રશિયાના યુક્રેન પર હુમલાને વિશ્વ આખું વખોડી રહ્યું છે, યુક્રેન સેના રશિયા સામે લડવા માટે પોતાના નાગરિકોને બંદૂક અને લશ્કરી ટ્રેનિંગ આપી રહી છે. સોશ્યલ મીડિયા પર યુક્રેનની હાલત વિશે ઘણા વિડિઓ અને તસ્વીર વાયરલ થઈ રહી છે. આ ક્રમમાં ન્યુઝ ચેનલો દ્વારા પણ રશિયા દ્વારા કરવામાં આવેલ હુમલા અંગે તેમજ રશિયન ફાઈટર જેટ તોડી પાડવામાં આવ્યું હોવાના ભ્રામક દાવાઓ સાથે વિડિઓ શેર કરવામાં આવ્યા છે, જે અંગે Newschecker દ્વારા ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ સંદર્ભે ફેલાતી ભ્રામક અફવાઓના ક્રમમાં ફરી એક વખત ન્યુઝ ચેનલ TV9 Gujarati દ્વારા “યુક્રેનિયન વાઇસ પ્રેસિડેન્ટની પત્નીએ રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે હથિયાર ઉઠાવ્યા” હેડલાઈન સાથે એક ન્યુઝ બુલેટિન શેર કરવામાં આવેલ છે. વિડિઓમાં આર્મી યુનિફોર્મ પહેરેલ બે યુવતી જોઈ શકાય છે, જે યુક્રેનના વાઇસ પ્રેસિડેન્ટના પત્ની હોવાનો દાવો ન્યુઝ ચેનલ દ્વારા કરવામાં આવ્યો છે.

Fact Check / Verification
યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ સંદર્ભે યુક્રેનના વાઇસ પ્રેસિડેન્ટના પત્નીએ હથિયાર ઉપાડી લીધા હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ટ્વીટર યુઝર Nataliya દ્વારા એપ્રિલ 2021ના પોસ્ટ કરવામાં આવેલ સમાન તસ્વીર જોવા મળે છે. જેના કેપશનમાં લખવામાં આવ્યું છે “ગુડ મોર્નિંગ યુક્રેન, ગુડ મોર્નિંગ મારી જમીન“
વાયરલ તસ્વીર અંગે વધુ તપાસ કરતા pinterest પર પણ થોડા સમય આગાઉ પોસ્ટ કરવામાં આવેલ સમાન તસ્વીર જોવા મળે છે.

ઉપરાંત, યુક્રેનના વાઇસ પ્રેસિડેન્ટ અને તેમના પત્ની અંગે ગુગલ સર્ચ કરતા કોઈપણ માહિતી જોવા મળતી નથી. જયારે, યુક્રેન સરકારની આધિકારિક વેબસાઈટ પર યુક્રેનના કેબિનેટ મિનિસ્ટરના નામ અને હોદ્દા સાથે માહિતી જોવા મળે છે. નોંધનીય છે કે, યુક્રેનમાં વાઇસ પ્રેસિડેન્ટનું કોઈ સંવિધાનિક પદ્દ નથી, જેથી યુક્રેનમાં હાલમાં કોઈ વાઇસ પ્રેસિડેન્ટ છે જ નહીં.

Conclusion
યુક્રેનના વાઇસ પ્રેસિડેન્ટના પત્નીએ હથિયાર ઉપાડી લીધા હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલ દ્વારા શેર કરવામાં આવેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. યુક્રેનમાં વાઇસ પ્રેસિડેન્ટનું કોઈ પદ્દ છે જ નહીં. તેમજ વાયરલ તસ્વીર 2021થી સોશ્યલ મીડિયા પર શેર થઈ રહી છે, જેને હાલ યુક્રેન-રશિયા યુદ્ધના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.
Result :- False Context / False
Our Source
Twitter Serach
Ukraine Govt Website
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044