રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હજુ યથાવત છે. યુક્રેનિયન લોકોએ પોતાના દેશને બચાવવા હથિયાર ઉપાડી લીધા છે, તો ક્યાંક લોકો રશિયન આર્મીના રસ્તા રોકીને વિરોધ કરી રહ્યા છે. રશિયા દ્વારા યુક્રેનના ઘણા વિસ્તારોમાં મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે, જેમાં ઘણા વિસ્તારો નષ્ટ થયા હોવાના અહેવાલો પણ જોવા મળ્યા છે. સોશ્યલ મીડિયા પર પણ રશિયન આર્મીના હુમલાના અનેક વિડિઓ વાયરલ થયેલા છે. જે ક્રમમાં રશિયન આર્મી દ્વારા ભયંકર બોમ્બ બ્લાસ્ટ કર્યો હોવાનો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે.
ફેસબુક પર ન્યુઝ ચેનલ Gujarat update દ્વારા “જુઓ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ નો એક ભયંકર વીડિયો” ટાઇટલ સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓ સોશ્યલ મીડિયા પર 10 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો અને અનેક લોકો દ્વારા શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડીઓમાં બોમ્બ બલાસ્ટ બાદની હાલાકી બતાવતા દ્રશ્યો જોઈ શકાય છે.

Fact Check / Verification
રશિયન આર્મી દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલ દ્વારા શેર કરવામાં આવેલ વિડિઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર ન્યુઝ ચેનલ Bloomberg અને IndianExpressOnline દ્વારા ઓગષ્ટ 2020ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. વિડિઓ પોસ્ટ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, લેબનન દેશની રાજધાની બેરૂતમાં પ્રચંડ વિસ્ફોટથી ડઝનેક લોકો માર્યા ગયા છે અને હજારો ઘાયલ થયા છે.
મળતી માહિતીના આધારે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન Theguardian, Nbcnews અને Npr દ્વારા ઓગષ્ટ 2020ના પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે. જે મુજબ, લેબનન દેશની રાજધાની બેરૂતમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો જેમાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા છે, અને આસપાસની ઇમારતોને નુકસાન થયું છે.

ન્યુઝ અહેવાલો સાથે એક ટ્વીટર પોસ્ટ જે મિડલ ઇસ્ટની પત્રકાર Jenan Moussa દ્વારા શેર કરવામાં આવેલ છે, અહીંયા સમાન વાયરલ વિડિઓ “વિસ્ફોટ પછી મારું શહેર બેરૂત’ કેપશન સાથે જોઈ શકાય છે.
Conclusion
રશિયન આર્મી દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલ દ્વારા શેર કરવામાં આવેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. 2020માં લેબનન દેશની રાજધાની બેરૂતમાં થયેલ વિસ્ફોટના દ્રશ્યો હાલમાં યુક્રેન પર રશિયન આર્મી દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે.
Result :- False Context / False
Our Source
YouTube Post of Bloomberg and IndianExpressOnline
Media Reports of Theguardian, Nbcnews and Npr
Journalist Jenan Moussa Tweet About Beirut explosion
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044