25 મે, 2022 ના રોજ, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટની NIA વિશેષ અદાલતે કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકને આજીવન કેદની સજા સંભળાવી. અલગતાવાદી સંગઠન જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના વડા મલિકે પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો, ત્યારબાદ કોર્ટે તેને ફાંસીની સજાને બદલે આજીવન કેદની સજા સંભળાવી હતી . પાકિસ્તાને ભારતના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. મલિકની પત્ની મુશલ હુસૈન મલિકે પણ ટ્વિટ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
આ ક્રમમાં, સોશિયલ મીડિયા યુઝર્સે એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે યાસીન મલિકને આજીવન કેદની સજા ફટકારવામાં આવ્યા બાદ તેની પત્ની મુશાલ મલિકે મદદ માટે આજીજી કરી હતી. ફેસબુક યુઝર્સ “એક આતંકવાદી યાસીન મલિક ને આજીવન સજા મળી તો એની પત્ની પાકિસ્તાન માં બેસી ને આલા તાલા પાસે કેવી દુવા કરે છે.” ટાઇટલ સાથે આ વિડિઓ શેર કરી રહ્યા છે.

Fact Check / Verification
યાસીન મલિકને આજીવન કેદની સજા ફટકારવામાં આવ્યા બાદ તેની પત્ની મુશાલ મલિક દ્વારા મદદની વિનંતી કરતો આ વિડિઓના કીફ્રેમ રિવર્સ ઇમેજ સર્ચ કરતા જાણવા મળ્યું કે આ વાયરલ વીડિયો છેલ્લા ઘણા વર્ષોથી ઇન્ટરનેટ પર હાજર છે.
Jk Latest નામના ફેસબુક પેજ દ્વારા એપ્રિલ 2019ના ‘Yasin #Malik wife. Crying in front of media (ગુજરાતી અનુવાદઃ યાસીન મલિકની પત્ની. મીડિયા સામે રડ્યા.) ટાઇટલ સાથે આ વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.
જયારે, યુટ્યુબ પર 24 એપ્રિલ, 2019 ના રોજ inKhabar દ્વારા અપલોડ કરવામાં આવેલ ‘કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન મલિકની લાહોરમાં પ્રેસ કોન્ફરન્સ’ ટાઇટલ સાથે આ વિડિઓ જોઈ શકાય છે. જ્યાં તેઓ એનઆઈએની કસ્ટડીમાં રહેલા તેના બીમાર પતિને મળવા માટે ભારત પાછા જવાનો પોતાનો ઈરાદો પ્રેસ સમક્ષ જાહેર કર્યો હતો.
ઉપરાંત, અમને 21 એપ્રિલ, 2019ના રોજ લાહોર ન્યૂઝ HD દ્વારા પ્રકાશિત સમાન વીડિઓ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વીડિઓ મુશાલ મલિક દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સનો સંપૂર્ણ ભાગ છે.
Conclusion
યાસીન મલિકને આજીવન કેદ પછી, તેની પત્ની મુશાલ મલિક દ્વારા મદદની વિનંતીના નામે શેર કરવામાં આવેલો આ દાવો ભ્રામક છે. વાસ્તવમાં આ વાયરલ વીડિયો વર્ષ 2019થી ઈન્ટરનેટ પર હાજર છે.
Result : False
Our Source
YouTube video published by inKhabar on 24 April, 2019
YouTube video published by Lahore News HD on 21 April, 2019
Facebook posts from April, 2019
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044