Sunday, April 27, 2025
ગુજરાતી

Crime

Fact Check – સુરતમાં યુવકની આંગળીઓ તાંત્રિકવિધિ માટે કાપી લેવાઈ? શું છે સત્ય

banner_image

Claim – સુરતમાં યુવકની આંગળીઓ કાપીને ચોરાઈ, તાંત્રિકવિધિ માટેનું કૃત્ય હોવાનો દાવો
Fact – દાવો ખોટા સંદર્ભ સાથે શેર કરાયો છે. યુવકે જાતે જ આંગળીઓ કાપી હતી.

સુરતમાં એક ચોંકવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેને મામલે સોશિયલ મીડિયા પર એક દાવો શેર કરાયો છે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ગ્રાફિક શેર કરાયું છે. ગ્રાફિકમાં લખ્યું છે કે, “સુરતમાં યુવકની ડાબા હાથની 4 આંગળીઓ કાપીને ચોરાઈ હોવાની ઘટના બની છે.”

ગ્રાફિકમાં વધુમાં ઉમેર્યું છે કે, “કોઈકે યુવકની આંગળીઓ કાપી નાંખી અને યુવક બેભાન હાલતમાં મળી આવ્યો. કોઈ તાંત્રિક વિધિમાં બલી ચઢાવવા માટે આંગળીઓ ચોરાઈ હોવાની વકી છે.”

જોકે, ન્યૂઝચેકરને આ દાવો ખોટા સંદર્ભ સાથે શેર કરાયો હોવાનું જાણવા મળ્યું છે.

પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

Fact Check/Verification

દાવાની તપાસ માટે સૌપ્રથમ ગૂગલ કીવર્ડ સર્ચની મદદ લઈને ઘટનાની તપાસ કરવાનો પ્રયાસ કર્યો. જેમાં અમને ધ હિંદુ અખબારનો 15 ડિસેમ્બર-2024ના રોજ પ્રકાશિત થયેલો અહેવાલ પ્રાપ્ત થયો.

અહેવાલમાં જણાવ્યું મુજબ, “મયુર તારપરા નામની વ્યક્તિએ પોતાના સંબંધીની ડાયમંડ ફૅક્ટરીમાં કૉમ્પ્યૂટર ઑપરેટર તરીકે કામ નહોતું કરવું તેથી જાતે જ તીક્ષ્ણ હથિયારથી પોતાના ડાબા હાથની ચાર આંગળીઓ કાપી નાખી હતી.”

અહેવાલમાં અમરોલી પોલીસના અધિકારીને ટાંકીને કહેવાયું છે કે, “વરાછા વિસ્તારમાં ડાયમંડની ઑફિસમાં તેમને સંબંધીને ત્યાં કામ નહોતું કરવું આથી તેમણે પોતાના હાથની આંગળીઓ કાપી લીધી. તેઓ એક એકાઉન્ટ વિભાગમાં કામ કરતા હતા. તેમણે પોલીસને શરૂઆતમાં જણાવ્યું હતું કે ઑફિસથી ઘરે જતા સમયે 8 ડિસેમ્બરના રોજ તેઓ અમરોલી વેદાંતા સર્કલ પાસે બેભાન થઈ ગયા હતા. અને પછી બઘું થયું હતું. પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી તપાસી વધુ તપાસ હાથ ધરી હતી. મયુર તારપરાએ પછી વિગતો જણાવી અને કહ્યું કે તેમણે તીક્ષ્ણ હથિયાર વડે હાથની આંગળીઓ કાપી નાખી હતી. તેમણે પછી આંગળીઓ અને હથિયાર બંને બેગમાં ભરીને ફેંકી દીધા હતા. ત્યાર બાદ તેમના મિત્ર તેમને હૉસ્પિટલ લઈ ગયા હતા.”

ઘટનાને અન્ય પ્રમુખ અને સ્થાનિક મીડિયાએ પણ નોંધ લઈ પ્રકાશિત કર્યાં હતાં. તે અહેવાલ અહીં અને અહીં જોઈ શકાય છે.

વધુમાં ક્રાઇમ બ્રાન્ચે આ મામલે પ્રેસ કૉન્ફરન્સ કરીને ઘટના વિશે સ્પષ્ટતા કરી હતી. જેમાં પોલીસે કહ્યું કે, યુવક સ્ટ્રેસમાં હોવાથી આવું કર્યું અને તેમાં કોઈ તાંત્રિક વિધિની બાબત હોવાની વાત ખોટી છે. તેમાં યુવકનો ઇન્ટરવ્યૂ છે જેમાં તેણે ખુદ કબૂલ્યુ કે ખુદ આંગળી કાપેલી છે.

Conclusion

દાવાની તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે વ્યક્તિની આંગળીઓ કોઈ તાંત્રિકવિધિ બલિ માટે નહોતી કાપી નાંખવામાં આવી. આથી દાવો ખોટા સંદર્ભ સાથે શેર કરાયો છે.

Result – Missing Context

Our Source
The Hindu News Report, Dated 15 Dec-2024
The Economic Times News Report, Dated 15 Dec-2024
The Hindustan Times News Report, Dated 15 Dec-2024
SSK News Report (Surat Crime Branch Press Conferenece), Dated 14 Dec, 2024

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
No related articles found
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,944

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.