રશિયન હુમલા બાદ લગભગ 2,000 યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. યુદ્ધ આઠ દિવસ પછી પણ સોશિયલ મીડિયા સતત યુક્રેનની બદલાતી જમીની સ્થિતિ વિશે ભ્રામક આક્ષેપો અને અટકળોથી છલકાઈ રહ્યું છે. આ ઘટનાઓ સાથે જોડાયેલ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “યુક્રેનિયન મીડિયા બનાવટી રીતે નાગરિકોના મૃત્યુને બતાવી રહ્યું છે.”

ફેસબુક પર આ વીડિયોને લગભગ 1 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે, “કોવિડમાં હાલ ફિલ્મોના શૂટિંગ બંધ છે ત્યારે જુનિયર આર્ટિસ્ટસને યુક્રેનમાં લાશ બનવાની એકટિંગનું કામ મળી રહે છે.” વિડીઓમાં ન્યુઝ રિપોર્ટરની પાછળ દેખાડવામાં આવી રહેલ ડેડબોડી માંથી એક વ્યક્તિ જીવંત જોઈ શકાય છે.
નોંધનીય છે કે સમાન વિડિઓ કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવ્યો હતો, જે અંગે newschecker દ્વારા ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
રશિયા-યુક્રેન વિવાદમાં અત્યાર સુધીમાં લગભગ 6200 ભારતીય નાગરિકોને યુક્રેનથી ભારત પરત લાવવામાં આવ્યા છે. આ દરમિયાન યુક્રેનમાં બે ભારતીય નાગરિકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. આજતકના અહેવાલ મુજબ , યુક્રેનની રાજધાની કિવથી પરત ફરી રહેલા એક ભારતીય વિદ્યાર્થીને રશિયન હુમલા વચ્ચે ગોળી વાગી છે અને તેને સારવાર માટે અધવચ્ચેથી કિવ પરત લઈ જવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, પોલેન્ડમાં હાજર કેન્દ્રીય મંત્રી વીકે સિંહે કહ્યું કે ઘાયલ વિદ્યાર્થીની ઓળખ કરવામાં આવી રહી છે. સરકાર તેના પર નજર રાખી રહી છે.
Fact Check / Verification
રશિયન હુમલા બાદ યુક્રેનમાં ખોટી ડેડબોડી બતાવવામાં આવી રહી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓમાં રિપોર્ટર અને ન્યુઝ ચેનલનું નામ જોઈ શકાય છે. જયારે YouTube પર OE24.TV ચેનલ પર વાયરલ વિડિઓ અંગે સર્ચ કરતા, 04 ફેબ્રુઆરી, 2022ના રોજ અપલોડ કરવામાં આવેલ સમાન વિડિયો પ્રાપ્ત થયો. વિડિયોના કેપ્શન મુજબ, ઓસ્ટ્રિયાના વિયેનામાં ક્લાઈમેટ ચેન્જનો વિરોધ સમયે આ ન્યુઝ રિપોર્ટ કવર કરવામાં આવેલ છે.
આ વિડિયોમાં રિપોર્ટર માર્વિન બર્ગાઉર કહી રહ્યા છે કે, કેવી રીતે લોકો ક્લાઈમેટ ચેન્જને લઈને ગંભીર છે. અને ક્લાઈમેટ ચેન્જની નીતિઓમાં થયેલા ફેરફારોનો લોકો કેવી રીતે વિરોધ કરી રહ્યા છે.
તેમજ, ન્યુઝ સંસ્થાન oe24.at વેબસાઈટ પર પણ ક્લાઈમેટ ચેન્જનો વિરોધ દર્શાવતો આ વિડિઓ જોઈ શકાય છે. જે 24 ફેબ્રુઆરી 2022ના પોસ્ટ કરવામાં આવેલ છે.

Conclusion
રશિયન હુમલા બાદ યુક્રેન મીડિયા ખોટી ડેડબોડી બતાવી રહ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક દાવા સાથે પોસ્ટ કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર 24 ફેબ્રુઆરીના, ઓસ્ટ્રિયાના વિયેનામાં થયેલ ક્લાઈમેટ ચેન્જ પોલિસીના વિરોધ પ્રદશનનો વિડિઓ, યુક્રેનમાં રશિયન હુમલાથી માર્યા ગયેલા નાગરિકો હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- False Context/ False
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044