Claim : ઉમરેઠી ડેમ ઓવરફ્લો
Fact : વાયરલ થયેલા વીડિયો ખરેખર જુલાઈ 2022ના નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમ ખાતે લેવામાં આવેલ છે.
ભારે વરસાદને લઈને રાજ્યના અનેક જિલ્લામાં પાણી ભરાવવાથી લઈને ભારે તારાજીના દ્રશ્યો સોશ્યલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક ઉમરેઠી ડેમ ઓવરફ્લો થવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોને જૂનાગઢમાં હાલમાં આવેલ ભારે વરસાદના સંદર્ભમાં તાલાલા તાલુકાના ઉમરેઠ ગામે આવેલ ડેમ ઓવરફ્લો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યો હોવાના દાવા સાથે ગોવાનો વિડીયો વાયરલ
Fact Check / Verification
ઉમરેઠી ડેમ ઓવરફ્લો થયો હોવાના દાવા સાથે વાયરલ થયેલા વીડિયોના કીફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ટ્વીટર પર Our Vadodara દ્વારા 14 જુલાઈ 2022ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. જેમાં આપવા આવેલ માહિતી અનુસાર, નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો હતો.
મળતી માહિતીના આધારે કરજણ ડેમ ઓવરફ્લો અંગે ફેસબુક પર સર્ચ કરતા Gujarat Mirror News દ્વારા 14 જુલાઈ 2022ના “કરજણ ડેમ ઓવરફ્લો નો નજારો” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોઈ શકાય છે. જે પરથી સાબિત થાય છે કે આ વિડીયો નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમ છે.
અહીંયા ઉમરેઠી ડેમના કેટલાક ગુગલ ફોટોઝ જોવા મળ્યા, જ્યાં ડેમના બાંધકામ અને ઊંચાઈ જોઈને અંદાજ લગાવી શકાય કે વાયરલ વીડિયો ઉમરેઠી ડેમનો નથી.
Conclusion
ઉમરેઠી ડેમ ઓવરફ્લો થયો હોવાના દાવા સાથે વાયરલ થયેલા વીડિયો ખરેખર જુલાઈ 2022ના નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમ ખાતે લેવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ વાયરલ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
Tweet Of Our vadodara
Facebook Post Of Gujarat Mirror News
Google Photos
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044