કેટલાક સમાચાર સંસ્થાઓ દ્વારા ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ’ને 21 ફેબ્રુઆરીના “શ્રેષ્ઠ ફિલ્મ” શ્રેણીમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2023 મળ્યો છે. આ અંગે ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી દ્વારા પણ ટ્વીટર મારફતે જાહેરાત કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર આ એવોર્ડને લઈને છેડાયેલ વિવાદની હકીકત જાણે એમ છે કે “દાદાસાહેબ ફાળકે એવોર્ડ” અને “દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ” બન્ને અલગ સંસ્થા દ્વારા પ્રદાન કરવામાં આવે છે.

આ ક્રમમાં ગુજરાતી મીડિયા સંસ્થાન “khabarchhe” દ્વારા “દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ‘કાશ્મીર ફાઇલ્સ’ બેસ્ટ ફિલ્મ” હેડલાઈન સાથે અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે. બીજી તરફ ફેસબુક પર “Sandesh ન્યુઝ” દ્વારા ઉપરોક્ત હેડલાઈન સાથે વિવેક અગ્નિહોત્રીની તસ્વીર શેર કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : ‘અબ્દુલ’ ઉત્તર પ્રદેશના માર્કેટમાં લોકોને ધમકાવી રહ્યો હતો, ત્યારબાદ યોગી આદિત્યનાથની પોલીસે તેને માર માર્યો.
દાદા સાહેબ ફાળકે એવોર્ડ શું છે?
દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સૌપ્રથમ 1969માં ભારત સરકાર દ્વારા ફિલ્મ નિર્માતા દાદાસાહેબ ફાળકેના ભારતીય સિનેમામાં યોગદાનની યાદમાં આપવામાં આવ્યો હતો. ફાળકેએ 1913માં ભારતની પ્રથમ ફીચર ફિલ્મ, રાજા હરિશ્ચંદ્રનું દિગ્દર્શન કર્યું હતું. આ એવોર્ડ ભારતીય સિનેમામાં એક ઉત્કૃષ્ટ યોગદાન આપનારને આપવામાં આવે છે.
આ પુરસ્કારો માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવતા ફિલ્મ ફેસ્ટિવલ નિર્દેશાલય દ્વારા આપવામાં આવે છે. વેબસાઈટ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એવોર્ડમાં સ્વર્ણ કમલ (ગોલ્ડન લોટસ) મેડલિયન, એક શાલ અને 10 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર સામેલ છે. બોલિવૂડ એક્ટરે શેર કરેલી તસવીરોમાં પણ આ જોઈ શકાય છે.
દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ શું છે?
દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (DPIFF) ની સ્થાપના 2012 માં દાદાસાહેબ ફાળકેના વારસાને આગળ વધારવા માટે કરવામાં આવી હતી. DPIFF વેબસાઈટ અનુસાર, તે ભારતનો “સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ” છે. આ ફેસ્ટિવલની સ્થાપના અનિલ મિશ્રા દ્વારા કરવામાં આવી હતી, જેઓ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્ય કરે છે. તેઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયના સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન હેઠળ સલાહકાર પેનલ તરીકે પણ સેવા આપી રહ્યા છે.
આ બન્ને એવોર્ડની મુંઝવણ આગાઉ પણ ઉભી થયેલ છે. 2018ના હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, દાદા સાહેબ ફાળકેના નામે વેંચતા ખોટા પુરસ્કારો પર ટિપ્પણી કરતા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના સભ્ય વાણી ત્રિપાઠી ટીકુએ ટ્વીટ કર્યું હતું: “@MIB_India દ્વારા રચવામાં આવેલ માત્ર એક જ ‘દાદા સાહેબ ફાળકે’ પુરસ્કાર છે જેનો ઉપયોગ અન્ય કોઈ કરી શકે નહીં. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર અને ફાળકે સાહેબના નામનું ઘોર અપમાન છે.”
અહેવાલમાં I&B મિનિસ્ટ્રીના તત્કાલીન સંયુક્ત સચિવ અશોક કુમાર પરમારને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, “મંત્રાલય આ મામલે શું કરી શકે? અમે કયા નિયમ હેઠળ પગલાં લઈ શકીએ? અમે તેમને રોકી શકતા નથી, કારણ કે તેઓ નામની બરાબર નકલ કરી રહ્યાં નથી. તેઓ થોડી ફેરબદલી સાથે નામ રાખે છે અને આવા કાર્યક્રમોનું આયોજન કરે છે.”
અમે ડાયરેક્ટોરેટ ઑફ ફિલ્મ ફેસ્ટિવલ્સની વેબસાઇટ દ્વારા સ્કૅન કર્યું, પરંતુ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર જીતનાર કાશ્મીર ફાઇલ્સ વિશે કોઈ જાહેરાત/સૂચના જોવા મળતી નથી. જોકે વેબસાઈટના ગેલેરી વિભાગમાં પૂર્વ ભારતીય રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની તસવીરો દર્શાવવામાં આવી હતી.
નોંધનીય છે કે, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2020ની નવીનતમ (68મી) આવૃત્તિ 30 સપ્ટેમ્બર, 2022ના રોજ યોજાઈ હતી, જ્યાં રાષ્ટ્રપતિ મુર્મુ વિજેતાઓને સ્ક્રોલ, એક શાલ અને મેડલિયન આપતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પીઢ અભિનેત્રી આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તે જ નીચે જોઈ શકાય છે.
ઉલ્લેખનીય છે કે 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓની યાદીમાં પણ અમને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો ઉલ્લેખ જોવા મળ્યો નથી.
Conclusion
ઉપરોક્ત તમામ માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ “ધ કાશ્મીર ફાઈલ”ને બેસ ફિલ્મ માટે હાલમાં દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ આપવામાં આવેલ છે. દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ભારત સરકાર દ્વારા ફિલ્મ નિર્માતા દાદાસાહેબ ફાળકેના ભારતીય સિનેમામાં યોગદાનની યાદમાં આપવામાં આવે છે. દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એક સ્વતંત્ર સંસ્થા છે.
Result: Missing Context
Our Source
Official Website Of PhalkeAward
Official Website Of Dada Saheb Phalke International Film Festival
Media Reports Of Hindustan Times, on May 01, 2018
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044