શ્રીલંકામાં સરકાર વિરોધમાં લોકો ખુબ દેખાવો કરી રહ્યા છે. શ્રીલંકામાં ફુગાવો થતા લોકો તોડફોડ તેમજ વિરોધ પ્રદશન કરી રહ્યા છે. આ તમામ ઘટના અંગે અંશે અહેવાલો તેમજ સોશ્યલ મીડિયા પોસ્ટ જોવા મળેલ છે. આ ક્રમમાં શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટરને લોકો માર મારી રહ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ થયેલ છે.
ફેસબુક પર “શ્રીલંકા ના ડિફેન્સ મિનિસ્ટર….આમની રાજનાથસિંહ વાળી કડી-કલોલ નિંદા કરું છું” ટાઇટલ સાથે વિડિઓ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં એક વ્યક્તિને લોકોના ટોળાએ માર માર્યો તેમજ તેમના કપડાં ફાડી નાખ્યા છે. આ વ્યક્તિ શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટર હોવાના દાવા સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : ઓડિશામાં આવેલ અસાની વાવાઝોડાના સંદર્ભમાં કર્ણાટકના હુબલ્લી એરપોર્ટનો વિડિઓ વાયરલ
Fact Check / Verification
શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટરને લોકો માર મારી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ટ્વીટર પર CeylonTribune દ્વારા 9 મેં 2022ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોઈ શકાય છે. જે સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, શ્રીલંકા પીપલ્સ ફ્રન્ટ (SLPP) ના કોલંબો મ્યુનિસિપલ કાઉન્સિલર્સ અને એમ્પ્લોઇઝ યુનિયનના પ્રમુખ મહિન્દા કહંદાગામાએ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેના સમર્થનમાં આજે સવારે ટેમ્પલ ટ્રીઝ ગેટની સામે એક વિરોધ રેલીમાં ભાગ લીધો હતો.
જયારે, શ્રીલંકામાં મહિન્દા કહંદાગામા પર થયેલા હુમલા અંગે ગુગલ સર્ચ કરતા mawbima અને Aruna lk દ્વારા પોસ્ટ કરવામાં આવેલ અહેવાલો જોવા મળે છે. જે મુજબ, ટ્રેડ યુનિયન નેતા મહિન્દા કહંડાગામા પર તાજેતરના સરકાર વિરોધી ચાલી રહેલા વિરોધ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો.
ઉપરાંત, વાયરલ પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવા મુજબ શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટર અંગે ઓફિશ્યલ વેબસાઈટ પર તપાસ કરતા જાણવા મળે છે કે હાલમાં શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટર ગોટબાયા રાજપક્ષા છે. જેઓ 2019માં ચૂંટાય આવ્યા હતા.

Conclusion
શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટરને લોકો માર મારી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડિઓમાં દેખાઈ રહેલ વ્યક્તિ મ્યુનિસિપલ કાઉન્સિલર્સ અને એમ્પ્લોઇઝ યુનિયનના પ્રમુખ મહિન્દા કહંદાગામા છે. શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટરનું નામ ગોટબાયા રાજપક્ષા છે, સોશ્યલ મીડિયા પર અન્ય વ્યક્તિના વિડિઓને શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટરની હાલત હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result : False Context / False
Our Source
Media Reports Of mawbima And Aruna lk , 9 may 2020
Twitter Post Of CeylonTribune
Defense Ministry Of SriLanka
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044