કર્ણાટકમાં ચાલી રહેલ હિજાબ વિવાદ મુદ્દે ખુબ જ ચર્ચાઓ થઈ રહી છે, હિન્દૂ સંગઠનો હિજાબના વિરોધમાં છે, જયારે મુલ્સિમ મહિલાઓ હિજાબના પક્ષમાં આંદોલન કરી રહી છે. દેશના અન્ય ખૂણામાં પણ હિજાબ વિવાદના સમર્થન અને વિરોધમાં પ્રદશનો જોવા મળેલ છે. સોશ્યલ મીડિયા પર હિજાબ ગર્લ મુસ્કાન ખાન અંગે આગાઉ પણ અનેક ભ્રામક દાવાઓ વાયરલ થયેલા છે, જે અંગે newschecker દ્વારા ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
હિજાબ વિવાદ અંગે ફેલાયેલ ભ્રામક ખબરોના ક્રમમાં સોશિયલ મીડિયા પર રાખી સાવંતની એક તસવીર શેર કરીને એવો દાવો કરવામાં આવ્યો છે કે રાખી સાવંતે હિજાબને સપોર્ટ કર્યો છે. ફેસબુક પર “રાખી સાવંત હિજાબ પહનકર જીમ ટ્રેનર કે પાસ જીમ કરને ગઇ દેખો” અને “રાખી સાવંત હિજાબ ના સમર્થન મા ઉતરી છે” ટાઇટલ સાથે વિડિઓ અને તસ્વીર શેર કરવામાં આવેલ છે.

હકીકતમાં, કર્ણાટકમાં, ભૂતકાળમાં, એક સરકારી શાળામાં, કેટલીક છોકરીઓ નિર્ધારિત ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરીને હિજાબ પહેરીને ક્લાસમાં આવી હતી. તે જ સમયે, હિજાબના જવાબમાં ઘણા વિદ્યાર્થીઓ ભગવા ગમછા પહેરીને કોલેજમાં આવવા લાગ્યા. કર્ણાટકમાં આ મુદ્દાને લઈને કેટલીક જગ્યાએથી સૂત્રોચ્ચાર અને પથ્થરમારાની ઘટનાઓ પણ નોંધાઈ હતી. કર્ણાટકમાં શરૂ થયેલા હિજાબ વિવાદને લઈને દેશ-વિદેશમાંથી અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ પણ આ વિવાદ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો . આ દરમિયાન, સોશિયલ મીડિયા પર રાખી સાવંતની એક તસવીર શેર કરવામાં આવી છે અને દાવો કરવામાં આવ્યો છે કે તેણે હિજાબને સપોર્ટ કર્યો છે.
Fact Check / Verification
‘રાખી સાવંતે હિજાબને સમર્થન આપ્યું’ દાવા સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસ્વીર અને વિડિઓ અંગે ગુગલ કીવર્ડ્સ સર્ચ કરતા 31 ઑગસ્ટ 2021ના રોજ વાયરલ બૉલીવુડ નામની YouTube ચૅનલ દ્વારા અપલોડ કરવામાં આવેલો એક વીડિયો જોવા મળે છે. વીડિયોમાં રાખી સાવંતે એ જ આઉટફિટમાં જોવા મળી રહી છે, જે વાયરલ તસ્વીરમાં જોવા મળે છે.
બૉલીવુડ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં એક મિનિટ 31 સેકન્ડના જ્યારે રાખીને પૂછવામાં આવ્યું કે ‘શું તેણીએ ગઈકાલનો એપિસોડ જોયો? સની લિયોન બિગ બોસમાં ગઈ છે. તેના જવાબમાં રાખી સાવંત કહે છે, “મેં કરણ જોહરનો એપિસોડ જોયો છે અને આજે સની લિયોનનો એપિસોડ પણ જોઈશ. હું ખૂબ જ ખુશ છું કે સની લિયોન બિગ બોસમાં ગઈ છે.
મળતી માહિતીના આધારે ગુગલ સર્ચ કરતા OTT પ્લેટફોર્મ Vootના ઓફિશ્યલ Instagram હેન્ડલ પર 29 ઓગસ્ટ, 2021ના રોજ અપલોડ કરવામાં આવેલી એક પોસ્ટ જોવા મળે છે. પોસ્ટ અનુસાર, સની લિયોન અને કરણ જોહર બિગ બોસમાં OTT પ્લેટફોર્મ Voot પર જોવા મળશે. કરણ જોહરે ઓગસ્ટ 2021માં હોસ્ટ તરીકે પહેલીવાર બિગ બોસમાં ભાગ લીધો હતો .
આ દરમિયાન ‘ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા‘ દ્વારા 30 ઓગસ્ટ 2021ના રોજ પ્રકાશિત કરવામાં આવેલ એક વીડિયો રિપોર્ટ જોવા મળે છે. જે અનુસાર, ‘હિજાબ પહેરીને જિમ પહોંચેલી રાખી સાવંતે બિગ બોસમાં સની લિયોનીની એન્ટ્રી પર ટિપ્પણી કરી હતી.’ વીડિયોમાં રાખી હિજાબ પહેરેલી જોવા મળી રહી છે.
આ ઉપરાંત, રાખી સાવંતના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક હેન્ડલ્સ પર હિજાબ મુદ્દે હાલમાં રાખી સાવત તરફથી કોઈ નિવેદન જોવા મળ્યું ન હતું.
Conclusion
રાખી સાવંતે હિજાબને સપોર્ટ કર્યો’ હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસ્વીર અને વિડિઓ ઓગસ્ટ 2021ની છે. સોશ્યલ મીડિયા પર કર્ણાટકમાં ચાલી રહેલ હિજાબ વિવાદના સંદર્ભે રાખી સાવંતના વિડિઓને શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading/Partly False
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044