અરુણાચલ પ્રદેશમાં વાંસ માંથી બનાવેલ એક એરપોર્ટનું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરવાના હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર એરપોર્ટની કેટલીક તસ્વીરો વાયરલ થઈ રહી છે. ફેસબુક યુઝર્સ “અરુણાચલ પ્રદેશ એરપોર્ટ.. બાંબુમાંથી બનાવેલું.. અદભૂત અને આકર્ષક..૫૬ સેકન્ડ ની અવધિ vdo ની.. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે” ટાઇટલ સાથે આ પોસ્ટ શેર કરી રહ્યા છે.
Fact Check / Verification
અરુણાચલ પ્રદેશમાં વાંસ માંથી બનાવેલ એક એરપોર્ટનું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરવાના હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ટ્વીટર ટ્વીટર પર ANI દ્વારા 9 નવેમ્બરના પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. વાયરલ તસ્વીર સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, PM નરેન્દ્ર મોદી 11 નવેમ્બરના રોજ લગભગ રૂ. 5000 કરોડના ખર્ચે બનેલા બેંગલુરુમાં કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કરશે.
મળતી માહિતીના આધારે વધુ તપાસ કરતા ટ્વીટર પર Narendra Modi અને Airports Authority of India દ્વારા પણ બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ અંગે પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ જોઈ શકાય છે. એરપોર્ટની કેટલીક તસ્વીર શેર કરતા PM મોદીએ લખ્યું છે “અહીં કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, બેંગલુરુના ટર્મિનલ 2ની ઝલક છે. આ એરપોર્ટની ક્ષમતા વિસ્તરણ તરફ દોરી જશે અને વાણિજ્યને વેગ આપશે.”
Conclusion
અરુણાચલ પ્રદેશમાં વાંસ માંથી બનાવેલ એક એરપોર્ટનું લોકાર્પણ PM મોદી કરવાના હોવાના દાવા સાથે શેર થઈ રહેલ વિડીયો ખેરખર બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2ની છે. સોશ્યલ મીડિયા યુઝર્સ વાયરલ તસ્વીરને અરુણાચલ પ્રદેશના એરપોર્ટની હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
Twitter Post Of ANI, on 9 NOV 2022
Twitter Post of Narendra Modi, 9 NOV 2022
Twitter Post of Airports Authority of India, 9 NOV 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044