करेंगे Ravish Kumar” ટાઇટલ સાથે રવીશ કુમારનું એક ઇન્ટરવ્યૂ પોસ્ટ કરવામાં આવેલ છે.

ઇન્ટરવ્યૂમાં રવીશ કુમારને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જો NDTV પર પાબંધી લાગી જાય તો? જેનો જવાબ આપતા રવીશ કુમારે કહ્યું કે “બેન કઈ રીતે લાગે? તમે લોકો છો તો કઈ રીતે બેન કઈ રીતે લાગી શકે છે? અહીંયા રસ્તા પર ઉભા રહીને સમાચાર વાંચી લઈશું. એવું સંવિધાનમાં ક્યાં લખેલું છે કે, પત્રકાર સમાચાર વાંચશે તો સ્ટુડિયોમાં જ વાંચશે. ક્યાંય પણ સમાચાર વાંચી લેશે પાર્કમાં, ગાડીમાં અને જો એ નહીં થાય તો બાથરુમ બંધ કરીને જે રીતે ગાઈએ છીએ એ રીતે સમાચાર પણ વાંચી લઈશું.”

Conclusion

આ ઇન્ટરવ્યૂ પરથી સાબિત થાય છે કે વાયરલ વિડીયો 2019ના રવીશ કુમારના એક ઇન્ટરવ્યૂ પરથી લેવામાં આવેલ છે. જે ઘટનાને હાલમાં અદાણી ગ્રુપ દ્વારા NDTVનો હિસ્સો ખરીદવાના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.

Result : Partly False

Our Source

YouTube Video of Sahitya Tak on AUG 2019


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,795

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.