તહેવારના દિવસો નજીક આવી રહ્યા છે, બીજી તરફ રાજ્યમાં હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં હત્યાની ઘટના બાદ કેટલાક ઇનપુટ પરથી અમદાવાદ શહેરમાં 28 ડિસેમ્બર સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોશ્યલ મીડિયા પર આ ક્રમમાં એક વિડિઓ શેર કરવામાં આવેલ છે, જેમાં બે આતંકવાદી પકડાયા હોવાની માહિતી આપવામાં આવેલ છે.
ફેસબુક અને યુટ્યુબ પર “મહારાષ્ટ્ર ના પાલઘર એસ.ટી.ડેપો માં બે આતંકવાદીઓ બોમ્બ સાથે ઝડપાયા” ટાઇટલ સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડીઓમાં પોલીસ અધિકારીઓ આ બે આતંકવાદીનઓ દ્વારા બસ હાઇજેક કરવામાં આવી હોવાની ઘટના પર પોલીસ અધિકારીઓ દ્વારા આ મિશન પાર પાડીને આતંકવાદીઓ જેલ ભેગા કર્યા હોવાનો દાવો કરવામાં આવેલ છે.
Factcheck / Verification
મહારાષ્ટ્રના પાલઘર બસ સ્ટેશન પર બે આતંકવાદીઓ આવી પહોંચ્યા અને બસ હાઇજેક કરી હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડિઓના કિફ્રેમ જયારે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર Amravati City News અને Gavran 90 દ્વારા પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. યુટ્યુબ વિડિઓ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ મહારાષ્ટ્રના અમરાવતીમાં આવેલ પરતવાળા બસ સ્ટેશન પર પોલીસ દ્વારા એક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંબે આતંકવાદીઓ બૉમ્બ વિસ્ફોટક સાથે ઝડપી લઈ મુસાફરોના જીવ બચાવવાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

અમરાવતીના પરતવાળા બસ સ્ટેશન પર આ ઘટના બની હોવાની જાણકારીના આધારે અમે amravatiruralpolice અધિકારી એસ.એચ.માનકર સાથે વાયરલ વિડિઓ સંબધિત વાતચીત કરી હતી. ઘટના અંગે સચોટ માહિતી આપતા તેમણે જણાવ્યું કે “પરતવાળા બસ સ્ટેશન પર કોઈપણ આતંકવાદી ઝડપાયા નથી, પોલીસ દ્વારા અહીંયા એક મોક ડ્રિલનું આયોજન કરાયું હતું. મોક ડ્રિલ અંગે પોલીસ તંત્ર દ્વારા પ્રેસનોટ તેમજ અગાઉ પ્રજાને જાણ કરવામાં આવી હતી કે આ પ્રકારે આતંક્વદી ઘટના પર મોક ડ્રિલ અભ્યાસ કરવામાં આવશે. વાયરલ વિડિઓમાં આતંકવાદી ઝડપાયા હોવાની ભ્રામક માહિતી સાથે શેર કરવામાં આવેલ છે”
આ પણ વાંચો :- અક્ષય કુમાર અને જય શાહ વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ ખુશી મનાવી રહ્યા હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ
જયારે મહારાષ્ટ્રના પાલઘર બસ ડેપો પર બે આતંકવાદીઓ ઝડપાયા હોવાના દાવા અંગે ડેપો અધિકારી સાથે વાતચીત કરતા તેમણે જણવ્યું કે આ પ્રકારે કોઈપણ બસ હાઇજેક થઈ નથી, તેમજ કોઈપણ આતંકવાદીઓ આ ડેપો પરથી ઝડપાયા નથી. જયારે પરતવાળા ડેપો અધિકારી સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે પ્રજા સુરક્ષા જોગે પોલીસ સ્ટાફ દ્વારા અહીંયા એક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
Conclusion
મહારાષ્ટ્રના પાલઘર બસ ડેપો પર બે આતંકવાદીઓ દ્વારા બસ હાઇજેક કરવામાં આવી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ અમરાવતી ગ્રામીણ પોલીસ દ્વારા પરતવાળા બસ સ્ટેશન પર કરવામાં આવેલ એક મોક ડ્રિલ છે. સોશ્યલ મીડિયા પર બસ હાઇજેક થવી અને બૉમ્બ વિસ્ફોટક પકડાયો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
Amravati City News
Gavran 90
amravatiruralpolice
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044